Aug 28, 2025
2 કપ ચણાનો લોટ, પાણી જરૂર મુજબ, પીળો ફૂડ કલર, 1 કપ ખાંડ, 1 કપ પાણી, કેસર ફૂડ કલર, 1/3 ટીસ્પૂન એલચી પાવડર
સૌ પ્રથમ એક મોટા બાઉલમાં 2 કપ ચણાનો લોટ લો, એમાં જરૂર મુજબ પાણી નાખો અને બરોબર મિક્ષ જેથી લોટમાં ગાંઠો ન રહે.
હવે એ મિશ્રણમાં સહેજ પીળો ફૂડ કલર ઉમેરો, બધું મિક્ષ કરો, બેટરને થોડી વાર રેસ્ટ આપીને કડાઈમાં તેલ ગરમ કરો અને ચણાના લોટમાંથી બુંદી તળી લો.
બુંદી તળ્યા બાદ હવે ઠંડી થઇ એટલે મિક્ષરમાં ગ્રાઈન્ડ કરી પાઉડર જેવું કરી લો. હવે એક પેનમાં ખાંડ, પાણી, કેસર ફૂડ કલર અને ઈલાયચી પાઉડર નાખો.
હવે બધું મિક્ષ કરીને ચાસણી તૈયાર કરી લો, ત્યારબાદ ગ્રાઈન્ડ કરેલ પાઉડર ચાસણીમાં એડ કરો.
હવે બધું બરોબર મિક્ષ કરો,થઇ જાય એટલે ઠંડુ કર્યા બાદ એમાંથી મોદક તૈયાર કરો અને બાપ્પાને ધરો.