સારા તેંડુલકરે શરુ કર્યો નવો બિઝનેસ, પિલેટ્સ સ્ટુડિયો લોન્ચ કર્યો, જાણો શું છે આ

Sara Tendulkar Pilates Academy : સારા તેંડુલકરે તેના પિતા સચિન તેંડુલકર, માતા અંજલિ તેંડુલકર અને અર્જુન તેંડુલકરની ભાવિ પત્ની સાનિયા ચંડોકની સાથે મળીને પિલેટ્સ સ્ટુડિયો લોન્ચ કર્યો છે

Written by Ashish Goyal
August 22, 2025 18:44 IST
સારા તેંડુલકરે શરુ કર્યો નવો બિઝનેસ, પિલેટ્સ સ્ટુડિયો લોન્ચ કર્યો, જાણો શું છે આ
સારા તેંડુલકરે પિલેટ્સ સ્ટુડિયો લોન્ચ કર્યો છે (તસવીર - સચિન તેંડુલકર ઇન્સ્ટાગ્રામ)

Sara Tendulkar Pilates Academy : ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ સ્ટાર બેટ્સમેન સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકરે બિઝનેસની દુનિયામાં પગ મૂક્યો છે. સારા તેંડુલકરે તેના પિતા સચિન તેંડુલકર, માતા અંજલિ તેંડુલકર અને અર્જુન તેંડુલકરની ભાવિ પત્ની સાનિયા ચંડોકની સાથે મળીને પિલેટ્સ સ્ટુડિયો લોન્ચ કર્યો છે.

સચિન તેંડુલકરે પોતાના ઈન્સ્ટાગ્રામ દ્વારા સારા તેંડુલકરના આ નવા કામની શરૂઆત વિશે માહિતી આપી હતી. સચિન તેંડુલકરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ પોસ્ટ કરી છે, જેમાં તે પોતાના આખા પરિવાર સાથે નવા પિલેટ્સ સ્ટુડિયોની રિબીન કાપતો જોવા મળી રહ્યો છે.

સચિન તેંડુલકરે લખ્યું કે એક માતાપિતા તરીકે, તમે હંમેશાં આશા રાખો છો કે તમારા બાળકોને કંઈક એવું મળે જે તેમને ખરેખર ગમે છે. સારાને પિલેટ્સ સ્ટુડિયો ખોલતા જોવું તે એકદમ ભાવનાત્મક ક્ષણ છે. તેણે પોતાના સખત મહેનત અને વિશ્વાસ સાથે આ સફર કરી છે.

સચિન તેંડુલકરે લખ્યું કે યોગ્ય પોષણ અને શારીરિક પ્રવૃત્તિ હંમેશાં અમારા જીવનનો એક અભિન્ન ભાગ રહ્યો છે અને તે પોતાની રીતે આ વિચારને આગળ ધપાવી રહી છે. જેનું જોવું ઘણું ખાસ છે. સારા, અમે આથી વધારે તમારા પર ગર્વ ન કરી શકીએ અને આ સફર માટે અભિનંદન.

આ પણ વાંચો – કોણ છે સાનિયા ચંડોક? અર્જુન તેંડુલકર સાથે કરી સગાઇ, કરોડોની છે વારસદાર, જાણો સંપૂર્ણ પ્રોફાઇલ

શું છે પિલેટ્સ સ્ટુડિયો

પિલેટ્સ સ્ટુડિયો એક એવી જગ્યા છે જ્યાં લોકોને પિલેટ્સ મેથડથી કસરતો કરવાનું શીખવવામાં આવે છે અને તેમને તે કરવા માટે યોગ્ય સૂચનાઓ આપવામાં આવે છે. તે એવી જગ્યા છે જ્યાં લોકો પિલેટ્સની પ્રેક્ટિસ કરી શકે છે, જે ફિઝિકલ સ્ટ્રેન્થ, સુગમતા, પોસ્ચર અને માનસિક જાગૃતિ સુધારવા માટે ડિઝાઇન કરેલી કસરત સિસ્ટમ છે. પિલેટ્સ સ્ટુડિયો સામાન્ય રીતે રિફોર્મર, મેટ જેવા ખાસ સાધનો પૂરા પાડે છે અને અહીં ગ્રુપ ક્લાસ અને વ્યક્તિગત સત્રો પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ