Aug 30, 2025
500 ગ્રામ રાગીનો લોટ, 150 ગ્રામ A2 દેશી ઘી, 100 ગ્રામ અખરોટ, 200 ગ્રામ ગોળ, 150 મિલી પાણી, 1 ચમચી ઈલાયચી પાવડર
સૌ પ્રથમ એક કડાઈમાં ઘી ગરમ કરો તેમાં 100 ગ્રામ અખરોટ નાખી ક્રિસ્પી થવા દો, ત્યાબાદ તેમાં રાગીના લોટ મિક્ષ કરો અને સારી રીતે કુક થવા દો, લોટને સતત હલાવતા જેથી ચોંટી અથવા બળી ન જાય.
હવે ફરી જરૂર લાગે તો ઘી નાખો અને સતત મિશ્રણને હલાવતા રહો, હવે લોટ ગેસ પરથી ઉતારીને એક મોટી ડીશમાં કાઢી લો.
એક નાની તપેલીમાં પાણી ગરમ કરો, પાણી ઉકલે એટલે એમાં 200 ગ્રામ જેટલો ગોળ નાખો, અને ગોળની ચાસણી તૈયાર કરો.
હવે તૈયાર ગોળની ચાસણીને રાગીના લોટમાં ઈલાયચી પાઉડર નાખી સારી રીતે મિક્ષ કરો અને લાડુ તૈયાર કરો અને સર્વ કરો.