Aug 07, 2025

વાસ્તુ મુજબ ઘરમાં ટીવી ક્યાં મૂકવું જોઇએ? હોલ અને બેડરૂમ માટે અલગ અલગ દિશા

Ajay Saroya

વાસ્તુ મુજબ ટીવી માટે સાચી દિશા કઇ?

વાસ્તુ શાસ્ત્રમાં આપણા જીવનને સંતુલિત, સુખી અને સમૃદ્ધ બનાવવા માટે ઘણી મહત્વની વાતો વિશે જણાવ્યું છે. જો આપણે તેના નિયમોનું યોગ્ય રીતે પાલન કરીયે તો જીવનમાં સકારાત્મક ઉર્જા, સફળતા અને શાંતિ આવે છે. સાથે જ જો આ નિયમોની અવગણના કરવામાં આવે તો સમસ્યાઓ વધી જાય છે.

Source: canva

TV માટે વાસ્તુ ટીપ્સ

આ વાસ્તુ શાસ્ત્રમાં ટીવીને ઘરમાં રાખવાને લઈને પણ ઘણા નિયમોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વાસ્તુ મુજબ ટીવીને યોગ્ય દિશામાં રાખવાથી પરિવારમાં તાલમેલ જળવાઈ રહે છે, સાથે જ આર્થિક સ્થિતિ પણ સુધરે છે. સાથે જ ટીવીને ખોટી દિશામાં રાખવાથી પણ જીવનમાં અનેક સમસ્યાઓ આવી શકે છે.

Source: canva

ટીવી મુકવાની સાચી દિશા?

આવી સ્થિતિમાં ચાલો આપણે વાસ્તુ શાસ્ત્ર અનુસાર જાણીએ કે ઘરમાં ટીવી રાખવા માટે સાચી દિશા કઈ હોવી જોઈએ અને કઈ દિશામાં ટીવી મૂકવાનું ટાળવું જોઈએ.

Source: canva

ટીવી મૂકવાની સાચી દિશા કઇ?

વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો તમે વિદ્યાર્થી છો કે કોઈ પ્રોફેશનલ ફિલ્ડ સાથે જોડાયેલા છો તો તમારા માટે પૂર્વ દિશામાં ટીવી જોવું સૌથી શુભ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર આ દિશામાં ટીવી જોવાથી એકાગ્રતા તો વધે જ છે સાથે જ તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા પણ રહે છે.

Source: canva

આર્થિક વૃદ્ધિ માટે ટીવી આ દિશામાં રાખો

જો તમે આર્થિક સ્થિતિને મજબૂત કરવા માંગો છો, તો ટીવીને ઉત્તર દિશામાં રાખવું તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે આ દિશા ધનના દેવતા કુબેરની દિશા માનવામાં આવે છે. આવી સ્થિતિમાં વાસ્તુ મુજબ આ દિશામાં ટીવી લગાવવાથી ઘરમાં ધનની વૃદ્ધિ થાય છે. સાથે જ જીવનમાં સુખ સમૃદ્ધિ પણ આવે છે.

Source: canva

બેડરૂમમાં ટીવી ક્યાં મૂકવું?

વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો તમે તમારા બેડરૂમમાં ટીવી રાખવા માંગો છો તો કેટલીક વાતોનું ધ્યાન રાખો. જો તમે પલંગની બરાબર સામે ટીવી મૂકો છો, તો તેને કપડાથી ઢાંકી રાખો જેથી તે તમારો પડછાયો ન દેખાય. કારણ કે આમ ન કરવાથી તમારે માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે.

Source: canva

ટીવી આ દિશામાં બિલકુલ ન મુકો

વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં ટીવી રાખવા માટે દક્ષિણ દિશાને અશુભ માનવામાં આવે છે. આ દિશાને યમરાજની દિશા કહેવામાં આવી છે. આવી સ્થિતિમાં, જો તમે ટીવીને આ દિશામાં રાખો છો, તો તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે, જે માનસિક અશાંતિ અને પારિવારિક વિખવાદ તરફ દોરી શકે છે. વળી, પરસ્પર સંબંધોમાં તણાવ પણ વધી શકે છે.

Source: canva

ડિસ્ક્લેમર

અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે. અમે તેની ચોકસાઈ અને ઉદભવની પ્રામાણિકતા આપી શકતા નથી. કૃપા કરીને તેનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Source: canva