Aug 29, 2025
અત્યારે ગણેશ મહત્સોવ ચાલી રહ્યો છે ત્યારે અનેક ઘરોમાં ગણપતિ બાપ્પા મહેમાન બન્યા છે.
મહેમાન બનેલા ગણપતિ બાપ્પાને લોકો પ્રેમથી અલગ અલગ મીઠાઈનો ભોગ લગાવે છે.
જો તમે પણ ફટાફટ બની જય એવી પ્રસાદી બનાવવા માંગો છો તો તમે પંચમેવા ખીર બનાવી શકો છો. નોંધી લો ઈન્સ્ટન્ટ રેસીપી.
ફુલ ક્રીમ દૂધ-1 લિટર, ખાંડ-4-5 ચમચી, એલચી પાવડર -1/2 ચમચી, ઘી-1 ચમચી, કેસરના વાળા, 10 બદામ, 10 કાજુ, 10 પિસ્તા, 10 કિસમિસ ખજૂર 4-5.
એક ભારે તળિયાવાળા વાસણમાં દૂધને ઉકાળો. ધીમા તાપે દૂધને ઉકળવા દો. વચ્ચે વચ્ચે હલાવતા રહો જેથી દૂધ દાઝી ન જાય.
એક અલગ નાના પેનમાં 1 ચમચી ઘી ગરમ કરો. બદામ, કાજુ, પિસ્તા અને કિસમિસને સોનેરી થાય ત્યાં સુધી હળવેથી શેકો. સમારેલી ખજૂર ઉમેરો અને એક મિનિટ માટે શેકો.
જ્યારે દૂધ થોડું ઘટ્ટ થાય (લગભગ 10-15 મિનિટ પછી), ત્યારે દૂધમાં શેકેલા ડ્રાયફ્રૂટ્સ (પંચ મેવા) ઉમેરો.
દૂધના મિશ્રણમાં ખાંડ ઉમેરો અને તે સંપૂર્ણપણે ઓગળી જાય ત્યાં સુધી હલાવો. પછી એલચી પાવડર અને કેસરનું દૂધ ઉમેરો. ખીરને ધીમા તાપે ઘટ્ટ થાય ત્યાં સુધી રાંધવા દો.
આમ તૈયાર થઈ જશે પંચમેવા ખીર, ખીરને ઠંડી થવા દઈને બાઉલમાં કાઢી ડ્રાયફ્રૂટની કતરણથી ગાર્નિસ કરો અને ગણપતિ બાપ્પાને ભોગ ધરાવો.