IPL 2025 Final: આઈપીએલના ઈતિહાસમાં વિરાટ કોહલીએ સૌથી મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો

IPL 2025 Virat Kohli record: વિરાટ કોહલીએ પંજાબ સામે 1 ચોગ્ગો ફટકારતા જ ઇતિહાસ રચ્યો છે. તેણે શિખર ધવનને પાછળ છોડી દીધો છે, જેના નામે આઈપીએલમાં સૌથી વધુ ચોગ્ગા ફટકારવાનો રેકોર્ડ હતો.

Written by Rakesh Parmar
Updated : June 03, 2025 21:27 IST
IPL 2025 Final: આઈપીએલના ઈતિહાસમાં વિરાટ કોહલીએ સૌથી મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો
વિરાટ કોહલીએ પંજાબ સામે 1 ચોગ્ગો ફટકારતા જ ઇતિહાસ રચ્યો છે. (તસવીર: સોશિયલ મીડિયા)

IPL 2025, Virat Kohli Record: આઈપીએલ 2025 ની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં RCB પહેલા બેટિંગ કરી રહ્યું છે. ઓપનરની ભૂમિકામાં આવેલા વિરાટ કોહલીએ ફાઇનલ મેચમાં ઇતિહાસ રચ્યો છે. કિંગ કોહલીએ 1 ચોગ્ગો ફટકારતા જ ઇતિહાસ રચી દીધો છે. તેણે શિખર ધવનનો રેકોર્ડ તોડી નાખ્યો છે.

વિરાટ કોહલીએ ઇતિહાસ રચ્યો

વિરાટ કોહલીએ પંજાબ સામે 1 ચોગ્ગો ફટકારતા જ ઇતિહાસ રચ્યો છે. તેણે શિખર ધવનને પાછળ છોડી દીધો છે, જેના નામે આઈપીએલમાં સૌથી વધુ ચોગ્ગા ફટકારવાનો રેકોર્ડ હતો. પરંતુ હવે IPLમાં સૌથી વધુ ચોગ્ગા ફટકારવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. વિરાટે પંજાબ સામેની મેચમાં કૂલ ત્રણ ફોર ફટરી છે. હવે તેણે આઈપીએલમાં સૌથી વધુ 771 ચોગ્ગા ફટકાર્યા છે, જ્યારે ધવનના નામે 768 ચોગ્ગા છે. ડેવિડ વોર્નર ત્રીજા સ્થાને છે, જેણે IPLમાં 663 ચોગ્ગા ફટકાર્યા છે. રોહિત શર્મા 640 ચોગ્ગા સાથે ચોથા નંબર પર છે.

વિરાટ કોહલીએ સ્થિર શરૂઆત આપી

પંજાબ કિંગ્સ સામેની ફાઇનલ મેચમાં વિરાટ કોહલીએ તેની ટીમ RCBને સ્થિર શરૂઆત આપી. તે જોખમી શોટ રમ્યો નહીં. પરંતુ તે અઝમતુલ્લાહ ઉમરઝાઈની ઓવરમાં કેચ આઉટ થઈ ગયો. વિરાટ કોહલી 35 બોલમાં 43 રન બનાવીને આઉટ થયો.

આ પણ વાંચો: RCB પર લગાવ્યો ‘ડ્રેક શ્રાપ’ના નામે ઓળખાતા રેપરે લગાવ્યો 6 કરોડનો સટ્ટો

RCB અને પંજાબ કિંગ્સ બંને પોતાનો પહેલો IPL ખિતાબ જીતવા માટે લડી રહ્યા છે. RCB અને પંજાબ 18 વર્ષના દુષ્કાળનો અંત લાવવા માંગે છે. હાલમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કરો યા મરોની જંગ જેવી રોમાંચક મેચ રમી રહ્યા છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ