Women Champions Trophy: એશિયન મહિલા હોકી ટીમે બિહારના રાજગીરમાં ઈતિહાસ રચ્યો છે. મહિલા ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચમાં ભારતે ચીનને 1-0થી હરાવીને ટાઈટલ જીત્યું હતું. આ પહેલા ભારતે સેમીફાઈનલમાં જાપાનને હરાવ્યું હતું.
ભારતીય પ્લેયર્સે શાનદાર પ્રદર્શન કર્યું અને બોલને મોટા સમય સુધી પોતાના નિયંત્રણમાં રાખ્યો અને બીજી તરફ ચીનની કોઈ ખેલાડી એક પણ ગોલ કરી શકી ન હતી. ભારત માટે મેચનો એક માત્ર ગોલ દીપિકાએ કર્યો અને તેના ગોલના કારણે જ ભારત ખિતાબ જીતવામાં સફળ રહ્યું છે.
પોતાના શાનદાર પ્રદર્શન બદલ દીપિકા પ્લેયર ઓફ ધ યર તરીકે પસંદગી પામી છે. તેણે ટૂર્નામેન્ટમાં 11 ગોલ કર્યા હતા. જેમાંથી 4 ફીલ્ડ ગોલ હતા. તેણે 6 પેનલ્ટી કોર્નરને ગોલમાં બદલ્યા જ્યારે એક ગોલ પેનલ્ટી સ્ટ્રોક પર કર્યો હતો. તે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ ગોલ કરનારી ખેલાડી પણ રહી. બેસ્ટ ગોલકીપરનો પુરસ્કાર જાપાનની કી યૂ કુડોને મળ્યો હતો.
આ પણ વાંચો: ઝારખંડમાં કોની બનશે સરકાર? Matrize અને પીપલ્સ પલ્સના એક્ઝિટ પોલમાં NDA આગળ
હાલમાં રાજગીરામાં ઉજવણીનો માહોલ છે. પછી ભલે તે નાનુ બાળક હોય કે વૃદ્ધ, ભારતની જીત સાથે અહીં તમામ જગ્યાએ ઉજવણીનો માહોલ છે. આ વર્ષની શરૂઆતમાં ક્વોલિફાયરમાં કારમી હાર બાદ ભારતીય મહિલા હોકી ટીમ માટે આ ખુબ જ જરૂરી હતું. ભારત આ ટૂર્નામેન્ટમાં સર્વશ્રેષ્ઠ ટીમ રહી છે.
સૌથી વખત મહિલા એશિયન ચેમ્પિયન ટ્રોફીનો ખિતાબ જીતનાર હોકી ટીમ
- ભારતીય ટીમ – 3 વખત
- સાઉથ આફ્રિકા – 3 વખત
- જાપાન – 2 વખત





