IPL 2025 Final: RCB ની જીત સાથે કિંગ કોહલીની આંખમાં આવ્યા હર્ષના આંસૂ, અનુષ્કા પણ થઈ ભાવુક

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ 2025ની ટ્રોફી જીતતાની સાથે જ આખા સ્ટેડિયમમાં RCB-RCB ના નારા ગુંજવા લાગ્યા હતા. 17 વર્ષ બાદ આરસીબીની જીત થતા વિરાટ કોહલી મેદાનમાં જ ભાવુક થઈ ગયો હતો.

Written by Rakesh Parmar
Updated : June 03, 2025 23:58 IST
IPL 2025 Final: RCB  ની જીત સાથે કિંગ કોહલીની આંખમાં આવ્યા હર્ષના આંસૂ, અનુષ્કા પણ થઈ ભાવુક
17 વર્ષ બાદ આરસીબીની જીત થતા વિરાટ કોહલી મેદાનમાં ભાવુક થયો. (તસવીર: સોશિયલ મીડિયા)

IPL 2025 Final: આઈપીએલ 2025ની ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં પંજાબની ટીમને RCB એ 6 રને હરાવ્યું હતું. જે બાદ વિરાટ કોહલી સ્ટેડિયમમાં જ ભાવુક થઈ ગયો અને તેની આંખોમાં હર્ષના આંસૂ આવી ગયા હતા. RCB ની જીત બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરૂના તમામ ખેલાડીઓ વિરાટ કોહલીને ભેટી પડ્યા હતા. ત્યાં જ અનુષ્કા શર્મા પણ આ ક્ષણો દરમિયાન ભાવુક થઈ ગઈ હતી.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ 2025ની ટ્રોફી જીતતાની સાથે જ આખા સ્ટેડિયમમાં RCB-RCB ના નારા ગુંજવા લાગ્યા હતા. 17 વર્ષ બાદ આરસીબીની જીત થતા વિરાટ કોહલી મેદાનમાં જ ભાવુક થઈ ગયો હતો. તેની આંખામાંથી આંસૂ નિકળવા લાગ્યા હતા. ત્યાં જ ટીમના તમામ ખેલાડીઓ કિંગ કોહલી તરફ આવીને તેને ભેટી પડ્યા હતા. બીજી તરફ પ્રેક્ષક ગેલેરીમાં અનુષ્કા શર્મા પણ ભાવુક થઈ ગઈ હતી.

IPL 2025 ની ફાઇનલમાં RCB એ પંજાબ કિંગ્સને 6 રનથી હરાવ્યું અને આ જીત પછી ભૂતપૂર્વ કેપ્ટન અને ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી મેદાન પર બાળકની જેમ રડવા લાગ્યો હતો. ત્યાં જ મેચ પૂરી થયા પછી તેની પત્ની અનુષ્કા શર્માએ કોહલીને ગળે લગાવીને અભિનંદન આપ્યા અને તેની આંખોમાં આંસુ પણ જોવા મળ્યા હતા.

ફાઇનલ મેચમાં પંજાબે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો અને પછી RCB એ પહેલા રમતા 20 ઓવરમાં 9 વિકેટે 190 રન બનાવ્યા. જેના જવાબમાં પંજાબની ટીમે સંઘર્ષ કર્યો અને 20 ઓવરમાં 7 વિકેટે 184 રન બનાવ્યા અને આ ટીમને 6 રનથી નજીકનો પરાજય મળ્યો.

કોહલીનું સપનું પુરૂ થયું

જ્યારે વિરાટ કોહલીની ટીમ જીતની નજીક આવી ત્યારે વિરાટ કોહલીની આંખોમાં આંસુ જોવા મળ્યા અને તે પોતાની લાગણી પર કાબૂ રાખી શક્યો નહીં. જીત બાદ તે તેના સાથી ખેલાડીઓ સાથે ઉજવણી કરતો જોવા મળ્યો અને તેની આંખોમાં ખુશીના આંસુ જોવા મળ્યા. કોહલીને બધા ખેલાડીઓએ અભિનંદન આપ્યા, જ્યારે તેની પત્ની અનુષ્કા શર્માએ તેને ગળે લગાવીને અભિનંદન આપ્યા. આ દરમિયાન અનુષ્કા પણ રડતી જોવા મળી.

https://www.instagram.com/p/DKcsJe-swn7

વિરાટ કોહલીનો હાઈએસ્ટ સ્કોર

પંજાબ કિંગ્સ સામેની ફાઇનલ મેચમાં વિરાટ કોહલીએ તેની ટીમ RCBને સ્થિર શરૂઆત અપાવી હતી. તે જોખમી શોટ રમ્યો નહીં. પરંતુ તે અઝમતુલ્લાહ ઉમરઝાઈની ઓવરમાં કેચ આઉટ થઈ ગયો. વિરાટ કોહલી 35 બોલમાં 43 રન બનાવીને આઉટ થયો હતો. જે તેની ટીમ માટે આજની મેચનો હાઈએસ્ટ સ્કોર હતો.

આ પણ વાંચો: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, શિખર ધવનનો રેકોર્ડ ધ્વસ્ત

વિરાટ કોહલીએ ઇતિહાસ રચ્યો

વિરાટ કોહલીએ પંજાબ સામે 1 ચોગ્ગો ફટકારતા જ ઇતિહાસ રચ્યો છે. તેણે શિખર ધવનને પાછળ છોડી દીધો છે, જેના નામે આઈપીએલમાં સૌથી વધુ ચોગ્ગા ફટકારવાનો રેકોર્ડ હતો. પરંતુ હવે IPLમાં સૌથી વધુ ચોગ્ગા ફટકારવાનો રેકોર્ડ વિરાટ કોહલીના નામે છે. વિરાટે પંજાબ સામેની મેચમાં કૂલ ત્રણ ફોર ફટરી છે. હવે તેણે આઈપીએલમાં સૌથી વધુ 771 ચોગ્ગા ફટકાર્યા છે, જ્યારે ધવનના નામે 768 ચોગ્ગા છે. ડેવિડ વોર્નર ત્રીજા સ્થાને છે, જેણે IPLમાં 663 ચોગ્ગા ફટકાર્યા છે. રોહિત શર્મા 640 ચોગ્ગા સાથે ચોથા નંબર પર છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ