Jul 21, 2025
મોહિત સૂરીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ સૈયારાએ સિનેમાઘરોમાં ધૂમ મચાવી છે. ફિલ્મ અને સ્ટાર કાસ્ટની ખુબ ચર્ચા થઈ રહી છે.
આ ફિલ્મમાં અનન્યા પાંડેના કઝીન અહાન પાંડેએ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે. ત્યાં જ તેની સાથે અનીત પડ્ડા મુખ્ય ભૂમિકામાં નજર આવી છે.
બોલિવૂડના ગલિયારાઓ અને સોશિયલ મીડિયામાં અનીત પડ્ડા છવાઈ ગઈ છે. જોકે સૈયારા તેની પ્રથમ ફિલ્મ નથી.
આ પહેલા અનીત કાજોલની સાથે ફિલ્મ સલામ વેંકીમાં એક રોલમાં નજર આવી હતી.
આ સિવાય તેણે વેબ સિરીઝ બિગ ગર્લ્સ ડોન્ટ ક્રાઈમાં પણ કામ કર્યું છે. માત્ર એટલું જ નહીં આ સિરીઝમાં તેણે એક ગીતને પોતાનો અવાજ આપ્યો છે.
ખુબ જ ઓછા સમયમાં અનીત પડ્ડા ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નામ કમાઈ લીધુ છે. તે તેની સુંદરતાથી ફેન્સને પોતાના દીવાના બનાવી રહી છે.
અનીત પડ્ડા સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે અને પોતાનાથી જોડાયેલી અપડેટ શેર કરતી રહે છે.
માત્ર આટલું જ નહીં ઘણા સોશિયલ મીડિયા યુઝર્સ અનીત પડ્ડાને નવી નેશનલ ક્રશ પણ ગણાવી રહ્યા છે.