MI vs DC IPL 2025 Updates, Mumbai Indians vs Delhi Capitals : સૂર્યકુમારની યાદવની અડધી સદી (અણનમ 73)બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ 2025માં દિલ્હી કેપિટલ્સ સામે 59 રને વિજય મેળવ્યો છે. મુંબઈએ 20 ઓવરમાં 5 વિકેટે 180 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હી 18.2 ઓવરમાં 121 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું.
આ જીત સાથે મુંબઈએ પ્લેઓફ માટે ક્વોલિફાય કરી લીધું છે. બીજી તરફ દિલ્હીના અભિયાનનો અંત આવ્યો છે. મુંબઈ તરફથી મિચેલ સેન્ટરનર અને બુમરાહે સૌથી વધારે 3-3 વિકેટ ઝડપી હતી..
બન્ને ટીમો આ પ્રમાણે છે
મુંબઈ ઈન્ડિયન્સ : રેયાન રિકેલ્ટન, રોહિત શર્મા, વિલ જેક્સ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડયા (કેપ્ટન), નમન ધીર, મિચેલ સેન્ટનર, દીપક ચાહર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ.
દિલ્હી કેપિટલ્સ : ફાફ ડુ પ્લેસિસ (કેપ્ટન), અભિષેક પોરેલ, સમીર રિઝવી, ટ્રિસ્ટન સ્ટબ્સ, આશુતોષ શર્મા, દુશમંથા ચામીરા, વિપ્રજ નિગમ, માધવ તિવારી, કુલદીપ યાદવ, મુસ્તાફિઝુર રહમાન, મુકેશ કુમાર.