Aug 29, 2025
ચિલ્લા ઘરના બાળકોથી લઈને વડીલો સુધી દરેકને પસંદ હોય છે. પરંતુ શું તમે ક્યારેય સાબુદાણા ચિલ્લા ખાધા છે.
તે માત્ર સ્વાદમાં જ નહીં, પરંતુ તંદુરસ્ત નાસ્તો પણ છે. અહીં ચિલ્લાની રેસીપી જણાવી રહ્યા છીએ. જે એકદમ સરળ છે.
ઘી, સાબુદાણા, બાફેલા બટાકા, સીંગદાણા, ઝીણા સમારેલા લીલા મરચાં, લીંબુનો રસ, ઝીણી સમારેલી કોથમીર, મીઠું, જીરું, પાણી.
સાબુદાણા ચીલા બનાવવા માટે સૌ પ્રથમ સાબુદાણા પલાળી દો. આ પછી તેને મેશ કરો.
આ પછી તેમાં બાફેલા બટાકા, જીરું, મીઠું, સીંગદાણા, લીંબુનો રસ, ઝીણા સમારેલા લીલા મરચાં, કોથમીર નાખો. બધું બરાબર મિક્સ કરી લો.
આ પછી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરો અને ખીરું તૈયાર કરો. ધ્યાનમાં રાખો કે ખીરું વધારે જાડું કે વધારે પાતળું બનાવવું નહીં.
તે પછી એક નોન સ્ટીક કે તવાને ગરમ કરો. તેમાં ઘી ઉમેરો. ત્યારબાદ ખીરું રેડી લો. ચીલાને બંને બાજુથી સોનેરી થાય ત્યાં સુધી પકાવો.
આ રીતે તમારા ગરમાગરમ સાબુદાણાના ચિલ્લા તૈયાર થશે. તેને દહીં કે સોસ સાથે સર્વ કરી શકો છો.