બીસીસીઆઈ પ્રમુખ રોજર બિન્નીનું રાજીનામું, રાજીવ શુક્લા કાર્યકારી પ્રમુખની જવાબદારી સંભાળશે : રિપોર્ટ

રાજીવ શુક્લા બીસીસીઆઈના વચગાળાના પ્રમુખ બન્યા : મીડિયા રિપોર્ટ પ્રમાણે BCCI પ્રમુખ રોજર બિન્નીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. નવા પ્રમુખની પસંદગી થાય ત્યાં સુધી રાજીવ શુક્લા બીસીસીઆઈના કાર્યકારી પ્રમુખની જવાબદારી સંભાળશે

Written by Ashish Goyal
August 29, 2025 15:27 IST
બીસીસીઆઈ પ્રમુખ રોજર બિન્નીનું રાજીનામું, રાજીવ શુક્લા કાર્યકારી પ્રમુખની જવાબદારી સંભાળશે : રિપોર્ટ
BCCI પ્રમુખ રોજર બિન્નીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. રાજીવ શુક્લા બીસીસીઆઈના કાર્યકારી પ્રમુખની જવાબદારી સંભાળશે (BCCI /Express Photo)

BCCI New Interim President Rajeev Shukla: બીસીસીઆઈ પ્રમુખ રોજર બિન્નીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. એક મીડિયા રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્યો છે. નવા પ્રમુખની પસંદગી થાય ત્યાં સુધી રાજીવ શુક્લા બીસીસીઆઈના કાર્યકારી પ્રમુખની જવાબદારી સંભાળશે. તેઓ અગાઉ ઉપાધ્યક્ષની ભૂમિકામાં હતા.

મીટિંગમાં ટીમ ઇન્ડિયાનો નવો સ્પોન્સર શોધવા અંગે ચર્ચા થઈ

મીડિયા રિપોર્ટ પ્રમાણે BCCIની એપેક્સ કમિટીની બેઠક બુધવારે યોજાઈ હતી. રાજીવ શુક્લાએ સર્વોચ્ચ પરિષદની બેઠકની અધ્યક્ષતા કરી હતી. બેઠકનો મુખ્ય એજન્ડા સ્પોન્સરશિપ હતો. તેમાં ડ્રીમ11 સાથેનો કરાર સમાપ્ત કરવા અને આગામી અઢી વર્ષ માટે નવો સ્પોન્સર શોધવા અંગે ચર્ચા થઈ હતી.

અહેવાલ મુજબ એશિયા કપમાં બે અઠવાડિયા પણ બાકી નથી તેથી ત્યાં સુધીમાં નવો સ્પોન્સર શોધવો મુશ્કેલ છે. અહેવાલમાં સૂત્રને ટાંકીને કહેવામાં આવ્યું છે કે હવે બે અઠવાડિયા પણ બાકી નથી. અમે પ્રયાસ કરી રહ્યા છીએ પરંતુ નવું ટેન્ડર જારી કરવામાં, કાનૂની પ્રક્રિયા અને અન્ય તકનીકી બાબતોનું પાલન કરવામાં સમય લાગે છે.

સૂત્રએ શોર્ટ ટર્મ એટલે કે ફક્ત એશિયા કપ માટે અલગ સ્પોન્સર લાવવાના સવાલ પર કહ્યું કે આવું કરવામાં આવશે નહીં. 2027 ના ODI વર્લ્ડ કપ સુધી સ્પોન્સર લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો – લલિત મોદીએ હરભજન-શ્રીસંત થપ્પડ કાંડનો VIDEO જાહેર કર્યો, 17 વર્ષ પછી આખી ઘટના જણાવી

રાજીવ શુક્લા કાર્યકારી પ્રમુખની ભૂમિકામાં રહેશે

નવા BCCI પ્રમુખની ચૂંટણી સુધી રાજીવ શુક્લા કાર્યકારી પ્રમુખની ભૂમિકામાં રહેશે. રાષ્ટ્રીય રમતગમત વહીવટ કાયદો બન્યા પછી BCCI એ આવતા મહિને પોતાની વાર્ષિક સામાન્ય સભા કરાવવા સવાય ચૂંટણી પર કરાવવી પડશે.

હાલમાં BCCIનો વહીવટ લોઢા સમિતિની ભલામણો પર સુપ્રીમ કોર્ટના આદેશ પછી બનાવેલા બંધારણ અનુસાર ચાલે છે. જ્યાં સુધી સંસદ દ્વારા પસાર કરાયેલા નવા રમતગમત કાયદાની સૂચના જારી ન થાય ત્યાં સુધી BCCI અને રાજ્ય ક્રિકેટ એસોસિયેશને તે સંવિધાન પ્રમાણે ચાલવું પડશે. લોઢા સમિતિની ભલામણો તેમના પર લાગુ રહેશે. તે મુજબ, અધિકારીઓ 70 વર્ષની ઉંમર પછી પદ સંભાળી શકતા નથી. નવા કાયદાની સૂચના જારી થયા પછી ઉંમરનું આ બંધન રહેશે નહીં.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ