CSK vs RR IPL 2025 Updates, Chennai Super Kings vs Rajasthan Royals : યુદ્ધવીર સિંહ (3 વિકેટ) અને આકાશ મધવાલ (3 વિકેટ) ચુસ્ત બોલિંગ પછી વૈભવ સૂર્યવંશીની (57)અડધી સદીની મદદથી રાજસ્થાન રોયલ્સે આઈપીએલ 2025માં ચેન્નઇ સુપર કિંગ્સ સામે 6 વિકેટે વિજય મેળવ્યો છે. ચેન્નઇએ 20 ઓવરમાં 8 વિકેટે 187 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાને 17.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. રાજસ્થાને પોતાના અભિયાનનો અંત જીત સાથે કર્યો છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ચેન્નઇ સુપર કિંગ્સ : આયુષ મ્હાત્રે, ઉર્વિલ પટેલ, ડેવોન કોનવે, રવિન્દ્ર જાડેજા, ડેવલ્ડ બ્રેવિસ, શિવમ દુબે, એમએસ ધોની (કેપ્ટન), આર અશ્વિન, અંશુલ કંબોજ, નૂર અહમદ, ખલીલ અહેમદ.
રાજસ્થાન રોયલ્સ : યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, સંજુ સેમસન (કેપ્ટન), રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, વાનિન્દુ હસરંગા, ક્વેના મ્ફાકા, યુદ્ધવીર સિંહ, તુષાર દેશપાંડે, આકાશ મધવાલ.