આઈપીએલ 2025 : વરસાદે હૈદરાબાદની બાજી બગાડી, પ્લેઓફની રેસમાંથી બહાર

SRH vs DC Score, Sunrisers Hyderabad vs Delhi Capitals IPL 2025 : આઈપીએલ 2025માં દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચ વરસાદના કારણે રદ. બન્ને ટીમને 1-1 પોઇન્ટ મળ્યા

Written by Ashish Goyal
Updated : May 06, 2025 00:16 IST
આઈપીએલ 2025 : વરસાદે હૈદરાબાદની બાજી બગાડી, પ્લેઓફની રેસમાંથી બહાર
IPL 2025 SRH vs DC : આઈપીએલ 2025, હૈદરાબાદ વિ દિલ્હી વચ્ચે મેચ

SRH vs DC IPL 2025 Updates, Sunrisers Hyderabad vs Delhi Capitals : આઈપીએલ 2025માં દિલ્હી કેપિટલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. બન્ને ટીમને 1-1 પોઇન્ટ મળ્યા છે. દિલ્હીએ 20 ઓવરમાં 7 વિકેટે 133 રન બનાવી લીધા છે. સનરાઇઝર્સ હૈદરાબાદને જીતવા માટે 134 રનનો પડકાર મળ્યો હતો. જોકે વરસાદના કારણે મેચ શક્ય બની ન હતી. મેચ રદ થતા હૈદરાબાદ પ્લેઓફની રેસમાંથી બહાર થઇ ગયું છે.

બન્ને ટીમો આ પ્રમાણે છે

સનરાઇઝર્સ હૈદરાબાદ : અભિષેક શર્મા, ઇશાન કિશન, સચિન બેબી, હેનરિક ક્લાસેન, અનિકેત વર્મા, અભિનવ મનોહર, પેટ કમિન્સ (કેપ્ટન), ઝીશાન અંસારી, હર્ષલ પટેલ, જયદેવ ઉનડકટ, ઇશાન મલિંગા.

દિલ્હી કેપિટલ્સ : ફાફ ડુ પ્લેસિસ, અભિષેક પોરેલ, કરુણ નાયર, કેએલ રાહુલ , ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ (કેપ્ટન), વિપ્રજ નિગમ, મિશેલ સ્ટાર્ક, દુશમંથા ચામીરા, કુલદીપ યાદવ, ટી નટરાજન..

Live Updates

IPL 2025 SRH vs DC Live : દિલ્હી અને હૈદરાબાદ વચ્ચેની મેચ વરસાદના કારણે રદ

આઈપીએલ 2025ની દિલ્હી કેપિટલ્સ સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચેની મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. બન્ને ટીમને 1-1 પોઇન્ટ મળ્યા છે. દિલ્હીએ 20 ઓવરમાં 7 વિકેટે 133 રન બનાવી લીધા છે. સનરાઇઝર્સ હૈદરાબાદને જીતવા માટે 134 રનનો પડકાર મળ્યો હતો. જોકે વરસાદના કારણે મેચ શક્ય બની ન હતી.

IPL 2025 SRH vs DC Live : વરસાદે મેચ અટકાવી

વરસાદના કારણે હૈદરાબાદ અને દિલ્હી વચ્ચેની કારણે મેચ અટકાવવામાં આવી છે. દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 7 વિકેટે 133 રન બનાવી લીધા છે. સનરાઇઝર્સ હૈદરાબાદને જીતવા માટે 134 રનનો પડકાર મળ્યો છે.

IPL 2025 SRH vs DC Live : સનરાઇઝર્સ હૈદરાબાદને 134 રનનો પડકાર

આઈપીએલ 2025ની 55મી મેચમાં દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 7 વિકેટે 133 રન બનાવી લીધા છે. સનરાઇઝર્સ હૈદરાબાદને જીતવા માટે 134 રનનો પડકાર મળ્યો છે.

IPL 2025 SRH vs DC Live : આશુતોષ શર્મા 41 રને આઉટ

આશુતોષ શર્મા 26 બોલમાં 2 ફોર અને 3 સિક્સર સાથે 41 રન બનાવી મલિંગાની ઓવરમાં કેચ આઉટ થયો. દિલ્હીએ 128 રને સાતમી વિકેટ ગુમાવી. ટ્રિસ્ટન સ્ટબ્સના 36 બોલમાં 4 ફોર સાથે અણનમ 41 રન

IPL 2025 SRH vs DC Live : દિલ્હીના 100 રન

દિલ્હી કેપિટલ્સે 16.5 ઓવરમાં 100 રન પુરા કર્યા. ટ્રિસ્ટન સ્ટબ્લ અને આશુતોષ શર્મા રમતમાં છે.

IPL 2025 SRH vs DC Live : વિપ્રજ નિગમ રન આઉટ

વિપ્રજ નિગમ 17 બોલમાં 1 ફોર અને 1 સિક્સર સાથે 18 રને રન આઉટ થયો. દિલ્હીએ 62 રને છઠ્ઠી વિકેટ ગુમાવી.

IPL 2025 SRH vs DC Live : કેએલ રાહુલ 10 રને આઉટ

અક્ષર પટેલ 7 બોલમાં 1 ફોર સાથે 6 રને હર્ષલ પટેલની ઓવરમાં કેચ આઉટ થયો. જ્યારે કેએલ રાહુલ 14 બોલમાં 1 ફોર સાથે 10 રને ઉનડકટનો શિકાર બન્યો. દિલ્હીએ 29 રને પાંચમી વિકેટ ગુમાવી.

IPL 2025 SRH vs DC Live : પોરેલ 8 રને આઉટ

અભિષેક પોરેલ 10 બોલમાં 1 ફોર સાથે 8 રન બનાવી કમિન્સનો ત્રીજો શિકાર બન્યો. દિલ્હીએ 15 રને ત્રીજી વિકેટ ગુમાવી.

IPL 2025 SRH vs DC Live : દિલ્હીએ 6 રનમાં 2 વિકેટ ગુમાવી

કરુણ નાયર પ્રથમ બોલે જ ખાતું ખોલાયા વિના કમિન્સનો શિકાર બન્યો. પ્લેસિસ 8 બોલમાં 3 રન બનાવી કમિન્સની ઓવરમાં કેચ આઉટ થયો. દિલ્હીએ 6 રનમાં 2 વિકેટ ગુમાવી.

IPL 2025 SRH vs DC Live : દિલ્હી કેપિટલ્સ પ્લેઇંગ ઇલેવન

ફાફ ડુ પ્લેસિસ, અભિષેક પોરેલ, કરુણ નાયર, કેએલ રાહુલ , ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ (કેપ્ટન), વિપ્રજ નિગમ, મિશેલ સ્ટાર્ક, દુશમંથા ચામીરા, કુલદીપ યાદવ, ટી નટરાજન.

IPL 2025 SRH vs DC Live : સનરાઇઝર્સ હૈદરાબાદ પ્લેઇંગ ઇલેવન

અભિષેક શર્મા, ઇશાન કિશન, સચિન બેબી, હેનરિક ક્લાસેન, અનિકેત વર્મા, અભિનવ મનોહર, પેટ કમિન્સ (કેપ્ટન), ઝીશાન અંસારી, હર્ષલ પટેલ, જયદેવ ઉનડકટ, ઇશાન મલિંગા.

IPL SRH vs DC Live : હૈદરાબાદે ટોસ જીત્યો, ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

આઈપીએલ 2025ની 55મી મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાઇ રહી છે.

IPL SRH vs DC Live : સનરાઇઝર્સ હૈદરાબાદ વિ દિલ્હી કેપિટલ્સ હેડ ટુ હેડ

આઈપીએલમાં બન્ને વચ્ચે અત્યાર સુધીની હેડ ટુ હેડ મેચની વાત કરીએ તો હૈદરાબાદનું પલડું ભારે છે. આઈપીએલમાં હૈદરાબાદ અને દિલ્હી વચ્ચે અત્યાર સુધીમાં 25 મેચો રમાઇ છે. જેમાં 13 મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો વિજય થયો છે. જ્યારે 12 મેચમાં દિલ્હી કેપિટલ્સનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં હૈદરાબાદનો હાઈએસ્ટ સ્કોર 266 અને લોએસ્ટ સ્કોર 116 રન છે. જ્યારે દિલ્હીનો હાઇએસ્ટ સ્કોર 207 છે અને લોએસ્ટ સ્કોર 80 રન છે.

IPL SRH vs DC Live : હૈદરાબાદ વિ દિલ્હી વચ્ચે મેચ

આઈપીએલ 2025ની 55મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રમાશે. આઈપીએલ 2025માં અત્યાર સુધીમાં હૈદરાબાદ 10 મેચ રમ્યું છે. જેમાં 3 મેચમાં વિજય મેળવ્યો છે અને 7 મેચમાં પરાજય થયો છે. જ્યારે દિલ્હીનો 10 મેચમાંથી 6 મેચમાં વિજય થયો છે અને 4 મેચમાં પરાજય થયો છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ