RR vs MI IPL 2025 Updates, Rajasthan Royals vs Mumbai Indians : રેયાન રિકલ્ટન (61) અને રોહિત શર્માની અડધી સદી (53) બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ 2025માં રાજસ્થાન રોયલ્સ સામે 100 રને ભવ્ય વિજય મેળવ્યો હતો. મુંબઈએ 20 ઓવરમાં 2 વિકેટે 217 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાન 16.1 ઓવરમાં 117 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. આ જીત સાથે મુંબઈ 14 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. બીજી તરફ રાજસ્થાનના અભિયાનનો અંત આવ્યો છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
રાજસ્થાન રોયલ્સ : યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, નીતિશ રાણા, રિયાન પરાગ (કેપ્ટન), ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, જોફ્રા આર્ચર, કુમાર કાર્તિકેયા, મહેશ તિક્ષાના, આકાશ મધવાલ, ફઝલાક ફારુકી.
મુંબઈ ઇન્ડિયન્સ: રેયાન રિકલ્ટન, રોહિત શર્મા, વિલ જેક્સ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, કોરબીન બોચ, દીપક ચાહર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ.