Masters league cricket 2025 News: ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ ક્રિકેટ 2025 પોઈન્ટ ટેબલ પર ઇન્ડિયા માસ્ટર્સ મોખરે છે. ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્ત થનાર ખેલાડીઓની T20 ફોર્મેટની આ ખાસ ટુર્નામેન્ટ 22 ફેબ્રુઆરીથી શરુ થઇ છે. માસ્ટર્સ લીગ ફાઇનલ 16 માર્ચે રાયપુર સ્ટેડિયમ ખાતે રમાશે. સચિન તેંડુલકર ના નેતૃત્વમાં ઇન્ડિયા માસ્ટર્સ જોરદાર દેખાવ કરી રહ્યા છે અને ચેમ્પિયન બને એવી પ્રબળ શક્યતા જોવાઇ રહી છે. અહીં માસ્ટર્સ લીગ 2025 ટીમ શેડ્યુલ, પોઈન્ટ ટેબલ, પરિણામ, રેકોર્ડ સહિત તમામ વિગત જાણો.
2025 ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ એ માસ્ટર્સ લીગની શરુઆતની પ્રથમ આવૃત્તિ છે. આ ટુર્નામેન્ટ ભારતમાં રમાઇ રહી છે. ટી20 ફોર્મેટની આ ટુર્નામેન્ટમાં ઇન્ડિયા માસ્ટર્સ, શ્રીલંકા માસ્ટર્સ, વેસ્ટ ઇન્ડીઝ માસ્ટર્સ, ઓસ્ટ્રેલિયા માસ્ટર્સ, દક્ષિણ આફ્રિકા માસ્ટર્સ અને ઇંગ્લેન્ડ માસ્ટર્સ સહિત વિશ્વની છ ટીમો જોડાઇ છે. આ ટુર્નામેન્ટ ભારતમાં નવી મુંબઈ, વડોદરા અને રાયપુર ખાતે રમાઇ રહી છે.
ભારતની યજમાનીમાં માસ્ટર્સ લીગ 2025 કાર્યક્રમ જોઇએ તો 22 ફેબ્રુઆરીથી 12 માર્ચ દરમિયાન છ ટીમો એકબીજા સામે એક એક લીગ મેચ રમશે. પોઈન્ટ ટેબલ પરની ટોચની ચાર ટીમો પ્લે ઓફમાં આવશે. જેમાં પ્રથમ ક્રમાંકિત ટીમ અને ચોથા ક્રમે રહેલ ટીમ વચ્ચે 13 માર્ચે રાયપુર ખાતે પ્રથમ સેમિ ફાઇનલ મુકાબલો થશે. બીજા અને ત્રીજા ક્રમે રહેલ ટીમ વચ્ચે બીજી સેમિ ફાઇનલ મેચ 14 માર્ચે રાયપુર ખાતે રમાશે. ફાઇનલ મેચ 16 માર્ચે રાયપુર ખાતે રમાશે.
ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ 2025 પોઈન્ટ ટેબલ
ટીમ મેચ જીત હાર ટાઇ પોઇન્ટ રનરેટ ઇન્ડિયા માસ્ટર્સ 4 3 1 0 6 3.156 શ્રીલંકા માસ્ટર્સ 3 2 1 0 4 0.677 વેસ્ટ ઇન્ડિઝ માસ્ટર્સ 2 2 0 0 4 0.669 ઓસ્ટ્રેલિયા માસ્ટર્સ 3 1 2 0 2 -0.606 દક્ષિણ આફ્રિકા માસ્ટર્સ 3 1 2 0 2 -1.586 ઇંગ્લેન્ડ માસ્ટર્સ 3 0 3 0 0 -1.785
માસ્ટર્સ લીગ 2025 ક્રિકેટ મેચ શિડ્યુલ અને પરિણામ
ઇન્ડિયા માસ્ટર્સ વિ શ્રીલંકા માસ્ટર્સ – મેચ 1
- 22 ફેબ્રુઆરીએ નવી મુંબઈ સ્થિત ડીવાય પાટિલ સ્ટેડિયમ ખાતે રમાયેલી પહેલી મેચ ઇન્ડિયા માસ્ટર્સ 4 રનથી જીત્યું હતું. ઇન્ડિયા માસ્ટર્સે 20 ઓવરમાં 4 વિકેટ પર 222 રન બનાવ્યા હતા. જેમાં સ્ટુઅર્ટ બિન્ની પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. તેણે 31 બોલમાં 68 બનાવ્યા હતા. જ્યારે જવાબમાં શ્રીલંકા માસ્ટર્સ 20 ઓવરમાં 9 વિકેટ પર 219 રન બનાવી શક્યું હતું. ઇરફાન પઠાણે 4 ઓવરમાં 3 વિકેટ ઝડપી હતી.
ઓસ્ટ્રેલિયા માસ્ટર્સ વિ વેસ્ટ ઇન્ડિઝ માસ્ટર્સ – મેચ 2
- 24 ફેબ્રુઆરીએ નવી મુંબઇ સ્થિત ડીવાય પાટિલ સ્ટેડિયમ ખાતે રમાયેલી બીજી મેચમાં વેસ્ટ ઇન્ડિઝ માસ્ટર્સ 7 વિકેટથી જીત્યું હતું. વેસ્ટ ઇન્ડિઝ ખેલાડી એશ્લે નર્સ પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. તેણે 3 ઓવરમાં 16 રન આપી 3 વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયા માસ્ટર્સે 20 ઓવરમાં 216 રન બનાવ્યા હતા. જવાબમાં વેસ્ટ ઇન્ડિઝ માસ્ટર્સે આ ટારેગટ 19.2 ઓવરમાં 3 વિકેટ પર પૂર્ણ કર્યો હતો. લેન્ડલ સિમન્સ 44 બોલમાં 94 રને અણનમ રહ્યો હતો.
ઇંગ્લેન્ડ માસ્ટર્સ વિ ઇન્ડિયા માસ્ટર્સ – મેચ 3
- 25 ફેબ્રુઆરીએ નવી મુંબઇ સ્થિત ડીવાય પાટિલ સ્ટેડિયમ ખાતે રમાયેલ માસ્ટર્સ લીગ 2025ની ત્રીજી મેચમાં ઇન્ડિયા માસ્ટર્સ 9 વિકેટથી જીત્યું હતું. ભારતીય ખેલાડી પવન નેગી પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. ઇંગ્લેન્ડ માસ્ટર્સ 20 ઓવરમાં 8 વિકેટ પર 132 રન બનાવ્યા હતા જે ઇન્ડિયા માસ્ટર્સે 11.4 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 133 રન બનાવી મેચ જીતી હતી. ઇન્ડિયા માસ્ટર્સ ગુરકીરત સિંહે 35 બોલમાં 63 રન ફટકાર્યા હતા.
દક્ષિણ આફ્રિકા માસ્ટર્સ વિ શ્રીલંકા માસ્ટર્સ – મેચ 4
- 26 ફેબ્રુઆરી એ નવી મુંબઇ સ્થિત ડીવાય પાટિલ સ્ટેડિયમ ખાતે રમાયેલી ચોથી મેચ શ્રીલંકા માસ્ટર્સ 7 વિકેટથી જીત્યું હતું. શ્રીલંકન ખેલાડી અસેલા ગુણારત્ને પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. તેણે 33 બોલમાં 59 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકા માસ્ટર્સે 20 ઓવરમાં 6 વિકેટ પર 180 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકા માસ્ટર્સે 17.2 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 183 રન બનાવી મેચ જીતી હતી.
વેસ્ટ ઇન્ડીઝ માસ્ટર્સ વિ ઇંગ્લેન્ડ માસ્ટર્સ – મેચ 5
- 27 ફેબ્રુઆરીએ નવી મુંબઇ સ્થિત ડીવાય પાટિલ સ્ટેડિયમ ખાતે રમાયેલી 5મી મેચમાં વેસ્ટ ઇન્ડિઝ માસ્ટર્સ 8 રનથી જીત્યું હતું. સુલેમાન બેન પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. તેણે 4 ઓવરમાં માત્ર 11 રન આપી 2 વિકેટ લીધી હતી. વેસ્ટ ઇન્ડિઝ માસ્ટર્સે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 179 રન બનાવ્યા હતા. જ્યારે ઇંગ્લેન્ડ માસ્ટર્સ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી માત્ર 171 રન જ બનાવી શક્યું હતું.
ઓસ્ટ્રેલિયા માસ્ટર્સ વિ શ્રીલંકા માસ્ટર્સ – મેચ 6
- 28 ફેબ્રુઆરીએ વડોદરા સ્થિત બરોડા ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાયેલી છઠ્ઠી મેચ શ્રીલંકા માસ્ટર્સ 3 વિકેટથી જીત્યું હતું. ઓસ્ટ્રેલિયાએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 217 રન કર્યા હતા. જ્યારે શ્રીલંકા માસ્ટર્સે 19.2 ઓવરમાં 7 વિકેટ પર 222 રન બનાવી મેચ જીતી હતી. ઉપુલ થરંગા પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. તેણે 54 બોલમાં સદી સાથે 102 રન કર્યા હતા.
દક્ષિણ આફ્રિકા માસ્ટર્સ વિ ઇન્ડિયા માસ્ટર્સ – મેચ 7
- વડાદરા સ્થિત બરોડા ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે 1 માર્ચે રમાયેલી 7મી મેચ ઇન્ડિયા માસ્ટર્સ 8 વિકેટથી જીત્યું હતું. દક્ષિણ આફ્રિકા માસ્ટર્સ 13.2 ઓવરમાં 85 રન બનાવી ઓલ આઉટ થયા હતા. ઇન્ડિયા માસ્ટર્સે માત્ર 11 ઓવરમાં 2 વિકેટ ગુમાવી 89 રન બનાવી મેચ જીતી લીધી હતી. રાહુલ શર્મા પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. રાહુલ શર્માએ હેટ્રિક લીધી હતી.
ઇંગ્લેન્ડ માસ્ટર્સ વિ દક્ષિણ આફ્રિકા માસ્ટર્સ – મેચ 8
- 3 માર્ચે બરોડા ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાયેલી 8મી મેચ દક્ષિણ આફ્રિકા માસ્ટર્સ 7 વિકેટથી જીત્યું હતું. હાશિમ અમલા પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો. જેણે 55 બોલમાં 82 રન કર્યા હતા. ઇંગ્લેન્ડ માસ્ટર્સે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 157 રન બનાવ્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકા માસ્ટર્સે 18.1 ઓવરમાં 3 વિકેટ પર 159 રન બનાવી મેચ જીતી હતી.
ઓસ્ટ્રેલિયા માસ્ટર્સ વિ ઇન્ડિયા માસ્ટર્સ – મેચ 9
- 5 માર્ચે બરોડા ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે રમાયેલી 9મી મેચ ઓસ્ટ્રેલિયા માસ્ટર્સ 95 રનથી જીત્યું હતું. ઓસ્ટ્રેલિયા માસ્ટર્સે 20 ઓવરમાં 1 વિકેટ ગુમાવી 269 રન કર્યા હતા. પ્લેયર ઓફ ધ મેચ બેન ડંક 53 બોલમાં 132 રન બનાવી અણનમ રહ્યો હતો. જવાબમાં ઇન્ડિયા માસ્ટર્સ 20 ઓવરમાં 174 રન બનાવી ઓલ આઉટ થયું હતું.
વેસ્ટ ઇન્ડિઝ માસ્ટર્સ વિ શ્રીલંકા માસ્ટર્સ – મેચ 10
- 6 માર્ચે વડોદરા સ્થિત બરોડા ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે વેસ્ટ ઇન્ડિઝ માસ્ટર્સ અને શ્રીલંકા માસ્ટર્સ વચ્ચે લીગની 10મી મેચ રમાશે. સાંજે 7-30 કલાકે મેચ શરુ થશે.
માસ્ટર્સ લીગ 2025 ટીમ ખેલાડીઓ
ઇન્ડિયા માસ્ટર્સ
સચિન તેંડુલકર, યુવરાજ સિંહ, સુરેશ રૈના, યુસુફ પઠાણ, ઇરફાન પઠાણ, અભિમન્યુ મિથુન, સ્ટુઅર્ટ બિન્ની, ધવલ કુલકર્ણી, વિનય કુમાર, અંબાતી રાયડુ, રાહુલ શર્મા, ગુરકીરત સિંહ, નમન ઓઝા, પવન નેગી અને શાહબાઝ નદીમ
ઓસ્ટ્રેલિયા માસ્ટર્સ
શેન વોટસન, શોન માર્શ, બેન ડંક, બેન કટિંગ, બેન લાફલિન, બેન હિલ્ફેનહાઉસ, ડેન ક્રિશ્ચિયન, પીટર નેવિલ, નાથન રિઅર્ડન, કેલમ ફર્ગ્યુસન, બ્રાયસ મેકગેઇન, જેસન ક્રેઝા, ઝેવિયર ડોહર્ટી, જેમ્સ પેટિન્સન અને નાથન કુલ્ટર નાઇલ
ઇંગ્લેન્ડ માસ્ટર્સ
ઇયોન મોર્ગન, ઇયાન બેલ, ફિલ મસ્ટર્ડ, ટિમ બ્રેસ્નન, દિમિત્રી મસ્કરેન્હાસ, મોન્ટી પાનેસર, રાયન સાઇડબોટમ, સ્ટીવન ફિન, સ્ટુઅર્ટ મીકર, ક્રિસ સ્કોફિલ્ડ, ક્રિસ ટ્રેમલેટ, ટિમ એમ્બ્રોઝ, જો ડેનલી, બોયડ રેન્કિન અને ડેરેન મેડી
દક્ષિણ આફ્રિકા માસ્ટર્સ
જેક્સ કાલિસ, હાશિમ અમલા, અલ્વિરો પીટરસન, જેક્સ રુડોલ્ફ, જોન્ટી રોડ્સ, મોર્ને વાન વિક, ફરહાન બેહરદીન, એડી લી, હેનરી ડેવિડ્સ, થાંડી ત્શાબાલાલા, વર્નોન ફિલેન્ડર, ડેન વિલાસ, ગાર્નેટ ક્રુગર અને મખાયા ન્તિની
શ્રીલંકા માસ્ટર્સ
કુમાર સંગાકારા, રોમેશ કાલુવિથરણા, ઉપુલ થરંગા, લાહિરુ થિરિમાને, અસેલા ગુણારત્ને, ધમ્મિકા પ્રસાદ, ચતુરંગા ડી સિલ્વા, સીક્કુગે પ્રસન્ના, ઇસુરુ ઉદાના, સુરંગા લકમલ, નુવાન પ્રદીપ, દિલરુવાન પરેરા, જીવન મેન્ડિસ, અશન પ્રિયંજન અને ચિંતાકા જયસિંહે
વેસ્ટ ઇન્ડીઝ માસ્ટર્સ
બ્રાયન લારા, ક્રિસ ગેઇલ, એશ્લે નર્સ, લેન્ડલ સિમન્સ, ડ્વેન સ્મિથ, નરસિંહ દેવનારીન, કિર્ક એડવર્ડ્સ, ચેડવિક વોલ્ટન, દિનેશ રામદીન, ફિડેલ એડવર્ડ્સ, વિલિયમ્સ પર્કિન્સ, ટીનો બેસ્ટ, સુલેમાન બેન, જેરોમ ટેલર અને રવિ રામપોલ