IPL 2025, KKR vs RR: IPL 2025 ની 53મી મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ રહી છે. કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન અજિંક્ય રહાણેએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. પહેલા બેટિંગ કરતા કોલકાતાએ 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 206 રન બનાવ્યા. કોલકાતા તરફથી આન્દ્રે રસેલે 25 બોલમાં 57 રનની તોફાની ઇનિંગ રમી.
પોઈન્ટ ટેબલમાં કોલકાતા 10 મેચમાં 4 જીત સાથે પોઈન્ટ ટેબલમાં સાતમા નંબરે છે. ત્યાં જ રાજસ્થાન રોયલ્સની ટીમ 11 મેચમાં 3 જીત સાથે આઠમા નંબરે છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે આ મેચ કઈ ટીમ જીતે છે.
હેડ ટુ હેડ રેકોર્ડ
IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે અત્યાર સુધીમાં 31 મેચ રમાઈ છે. જેમાંથી KKR એ 15 મેચ જીતી છે અને RR એ 14 મેચ જીતી છે.





