ભારતીય ક્રિકેટર સરફરાઝ ખાનમાં ખૂબ જ મોટો ફેરફાર થયો છે. સતત પ્રભાવશાળી પ્રદર્શન છતાં ઇંગ્લેન્ડ પ્રવાસમાંથી અવગણવામાં આવ્યા બાદ સરફરાઝે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ની પસંદગી સમિતિને એક મજબૂત સંદેશ આપ્યો છે. સરફરાઝે 17 કિલો વજન ઘટાડ્યું છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર પોતાનો ફોટો મૂક્યો છે. તે જોયા પછી તે ઓળખી શકાતો નથી.
સરફરાઝ ખાને થોડા મહિના પહેલા તેની વજન ઘટાડવાની સફર શરૂ કરી હતી. તેના સારા પરિણામો આવ્યા છે. સ્થૂળતા માટે ઘણીવાર ટ્રોલ થનારા સરફરાઝે ઘણું વજન ઘટાડ્યું છે. તે ઘરેલુ ક્રિકેટમાં રન બનાવીને તેની નજર ભારતીય ટેસ્ટ ટીમમાં વાપસી કર પર રહેશે.
કેવિન પીટરસન પૃથ્વી શોને યાદ કર્યો
સરફરાઝ ખાનના પરિવર્તને ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે. આ જોઈને ઇંગ્લેન્ડના દિગ્ગજ ખેલાડી કેવિન પીટરસન પણ આશ્ચર્યચકિત થઈ ગયો છે. ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટને પૃથ્વી શોને સરફરાઝ પાસેથી બોધપાઠ લેવાની સલાહ આપી છે. પીટરસને કહ્યું, “શાનદાર પ્રયાસ, જવાન! ખૂબ ખૂબ અભિનંદન અને મને ખાતરી છે કે આ તમને મેદાન પર વધુ સારું અને સતત પ્રદર્શન કરવામાં મદદ કરશે. મને તમારી પ્રાથમિકતાઓને ફરીથી ગોઠવવાનો સમય ખૂબ ગમ્યો! શું કોઈ પૃથ્વીને આ બતાવી શકે છે? તે કરી શકાય છે! મજબૂત શરીર, મજબૂત મન.”
આ પણ વાંચો: સૈયારા ફિલ્મની અભિનેત્રી અનીત પડ્ડાની સુંદર તસવીરો
ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર તક મળી ન હતી
સરફરાઝ છેલ્લે ગયા વર્ષે ઘરઆંગણે ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ શ્રેણીમાં ભારત માટે રમ્યો હતો. બેંગલુરુમાં શાનદાર 150 રન બનાવવા છતાં સરફરાઝને ટીમમાંથી બહાર કરવામાં આવતા પહેલા થોડી વધુ મેચ રમવાની તક મળી. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર તેને એક પણ મેચ મળી ન હતી. પૃથ્વી શો વિશે વાત કરીએ તો તે લાંબા સમયથી ભારતીય ટીમની બહાર છે. તેણે સ્થાનિક સિઝન પહેલા મુંબઈ સાથે સંબંધો તોડી નાખ્યા છે અને મહારાષ્ટ્ર સાથે જોડાયો છે જેના માટે તે આગામી સ્થાનિક સિઝનમાં રમશે.