Virat Kohli Test Retirement Reason : વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવા પાછળનું કારણ જાહેર કર્યું છે. વિરાટ કોહલીએ લગભગ બે મહિના પછી પ્રથમ વખત આ મુદ્દે વાત કરી હતી. વિરાટ કોહલીએ પોતાની દાઢીના રંગને ટાંકીને ઈશારો કર્યો હતો કે હવે સમય આવી ગયો છે કે તે રમતના રેડ-બોલ ફોર્મેટથી અલગ થઈ જાય.
યુવીના કાર્યક્રમમાં લેજન્ડરી ક્રિકેટરો એકઠા થયા હતા
યુવરાજ સિંહે પોતાના ફાઉન્ડેશન YouWeCan માટે ફંડ એકઠું કરવા માટે લંડનમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. તેમાં ઘણા વર્તમાન અને ભૂતપૂર્વ ક્રિકેટ હસ્તીઓ એક જ છત નીચે એકઠા થયા હતા. શુભમન ગિલની આગેવાની હેઠળની આખી ભારતીય ક્રિકેટ ટીમ સપોર્ટ સ્ટાફની સાથે હાજર રહી હતી. આ ઇવેન્ટમાં સચિન તેંડુલકર, ક્રિસ ગેલ, કેવિન પીટરસન, બ્રાયન લારા અને આશિષ નેહરા જેવા સ્ટાર્સ પણ જોવા મળ્યા હતા.
શહેરની મધ્યમાં આવેલી આલીશાન હોટલમાંથી ટીમ ઇન્ડિયા લગભગ એક કલાક રોકાઈ હતી અને કેટલીક મનોરંજક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. જ્યારે બધા ડિનર માટે તૈયાર હતા અને અન્ય પ્રવૃત્તિઓ શરૂ થવાની રાહ જોઈ રહ્યા હતા, ત્યારે જાયન્ટ સ્ક્રીન પર એક પરિચિત ચહેરો દેખાયો હતો જ્યાં ભારતના ભૂતપૂર્વ ટેસ્ટ કેપ્ટન વિરાટ કોહલી તેના મિત્ર કેવિન પીટરસન સાથે ડિનર પર ચેટિંગ કરતો જોવા મળ્યો હતો.
આ પછી ગૌરવ કપૂરે એક ચેટ સેશનનું આયોજન કર્યું હતું, જેમાં ભારતના ભૂતપૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રી, ક્રિકેટરો યુવરાજ સિંહ, કેવિન પીટરસન, ક્રિસ ગેલ અને ડેરેન ગોફ સામેલ હતા. શરૂઆતમાં વિરાટ કોહલી સ્ટેજ પર ન હતો પરંતુ ગૌરવ કપૂરની જીદ પર તે સ્ટેજ પર આવીને બાકીના દર્શકો સાથે જોડાઈ ગયો હતો.
મેં 2 દિવસ પહેલા મારી દાઢીને રંગી હતી: વિરાટ કોહલી
બાદમાં ક્રિસ ગેલ સાથેની ખાસ મુલાકાતમાં તેણે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ અંગે અનોખી પ્રતિક્રિયા આપી હતી. જ્યારે ગૌરવે કહ્યું હતું કે મેદાન પર દરેક તેને મિસ કરે છે. વિરાટ કોહલીએ કહ્યું કે મેં બે દિવસ પહેલા જ મારી દાઢીને કલર કર્યો છે. જ્યારે તમે દર ચાર દિવસે તમારી દાઢીને કલર કરો છો, ત્યારે તમને ખબર પડી જાય કે આ યોગ્ય સમય છે.
આ પણ વાંચો – કેન્સરથી ઝઝુમી રહી છે આકાશદીપની બહેન , પિતા અને ભાઇનું પણ થઇ ગયું છે નિધન, મેચ પછી કર્યો ખુલાસો
વિરાટ કોહલી સાથે તેના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રી પણ હતા. બંનેએ ભારતીય ક્રિકેટ ટીમ સાથેના તેમના સમય દરમિયાન મળેલા સમર્થન માટે એકબીજાના વખાણ કર્યા હતા. વિરાટ કોહલીએ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સાથેના પોતાના સંબંધો વિશે વિસ્તારથી વાત કરી હતી અને જણાવ્યું કે કેવી રીતે તેને એક ટેસ્ટ ક્રિકેટર બનવા અને દેશ માટે તેણે જે પણ પ્રાપ્ત કર્ છે તેમાં મદદ કરી.
રવિ શાસ્ત્રી વિના કારકિર્દી આટલી શાનદાર ન હોત: વિરાટ કોહલી
વિરાટ કોહલીએ કહ્યું કે સાચું કહું તો જો હું તેમની સાથે કામ ન કરતો હોત તો ટેસ્ટ ક્રિકેટમાં જે બન્યું તે શક્ય ન હતું. અમારી પાસે જે સ્પષ્ટતા હતી તે મળવી ખૂબ જ મુશ્કેલ છે. ક્રિકેટરોની કારકિર્દીમાં આગળ વધવા માટે બસ આટલું જ છે. જો તેઓએ મને એટલું સમર્થન ન કર્યું હોત જેટલો તેઓએ કર્યું હતું. મારી ક્રિકેટની સફરનો આવો અભિન્ન ભાગ બનવા માટે મને હંમેશા તેમના માટે સન્માન અને આદર રહ્યા છે.
કોહલીએ 12 મે ના રોજ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી
12 મેના રોજ ઇન્સ્ટાગ્રામ પર જાહેર કરેલા એક સંદેશમાં વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી હતી. તેણે કહ્યું હતું કે આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવી સહેલી નથી, પરંતુ તે યોગ્ય લાગે છે. મેં તેમાં મારું બધું લગાવી દીધું છે અને તેણે મને અપેક્ષા કરતા વધારે આપ્યું છે. હું આભારના હૃદય સાથે વિદાય લઉં છું – આ રમત માટે, જે લોકો સાથે મેં આ ફિલ્ડ શેર કર્યું છે અને જેણે મને આ આગળની સફરનો અહેસાસ કરાવ્યો છે તે દરેક માટે. હું હંમેશા સ્મિત સાથે મારી ટેસ્ટ કારકિર્દીને યાદ રાખીશ.