IPL 2025 GT vs CSK: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 (IPL 2025) ની 67મી મેચમાં ગુજરાત ટાઇટન્સ (GT) રવિવારે (25 મે) અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે ટકરાશે. ચેન્નાઈ સુપર કિંગ્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.
ડેવોન કોનવેની ડેવાલ્ડ બ્રેવિસની શાનદાર અડધી સદીને કારણે ચેન્નઈ સુપર કિંગ્સે ગુજરાતને જીતવા માટે 231 રનનો લક્ષ્યાંક આપ્યો છે. બ્રેવિસે માત્ર 19 બોલમાં પોતાની અડધી સદી પૂર્ણ કરી, જેના કારણે CSKએ 20 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 230 રન બનાવ્યા છે. CSKએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને તેના માટે કોનવે અને બ્રેવિસે અડધી સદી ફટકારી. બ્રેવિસે અંતે આક્રમક બેટિંગ કરી, જેના કારણે CSK 200 રનનો આંકડો પાર કરવામાં સફળ રહ્યું.
પહેલા બેટિંગ કરતા આયુષ મ્હાત્રે અને કોનવેએ ટીમને સારી શરૂઆત આપી અને પ્રથમ વિકેટ માટે 44 રનની ભાગીદારી કરી. મ્હાત્રે ફોર્મમાં દેખાઈ રહ્યો હતો પરંતુ પ્રસિદ્ધ કૃષ્ણાએ તેને આઉટ કર્યો. મ્હાત્રે 17 બોલમાં 34 રન બનાવીને આઉટ થયો. આ પછી કોનવેએ ઉર્વિલ પટેલ સાથે પણ અડધી સદીની ભાગીદારી કરી, જેને સાઈ કિશોરે ઉર્વિલને આઉટ કરીને તોડી નાખી. ઉર્વિલ 19 બોલમાં 37 રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો. ત્યારબાદ શાહરુખ ખાને શિવમ દુબેને આઉટ કર્યો જે 17 રન બનાવીને આઉટ થયો હતો.