Aug 14, 2025

ભારતીય ધ્વજ સાથે જોડાયેલા 10 નિયમો, જેથી ભૂલથી પણ ના થાય ત્રિરંગાનું અપમાન

Rakesh Parmar

ભારતનું ગૌરવ

ભારતનો રાષ્ટ્રીય ધ્વજ, ત્રિરંગો, દેશની એક્તા અને ગર્વનું પ્રતીક છે. તેના સન્માન માટે કેટલાક નિયમોનું પાલન કરવું જરૂરી છે.

Source: social-media

ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા

ત્રિરંગાનો ઉપીયોગ અને પ્રદર્શન માટે ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયા 2002 માં નિયમો બનાવવામાં આવ્યા છે. તેનું ઉલ્લંઘન કરવા પર સજા થઈ શકે છે.

Source: social-media

યોગ્ય સ્થિતિમાં લહેરાવો

ત્રિરંગાનો કેસરિયો રંગ હંમેશા ઉપર અને લીલો રંગ નીચે હોવો જોઈએ. ઊંધો લહેરાવવો એ ધ્વજનું અપમાન છે.

Source: social-media

ફાટેલો ત્રિરંગો નહીં

ફાટેલો, ગંદો અથવા ક્ષતિગ્રસ્ત ત્રિરંગો ના લહેરાવવો જોઈએ. આવા ધ્વજને સન્માનપૂર્વક નષ્ટ કરી દેવો જોઈએ.

Source: social-media

જમીન પર ના રાખો

ત્રિરંગાને જમીન પર ના રાખવો જોઈએ અને ના તો તેને પાણીમાં ડૂબાડવો જોઈએ. તને હંમેશા ઉંચો અને સન્માનિય સ્થાને રાખવો જોઈએ.

Source: social-media

અન્ય ધ્વજોથી ઉપર

ત્રિરંગાને હંમેશા અન્ય ધ્વજોથી ઊંચો લહેરાવવો જોઈએ. તેને કોઈ અન્ય દેશના ધ્વજથી નીચે ના રાખવો જોઈએ.

Source: social-media

કપડાના રૂપમાં નહીં

ત્રિરંગાને કાપડ, પરદા અથવા સજાવટ તરીકે ઉપીયોગમાં ના લેવો જોઈએ. તેને ધ્વજનું અપમાન માનવામાં આવે છે.

Source: social-media

અંગત ઉપીયોગ પર રોક

ત્રિરંગાને કાર, ટેબલ અથવા ખાનગી સામાન પર સજાવટ તરીકે ના રાખવો જોઈએ. તે માત્ર રાષ્ટ્રીય આયોજનોમાં ઉપયોગી છે.

Source: social-media

સૂર્યાસ્ત બાદ નિયમ

ત્રિરંગાને સૂર્યાસ્ત બાદ ઉતારી લેવો જોઈએ. જ્યાં સુધી કે તેને યોગ્ય પ્રકાશમાં ના રાખી શકાય.

Source: social-media

જાહેરાતથી દૂર

ત્રિરંગાને કોઇ પણ પ્રોફેશનલ જાહેરાત, બ્રાંડ લોગો અથવા પ્રચાર સામગ્રીમાં ઉપયોગ ના કરવો જોઈએ.

Source: social-media

ત્રિરંગાનું સન્માન આપણું સન્માન

ત્રિરંગો આપણી રાષ્ટ્રીય ઓળખ અને ગર્વનું પ્રતીક છે. ફ્લેગ કોડ ઓફ ઈન્ડિયાના આ 10 નિયમોનું પાલન કરો અને ધ્વજનું સન્માન જાળવી રાખો.

Source: social-media

Source: social-media