Aug 28, 2025
મહારાષ્ટ્રના લોકો પુરણપોળી ખૂબ જ સ્વાદથી ખાય છે. આ એક પરંપરાગત મરાઠી મીઠાઈ છે. આ મીઠી રોટલી દરેક તહેવાર પર બનાવવામાં આવે છે.
તમે ગણપતિ બાપ્પાને ભોગ ધરાવવા માટે પણ બનાવી શકો છો. અહીં તેની રેસીપી જણાવી રહ્યા છીએ.
ઘઉંનો લોટ, મેંદો, હળદર પાવડર, સ્વાદ મુજબ મીઠું, ઘી, પાણી, ચણાની દાળ, છીણેલો ગોળ, એલાઇચી પાવડર, જાયફળ પાઉડર.
પુરણપોળી બનાવવા માટે એક કથરોટમાં મેંદો, ઘઉંનો લોટ, મીઠું, હળદર, ઘી અને પાણીથી નરમ લોટ તૈયાર કરો અને તેને ઢાંકીને અડધો કલાક માટે રાખો.
આ પછી ચણાની દાળને ધોઈને કુકરમાં પાણી નાખીને 4 સીટી વાગે ત્યાં સુધી ઉકાળો. બાફેલી દાળનું પાણી ગાળી લો. હવે પુરણ તૈયાર કરવા માટે, બાફેલી દાળમાં ગોળ ઉમેરો અને ધીમા તાપે રાંધો.
જ્યારે ગોળ ઓગળી જાય અને મિશ્રણ ઘટ્ટ થવા લાગે ત્યારે તેમાં એલાઇચી અને જાયફળ પાવડર ઉમેરો અને મિશ્રણ સુકાઈ જાય અને ઘટ્ટ થાય ત્યાં સુધી સારી રીતે હલાવતા રહો.
જ્યારે મિશ્રણ ઠંડુ થાય ત્યારે તેમાંથી નાના ગોળા બનાવો. હવે પુરણપોળીને રોલ કરવા માટે કણકના નાના ગોળા બનાવો અને પુરણને મધ્યમાં મૂકો. તેને હળવા હાથે રોલ કરો અને ગોળ રોટલી બનાવો.
હવે તવા પર ઘી લગાવો અને તેને બંને બાજુથી સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકો. આ સાથે પુરણપોળી તૈયાર થઇ જશે.
ગરમા ગરમ પુરણપોળી પર ઘી રેડીને પીરસો. પુરણ પોળીને દહીં અથવા ઘી સાથે પીરસો.