RCB પર ‘ડ્રેક શ્રાપ’ના નામે ઓળખાતા રેપરે 6 કરોડનો સટ્ટો લગાવ્યો, શું વિરાટ કોહલીની ટીમ બનશે ‘શ્રાપ’નો શિકાર?

'કીકી ડુ યુ લવ મી' ગીતના ગાયક ડ્રેકે દુનિયાભરમાં જબરદસ્ત ફેન ફોલોઇંગ ધરાવે છે. તેના પર IPL 2025નો નશો ચઢી ગયો છે. ડ્રેકે પોતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે RCB ને સપોર્ટ કર્યો છે.

Written by Rakesh Parmar
Updated : June 03, 2025 20:43 IST
RCB પર ‘ડ્રેક શ્રાપ’ના નામે ઓળખાતા રેપરે 6 કરોડનો સટ્ટો લગાવ્યો, શું વિરાટ કોહલીની ટીમ બનશે ‘શ્રાપ’નો શિકાર?
રેપર ડ્રેકે કિંગ કોહલીની ટીમ પર લગભગ $750,000 એટલે કે 6 કરોડ 43 લાખ રૂપિયાનો દાવ લગાવ્યો છે. (તસવીર: સોશિયલ મીડિયા)

હોલીવુડના લોકપ્રિય રેપર ડ્રેક (Drake)એ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025 ની ફાઇનલ મેચ પહેલા વિરાટ કોહલીની ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પર મોટો દાવ લગાવ્યો છે. 3 જૂનની સાંજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ફાઇનલ મેચ રમાઈ રહી છે. આ મેચની ચર્ચા સમગ્ર દેશમાં થઈ રહી છે. મેચને લઈને ચાહકોમાં ઉત્સાહ છે. આ મેચની અસર વિદેશોમાં પણ પહોંચી ગઈ છે.

Drake, rapper Drake, IPL 2025
હોલીવુડના લોકપ્રિય રેપર ડ્રેકે RCB પર સટ્ટો લગાવ્યો છે. (તસવીર: ઈન્સ્ટાગ્રામ)

‘કીકી ડુ યુ લવ મી’ ગીતના ગાયક ડ્રેકે દુનિયાભરમાં જબરદસ્ત ફેન ફોલોઇંગ ધરાવે છે. તેના પર IPL 2025નો નશો ચઢી ગયો છે. ડ્રેકે પોતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તેણે RCB ને સપોર્ટ કર્યો છે. ફોટામાં જોઈ શકાય છે કે ડ્રેકે કિંગ કોહલીની ટીમ પર લગભગ $750,000 એટલે કે 6 કરોડ 43 લાખ રૂપિયાનો દાવ લગાવ્યો છે. તેને આમાં નફો થવાની શક્યતા પણ દેખાઈ રહી છે. પોતાની પોસ્ટના કેપ્શનમાં, ડ્રેકે RCB ચાહકોની પ્રખ્યાત લાઇન ‘E Sala Cup Namde’ લખી, જેનો અર્થ છે – આ વર્ષે કપ આપણો રહેશે. ત્યાં જ પંજાબી રેપર કરણ ઔજલાએ પંજાબ કિંગ્સ પર 500,000 ડોલર એટલે કે લગભગ 4 કરોડ 29 લાખ રૂપિયાનો દાવ લગાવ્યો છે.

https://www.instagram.com/p/DKaETcNOd7A

શું ટીમ ડ્રેકના શ્રાપનો શિકાર બનશે?

આ પહેલીવાર નથી જ્યારે ડ્રેકે કોઈ મોટી રમતગમતની ઇવેન્ટ અથવા ખેલાડી પર પૈસા લગાવ્યા હોય. તેણે આ પહેલા પણ આવું કર્યું છે. નોંધનીય છે કે જે પણ હાઇ પ્રોફાઇલ એથ્લેટ અથવા ટીમ રેપર ડ્રેક પર દાવ લગાવે છે, તે હારી જાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, તેને ‘ડ્રેક શ્રાપ’ નામ આપવામાં આવ્યું છે. ‘ડ્રેક શ્રાપ’ સોશિયલ મીડિયા પર મજાક તરીકે શરૂ થયું. જો કે, તે ટૂંક સમયમાં લોકપ્રિય બન્યું, કારણ કે સેરેના વિલિયમ્સથી લઈને કોનોર મેકગ્રેગર અને PSG ટીમથી લઈને ટોરોન્ટો રેપ્ટર્સ સુધી, ડ્રેક સાથે ફોટા અને વીડિયોમાં દેખાયા પછી અચાનક હારી ગયા. ડ્રેક આ ખેલાડીઓ અને ટીમો સાથે સેલ્ફીમાં દેખાયો હોય, મીટ-એન્ડ-ગ્રીટ્સમાં હોય, કે ફક્ત તેમની જર્સી પહેરીને હોય, લોકોની હારની પેટર્ન ખરેખર ચિંતાજનક છે.

આ પણ વાંચો: આઈપીએલ 2025 સમાપન સમારોહમાં ભારતીય સેનાને શ્રદ્ધાંજલિ, આખું સ્ટેડિયમ નાચી ઉઠ્યું

શું RCB આઈપીએલ ફાઇનલ જીતી શક્શે?

તાજેતરમાં આ શ્રાપ વધુ તીવ્ર બન્યો છે, ડ્રેક જાહેરમાં મુખ્ય રમતગમતની ઘટનાઓ પર સટ્ટો લગાવે છે, અને ચાહકો અને શરત લગાવનારાઓ તેના દાવના પરિણામ પર ખૂબ ધ્યાન આપે છે. ઘણા કિસ્સાઓમાં જેમ કે UFC લડાઈઓ અને મોટી ફૂટબોલ મેચોમાં, ડ્રેકે જે ટીમ અથવા ખેલાડી પર દાવ લગાવ્યો છે તે હારી ગઈ છે. આનાથી એવી અફવા ફેલાઈ છે કે શ્રાપ એક દંતકથા છે. જો કે, એવું પણ માની શકાય છે કે શ્રાપ માત્ર એક સંયોગ છે, જોકે રમતગમતની દુનિયા વાર્તા પર ખાસ ધ્યાન આપે છે. ભલે તે સાચું હોય કે માત્ર અંધશ્રદ્ધા, ડ્રેક શ્રાપ એક સાંસ્કૃતિક ઘટના બની ગઈ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ