IPL 2025, PBKS vs MI: મુંબઈને હરાવીને પંજાબ કિંગ્સ પહોંચ્યું IPL 2025ની ફાઇનલમાં

IPL 2025, Punjab Kings vs Mumbai Indians LIVE Score: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 (IPL 2025) ના ક્વોલિફાયર-2 માં પંજાબ કિંગ્સ (PBKS) રવિવાર (1 જૂન) ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI) નો સામનો કરશે.

Written by Rakesh Parmar
Updated : June 02, 2025 01:41 IST
IPL 2025, PBKS vs MI: મુંબઈને હરાવીને પંજાબ કિંગ્સ પહોંચ્યું IPL 2025ની ફાઇનલમાં
IPL 2025, PBKS vs MI LIVE Score: આજે અમદાવાદમાં મુંબઈ વિરુદ્ધ પંજાબનો મુકાબલો.

IPL 2025, Punjab Kings vs Mumbai Indians: આઈપીએલ 2025ની ક્વોલિફાયર-2 મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે પંજાબ કિંગ્સ સામે 20 ઓવરના અંતે 203 રન બનાવ્યા છે. હવે પંજાબની ટીમને જીતવા માટે 204 રનનો ટાર્ગેટ મળ્યો છે. મુંબઈ તરફથી સૂર્યકુમાર યાદવ, તિલક વર્માએ 44-44 રન બનાવ્યા છે. ત્યાં જ જોની બેરસ્ટોયે 38 અને નમન ધીરે 37 રન બનાવ્યા. પંજાબ કિંગ્સ તરફથી અઝમતુલ્લા ઓમરઝઈએ 2 વિકેટ લીધી.

IPL 2025 માં અમદાવાદમાં રમાયેલી 14 ઇનિંગ્સમાંથી 9 ઇનિંગ્સે 200 થી વધુ રન બનાવ્યા છે. આ ટ્રેન્ડ રવિવારે પણ ચાલુ રહેવાની અપેક્ષા છે. મુંબઈ અહીં 6 માંથી 5 મેચ હારી ગયું છે. હાર્દિક પંડ્યાની ટીમ માટે સારા સમાચાર એ છે કે દીપક ચહર આ મેચમાં રમતો જોઈ શકાય છે. યુઝવેન્દ્ર ચહલ પંજાબ કિંગ્સ માટે રમતા જોઈ શકાય છે.

પંજાબ કિંગ્સ મુંબઈ સામે 33 માંથી 17 મેચ હારી ગયું છે. 2022 થી તેઓ 5 માંથી 3 મેચ જીતી ચૂક્યા છે. મુંબઈ ક્વોલિફાયર-2 માં 2 મેચ જીતી ચૂક્યું છે અને 2 હારી ગયું છે. પંજાબ એક વાર ક્વોલિફાયર-2 રમ્યું છે. 2014 માં તેણે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 24 રનથી જીત મેળવી હતી.

મુંબઈ ઈન્ડિયન્સે સાવધાન રહેવું પડશે

ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 ના ક્વોલિફાયર-2માં પંજાબ કિંગ્સ મુંબઈ ઈન્ડિયન્સનો સામનો કરશે. 25 માર્ચે પંજાબ કિંગ્સે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સ સામે 243 રન બનાવીને IPL 2025ની શરૂઆત કરી. પંજાબ ટીમ 1 અને 3 મેના રોજ પણ 25 માર્ચ જેવું પ્રદર્શન કરવા માંગશે.

Live Updates

PBKS vs MI Live Score: પંજાબની શાનદાર જીત

આઈપીએલ 2025 ની ક્વોલિફાયર-2 મેચમાં મુંબઈને હરાવીને પંજાબ કિંગ્સ ફાઇનલમાં પહોંચી ગઈ છે. હવે મંગળવારના રોજ પંજાબ અને RCB વચ્ચે ફાઇનલ મેચ રમાશે.

PBKS vs MI Live Score: પંજાબને 12 બોલમાં 23 રનની જરૂર

મુંબઈ અને પંજાબ વચ્ચેની મેચ રોમાંચક બની ગઈ છે. પંજાબની ટીમને જીતવા માટે 12 બોલમાં 23 રનની જરૂર છે.

PBKS vs MI Live Score: પંજાબ કિંગ્સને પાચમો ઝટકો

પંજાબ કિંગ્સને પાચમો ઝટકો શશાંક સિંહના રૂપમાં મળ્યો છે. પંજાબને જીતવા માટે 19 બોલમાં 35 રનની જરૂર છે.

PBKS vs MI Live Score: વાઢેરા અડધી સદી ચૂકી ગયો

મુંબઈ ઇન્ડિયન્સને નેહલ વાઢેરાના રૂપમાં મોટી સફળતા મળી જે અડધી સદી ચૂકી ગયો.

PBKS vs MI Live Score: જોશ ઈંગ્લિશ 38 રન બનાવીને આઉટ

પંજાબ કિંગ્સને ત્રીજો ઝટકો લાગ્યો છે. જોશ ઈંગ્લિશ 21 બોલમાં 38 રન બનાવીને પેવેલિયન ફર્યો છે. આંઠ ઓરના અંતે પંજાબ કિંગ્સનો લાઇવ સ્કોર 72/3.

PBKS vs MI Live Score: પ્રિયાંશ આર્યા આઉટ

પંજાબ કિંગ્સને બીજો ઝટકો પ્રિયાંશ આર્યાના રૂપમાં લાગ્યો છે. પ્રિયાંશ 10 બોલમાં 20 રન બાનવીને આઉટ થયો છે. તેની વિકેટ અશ્વિની કુમારે લીધી.

PBKS vs MI Live Score: પંજાબને પ્રથમ ઝટકો

ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટે ઇમ્પેક્ટ પ્લેયર તરીકે આવેલા પ્રભસિમરન સિંહને આઉટ કરીને પંજાબ કિંગ્સને પહેલો ફટકો આપ્યો છે.

PBKS vs MI Live Score: પંજાબને જીતવા માટે 204 રનનો ટાર્ગેટ

મુંબઈ ઈન્ડિયન્સે પંજાબ કિંગ્સ સામે 20 ઓવરના અંતે 203 રન બનાવ્યા છે. હવે પંજાબની ટીમને જીતવા માટે 204 રનનો ટાર્ગેટ મળ્યો છે. મુંબઈ તરફથી સૂર્યકુમાર યાદવ, તિલક વર્માએ 44-44 રન બનાવ્યા છે. ત્યાં જ જોની બેરસ્ટોયે 38 અને નમન ધીરે 37 રન બનાવ્યા. પંજાબ કિંગ્સ તરફથી અઝમતુલ્લા ઓમરઝઈએ 2 વિકેટ લીધી.

PBKS vs MI Live Score: નમન ધીર આઉટ

પંજાબ કિંગ્સે 20મી ઓવરમાં મુંબઈ ઈન્ડિયન્સને છઠ્ઠો ઝટકો આપ્યો છે. નમન ધીર 18 બોલમાં 37 રન બનાવીને આઉટ થયો છે.

PBKS vs MI Live Score: હાર્દિક પંડ્યા આઉટ

મુંબઈ ઈન્ડિયન્સને પાચમો ઝટકો હાર્દિક પંડ્યાના સ્વરૂપમાં મળ્યો છે. હાર્દિક પંડ્યા 13 બોલમાં 15 રન બનાવીને આઉટ થઇ ગયો છે.

PBKS vs MI Live Score: તિલક વર્મા આઉટ

પંજાબ કિંગ્સને તિલક વર્માના રૂપમાં મોટી સફળતા મળી છે. સૂર્યકુમારની જેમ તિલક પણ અડધી સદી ફટકારવાનું ચૂકી ગયો છે. તિલક 29 બોલમાં બે ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 44 રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો છે.

PBKS vs MI Live Score: સૂર્યકુમાર અડધી સદી ચૂકી ગયો

મુંબઈ ઈન્ડિયન્સને સૂર્યકુમાર યાદવના રૂપમાં ત્રીજો ફટકો પડ્યો છે. સૂર્યકુમાર અને તિલક વર્મા વચ્ચે શાનદાર ભાગીદારી ચાલી રહી હતી અને સૂર્યકુમાર અડધી સદી તરફ આગળ વધી રહ્યો હતો, પરંતુ ચહલે તેને પોતાનો શિકાર બનાવ્યો. સૂર્યકુમાર અડધી સદી ફટકારવામાં ચૂકી ગયો અને 26 બોલમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 44 રન બનાવીને આઉટ થયો.

PBKS vs MI Live Score: મુંબઈને બીજો ઝટકો

વિજયકુમાર વિશાકે જોની બેયરસ્ટોને આઉટ કરીને મુંબઈ ઈન્ડિયન્સને બીજો ઝટકો આપ્યો છે. બેયરસ્ટો અને તિલક વર્માએ બીજી વિકેટ માટે 51 રનની ભાગીદારી કરી હતી. બેયરસ્ટો 24 બોલમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 38 રન બનાવ્યા બાદ આઉટ થયો હતો. મુંબઈએ સાત ઓવરના અંતે બે વિકેટે 70 રન બનાવી લીધા છે.

PBKS vs MI Live Score: પાવરપ્લે સમાપ્ત

જોની બેયરસ્ટો અને તિલક વર્માએ બીજી વિકેટ માટે શાનદાર ભાગીદારી નોંધાવી છે જેના કારણે મુંબઈ ઈન્ડિયન્સે પાવરપ્લેમાં સ્કોર 60 રનને પાર કરી દીધો છે. મુંબઈએ છ ઓવરના અંતે એક વિકેટ ગુમાવીને 65 રન બનાવી લીધા છે.

PBKS vs MI Live Score: મુંબઈ ઈન્ડિયન્સ લાઇવસ્કોર

મુંબઈ ઈન્ડિયન્સે 4 ઓવરના અંતે એક વિકેટ ગુમાવીને 43 રન બનાવી લીધા છે. હાલમાં જોની બેયરસ્ટો અને તિલક વર્મા ક્રિઝ પર છે.

PBKS vs MI Live Score: રોહિત શર્મા આઉટ

મુંબઈ ઈન્ડિન્સને રોહિત શર્માના સ્વરૂપમાં પ્રથમ ઝટકો લાગ્યો છે. રોહિત 8 રન બનાવીને આઉટ થયો છે.

PBKS vs MI Live Score: બંને ટીમોની પ્લેઇંગ-11

મુંબઈ ઈન્ડિયન્સ: રોહિત શર્મા, જોની બેયરસ્ટો (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, મિશેલ સેન્ટનર, રાજ બાવા, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ, રીસ ટોપલી.

ઈમ્પેક્ટ સબ: અશ્વિની કુમાર, કૃષ્ણન શ્રીજીથ, રઘુ શર્મા, રોબિન મિંજ, બેવોન જેકબ.

પંજાબ કિંગ્સ: પ્રિયાંશ આર્ય, જોશ ઈંગ્લિસ (વિકેટકીપર), શ્રેયસ ઐયર (કેપ્ટન), નેહલ વાઢેરા, માર્કસ સ્ટોઈનિસ, શશાંક સિંહ, અઝમતુલ્લા ઓમરઝઈ, કાઈલ જેમિસન, વિજયકુમાર વિશાક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.

ઈમ્પેક્ટ સબ: પ્રભસિમરન સિંહ, પ્રવીણ દુબે, સૂર્યાંશ શેડગે, ઝેવિયર બાર્ટલ, હરપ્રીત બ્રાર.

PBKS vs MI Live Score: પિચ પરથી કવર હટાવાયું

અમદાવાદમાં વરસાદ બંધ થઈ ગયો છે અને મેદાન પરથી કવર દૂર કરવામાં આવ્યા છે. પંજાબના ખેલાડીઓ મેદાનમાં પ્રવેશી ચૂક્યા છે, જ્યારે રોહિત શર્મા અને જોની બેયરસ્ટો બેટિંગ કરવા માટે તૈયાર છે.

PBKS vs MI Live Score: મેચ શરૂ થવામાં વિલંબ

અમદાવાદમાં ફરી વરસાદ શરૂ થયો છે જેના કારણે મુંબઈ અને પંજાબ વચ્ચેની ક્વોલિફાયર-2 મેચ શરૂ થવામાં વિલંબ થઈ રહ્યો છે.

PBKS vs MI Live Score: પંજાબે ટોસ જીત્યો

પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સ સામે ક્વોલિફાયર-2 મેચમાં ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. આ મહત્વપૂર્ણ મેચ માટે પંજાબે પ્લેઈંગ-11માં એક ફેરફાર કર્યો છે અને સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલની વાપસી થઈ છે જે ઈજાને કારણે છેલ્લી કેટલીક મેચોમાંથી બહાર હતો.

PBKS vs MI LIVE Score: નરેન્દ્ર મોદી સ્ટેડિયમની બહાર ફેન્સનું ઘોડાપૂર

આઈપીએલ 2025ની ક્વોલિફાયર-2 મેચ જોવા માટે અમદાવાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં ક્રિકેટ પ્રેમીઓ આવ્યા છે. ત્યાં જ સ્ટેડિયમની બહાર પણ મોટી સંખ્યામાં ફેન્સ જોવા મળી રહ્યા છ.

PBKS vs MI LIVE Score: હાઇ સ્કોરિંગ મેચ થવાની આશા

આઈપીએલ 2025 માં અમદાવાદમાં રમાયેલી 14 ઈનિંગોમાંથી નવ મેચમાં 200 થી વધુનો સ્કોર બન્યો છે. રવિવારે પણ આ ટ્રેંડ યથાવત રહેવાની સંભાવના છે. આઈપીએલમાં અત્યાર સુધીમાં કોઈ અન્ય ગ્રાઉન્ડમાં આટલી વખત 200થી વધુનો રન બન્યા નથી.

PBKS vs MI LIVE Score: પિચ કેવી રહેશે?

અમદાવાદની પિચ બેટ્સમેનોને અનુકૂળ છે, પરંતુ ટીમો માટીના આધારે તેમની લાઇનઅપમાં ફેરફાર કરે છે. લાલ માટીની વિકેટો સ્પિનરોને મહેનતથી બોલિંગ કરવામાં મદદ કરે છે, જ્યારે કાળી માટીની વિકેટો સ્પિનરો માટે વધુ ફાયદાકારક હોય છે.

PBKS vs MI LIVE Score: અમદાવાદમાં હવામાન કેવું રહેશે?

રવિવારે અમદાવાદનું દિવસનું તાપમાન 38°C ની આસપાસ રહેશે, જે સાંજે ઘટીને 28°C થઈ જશે. રાત્રે ઝાકળ એક મહત્વપૂર્ણ પરિબળ છે, જે ટોસ જીતનાર ટીમોને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લેવા માટે પ્રેરિત કરશે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ