LSG vs RCB IPL 2025 Updates, Lucknow Super Giants vs Royal Challengers Bengaluru: જીતેશ શર્માના અણનમ 85 અને વિરાટ કોહલીના 54 રનની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આઈપીએલ 2025માં લખનઉ સુપર જાયન્ટ્સ સામે 6 વિકેટે વિજય મેળવ્યો છે. લખનઉએ 20 ઓવરમાં 3 વિકેટે 227 રન બનાવ્યા હતા. જવાબમાં બેંગ્લોરે 18.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. આ જીત સાથે આરસીબી પોઇન્ટ ટેબલમાં બીજા નંબરે રહ્યું છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
લખનઉ સુપર જાયન્ટ્સ : મિચેલ માર્શ, નિકોલસ પૂરન, ઋષભ પંત (કેપ્ટન), મેથ્યુ બ્રેટકે, અબ્દુલ સમદ, આયુષ બદોની, હિંમત સિંહ, શાહબાઝ અહમદ, દિગ્વેશ રાઠી, અવેશ ખાન, વિલયમ ઓરુક.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર : વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, મયંક અગવાલ, લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા (કેપ્ટન), રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, યશ દયાલ, સુયશ શર્મા, નુવાન તુષારા.