Jul 25, 2025
શ્રાવણ માસમાં ભગવાન શંકરના મંદિરના દર્શન કરવાનું શુભ માનવામાં આવે છે. ગુજરાતમાં બે જ્યોતિર્લિંગ મંદિર સોમનાથ અને નાગેશ્વર મંદિર સહિત ઘણા પ્રાચીન શિવ મંદિર આવેલા છે, જ્યાં મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા જાય છે.
અહીં ઉત્તર ગુજરાતના એક અતિ પ્રાચીન શિવ મંદિર વિશે જાણકારી આપી છે. માન્યતા મુજબ આ મંદિર ત્રેતાયુગનું છે.
સપ્તેશ્વર મહાદેવ મંદિર સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલકુના અરસોડિયા ગામ નજીક આવેલું છે. અમદાવાદથી સપ્તેશ્વર મહાદેવ મંદિર લગભગ 100 કિમી દૂર છે.
નામ પ્રમાણ અહીં અલગ અલગ 7 શિવલિંગ સ્થાપિત છે. આ સાતેય શિવલિંગ પર કુદરતી રીતે જળાભિષેક થયા કરે છે. 7 શિવલિંગના કારણે આ મંદિરને સપ્તેશ્વર મહાદેવ કહેવામાં આવે છે.
સપ્તનાથ એટલે કે સપ્તેશ્વર મહાદેવના મંદિરમાં સાતેય શિવલિંગ અલગ અલગ રીતે એવાં ગોઠવાયેલા છે કે, જાણે આકાશમાં સપ્તર્ષિ તારાજૂથ ગોઠવાયેલું હોય.
સપ્તેશ્વર મંદિરમાં શિવલિંગ ઉપર સતત ગૌમુખમાંથી નદીનાં પાણીની જળાધારા વહેતી રહે છે. આ પાણી બહારનાં કુંડમાં એકત્ર થાય છે. મંદિરમાં દર્શન કરવા જવું હોય તો પણ પાણીમાં અડધા ડુબેલાં રહીને જવું પડે છે.
સપ્તેશ્વર મહાદેવ મંદિર સાબરમતી અને ડેભોલ નદીના સંગમ સ્થાન પર આવેલું છે. આથી આ શિવ મંદિરનું ધાર્મિ મહત્વ વધી જાય છે.
સપ્તેશ્વર મહાદેવ મંદિર વિશેની લોકમાન્યતા મુજબ અહીં હિંદુ પુરાણમાં વર્ણતી 7 ઋષિઓએ અહીં તપસ્યા કરી હતી. આ સપ્તર્ષિ એટલે કશ્યપ મુનિ, વશિષ્ઠ મુનિ, વિશ્વામિત્ર મુનિ, ભારદ્વાજ મુનિ, અત્રિ મુનિ, જમદગ્નિ મુનિ અને ગૌતમ ઋષિ.
સપ્તેશ્વર મહાદેવ મંદિરની ભૂમિ પ્રાચીન 7 શિવલિંગ, 2 નદીના સંગમ અને 7 ઋષિઓએ તપસ્યા કરી હોવાથી ઘણી પવિત્ર છે. અહીં શ્રાવણ માસ, મહાશિવ રાત્રી, અમાસ અને સોમવારે ભક્તોની ભીડ લાગે છે.