GT vs LSG Head To Head: આઈપીએલ 2025 સીઝનની 64 મી લીગ મેચ ગુજરાત ટાઇટન્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે ભારતીય સમય મુજબ સાંજે 7:30 વાગ્યે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. ગુજરાતની ટીમે લીગ સ્ટેજમાં અત્યાર સુધી 12 મેચ રમી છે અને તેમાંથી 9 જીતીને પ્લેઓફ માટે પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે, જ્યારે બાકીની બંને મેચ જીતીને તેઓ ટોપ-2 માં સ્થાન મેળવવાની કોશિશ કરશે.
લખનૌ સુપર જાયન્ટ્સ ટીમની વાત કરીએ તો આ સીઝન તેમના માટે બિલકુલ અપેક્ષા મુજબ રહી નથી, જેમાં તેઓ અત્યાર સુધી લીગ સ્ટેજમાં 12 માંથી 7 મેચ હારી ચૂક્યા છે.
GT vs LSG હેડ ટુ હેડ
જો આપણે બંને ટીમો વચ્ચે IPLમાં હેડ ટુ હેડ રેકોર્ડની વાત કરીએ તો સ્પષ્ટપણે જોવા મળે છે કે ગુજરાત ટાઇટન્સ ટીમનનું પલડું ભારે છે. ગુજરાત અને લખનૌ વચ્ચે અત્યાર સુધીમાં 6 મેચ રમાઈ છે, જેમાંથી ગુજરાતની ટીમે 4 મેચ જીતી છે જ્યારે લખનૌ ટીમ 2 મેચ જીતવામાં સફળ રહી છે. બંને ટીમો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પહેલા પણ એક વખત ટકરાઈ હતી અને તે મેચ ગુજરાત ટાઇટન્સે જીતી હતી.
આ પણ વાંચો: દિગ્વેશ રાઠીને લખનઉએ 30 લાખ રૂપિયામાં સાઇન કર્યો હતો, દંડ ભરવામાં જ 17 લાખ રૂપિયા જતા રહ્યા !
તમને જણાવી દઈએ કે, આઇપીએલ 2025ની ફાઇનલ મેચ 3 જૂનના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. બીસીસીઆઇની 20 મે ને મંગળવારે મળેલી મિટિંગમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.