Mar 10, 2025
8 માર્ચના રોજ IIFA ડિજિટલ એવોર્ડ્સ 2025 સાથે ઉજવણીની શરૂઆત થઈ હતી.રવિવારે ભવ્ય મુખ્ય કાર્યક્રમ યોજાયો, જ્યાં ઘણા ટોચના કલાકારોએ તેમના પ્રદર્શનથી સ્ટેજને રોશન કર્યું હતું.એવોર્ડની રાત્રીએ હિન્દી સિનેમાના શ્રેષ્ઠ કલાકારોને પણ સન્માનિત કર્ય, અહીં જુઓ કંપ્લીટ લિસ્ટ
રાકેશ રોશનએ ભારતીય સિનેમામાં ઉત્કૃષ્ટ સિદ્ધિના યોગદાન બદલ આઈફા એવોર્ડ અપાયો.
રવિ કિશનને ફિલ્મ લાપતા લેડીઝમાં સહાયક ભૂમિકામાં બેસ્ટ પ્રદર્શન (મેલ) માટે આઈફા એવોર્ડ અપાયો.
બિપ્લબ ગોસ્વામીને બેસ્ટ સ્ટોરી ઈન પોપ્યુલર સીરીઝમાં લાપતા લેડીઝ માટે સન્માનિત
બેસ્ટ ડાયરેક્ટર ડેબ્યુ (મડગાંવ એક્સપ્રેસ) માટે કુણાલ ખેમુ સન્માનિત.
લાપતા લેડીઝ માટે બેસ્ટ ડેબ્યુ ફિમેલ માટે પ્રતિભા રાંતા સન્માનિત.
લક્ષ્ય લાલવાણીને કિલ ફિલ્મમાં મેલ ડેબ્યુ માટે આઈફા અપાયો.
કિલ ફિલ્મમાં નકારાત્મક ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનય માટે રાઘવ જુયાલને આઈફા અપાયો.
બેસ્ટ ડાયરેક્ટર માટે લાપતા લેડીઝના ડાયરેક્ટર કિરણ રાવ સન્માનિત.
નિતાંશી ગોયલને ફિલ્મ લાપતા લેડીઝમાં બેસ્ટ લીડ રોલ ફિમેલ માટે આઈફા.
ભૂલ ભુલૈયા 3 માં બેસ્ટ એકટિંગ કરનાર કાર્તિક આર્યનને મુખ્ય ભૂમિકામાં શ્રેષ્ઠ પ્રદર્શન (પુરુષ) ની કેટેગરીમાં આઈફા અપાયો.
લાપતા લેડીઝને બેસ્ટ પિક્ચર કેટેગરીમાં આઈફા અપાયો.
જાનકી બોડીવાલાને ફિલ્મ શૈતાન માટે સહાયક ભૂમિકામાં શ્રેષ્ઠ પ્રદર્શન (સ્ત્રી) કેટેગરીમાં આઈફા અપાયો.