IPL Final 2025 RCB vs PBKS : આઈપીએલ 2025 ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પંજાબ કિંગ્સને 6 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્રથમ વખત આઇપીએલ ટ્રોફી જીતવા સફળ રહ્યું છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની આ જીતમાં ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાએ મહત્વની ભૂમિકા ભજવી હતી.
કૃણાલ પંડ્યા બેટિંગમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી શક્યો ન હતો અને 5 બોલમાં માત્ર 4 રન જ બનાવી શક્યો હતો. પરંતુ બોલિંગમાં 4 ઓવરમાં માત્ર 17 રન આપ્યા અને પ્રભસિમરન સિંહ અને જોશ ઇંગ્લિસની મહત્વની વિકેટ પણ લીધી હતી.
કૃણાલ પંડ્યાએ મેળવી ખાસ સિદ્ધિ
કૃણાલ પંડ્યાને આઈપીએલ 2025 ની ફાઇનલ પછી પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આ સાથે જ તેણે ઈતિહાસ રચી દીધો છે. આઈપીએલની બે સિઝનની ફાઇનલમાં પ્લેયર ઓફ ધ મેચ જાહેર થનાર તે પ્રથમ ખેલાડી બન્યો હતો. આ પહેલા કૃણાલ પંડ્યા 2017માં મુંબઈ ઈન્ડિયન્સનો સભ્ય હતો ત્યારે આ સિદ્ધિ મેળવી હતી.
2008માં આઈપીએલ પ્રથમ સિઝનની ફાઈનલ ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુસુફ પઠાણ મેન ઓફ ધ મેચ બન્યો હતો. રાજસ્થાન રોયલ્સને જીત સુધી પહોંચાડતા યુસુફ પઠાણે ફાઇનલમાં ચેન્નઈ સુપર કિંગ્સ સામે ત્રણ વિકેટ ઝડપી હતી અને અડધી સદી પણ ફટકારી હતી.
આ પણ વાંચો – આઈપીએલ 2025માં આરસીબી ચેમ્પિયન બન્યા પછી વિરાટ કોહલીએ કહી આવી વાત
અનિલ કુંબલે હારવા છતા મેન ઓફ ધ મેચ બન્યો હતો
રસપ્રદ બાબત એ છે કે ભારતીય દિગ્ગજ સ્પિનર અનિલ કુંબલે એકમાત્ર એવો ખેલાડી છે કે જે ફાઈનલમાં હારવા છતાં પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો હોય. અનિલ કુંબલેએ 2009ની ફાઇનલમાં ડેક્કન ચાર્જર્સ સામે આરસીબી માટે 4/16નો શાનદાર સ્પેલ કર્યો હતો. જોકે તેની ટીમ 6 રનથી હારી ગઈ હતી.
આઈપીએલ 2008 થી 2025 સુધી આઈપીએલ ફાઇનલના પ્લેયર ઓફ ધ મેચ
વર્ષ ફાઇનલ પ્લેયર ઓફ ધ મેચ પ્રદર્શન 2008 રાજસ્થાન રોયલ્સ વિ ચેન્નઈ સુપર કિંગ્સ યુસુફ પઠાણ (આર.આર.) 39 બોલમાં 56 રન22 રનમાં 3 વિકેટ 2009 ડેક્કન ચાર્જર્સ વિ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અનિલ કુંબલે (આરસીબી) 16 રનમાં 4 વિકેટ 2010 ચેન્નઈ સુપર કિંગ્સ વિ મુંબઈ ઈન્ડિયન્સ સુરેશ રૈના (સીએસકે) 35 બોલમાં અણનમ 57 રન, 21 રનમાં 1 વિકેટ 2011 ચેન્નઈ સુપર કિંગ્સ વિ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર મુરલી વિજય (સીએસકે) 52 બોલમાં 95 રન 2012 કોલકાતા નાઇટ રાઇડર્સ વિ ચેન્નઇ સુપર કિંગ્સ મનવિંદર બિસ્લા (કેકેઆર) 48 બોલમાં 89 રન 2013 મુંબઈ ઈન્ડિયન્સ વિનચેન્નઈ સુપર કિંગ્સ કિરોન પોલાર્ડ (એમઆઇ) 32 બોલમાં અણનમ 60 રન 2014 કોલકાતા નાઇટ રાઇડર્સ વિ પંજાબ કિંગ્સ મનીષ પાંડે (કેકેઆર) 50 બોલમાં 94 રન 2015 મુંબઈ ઈન્ડિયન્સ વિ ચેન્નઈ સુપર કિંગ્સ રોહિત શર્મા (એમઆઈ) 26 બોલમાં 50 રન 2016 સનરાઇઝર્સ હૈદરાબાદ વિ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર બેન કટિંગ (SRH) 15 બોલમાં અણનમ 39 રન 2017 મુંબઈ ઈન્ડિયન્સ વિ રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ કૃણાલ પંડ્યા (એમઆઇ) 38 બોલમાં 47 રન 2018 ચેન્નઈ સુપર કિંગ્સ વિ સનરાઇઝર્સ હૈદરાબાદ શેન વોટસન (સીએસકે) 57 બોલમાં અણનમ 117 રન 2019 મુંબઈ ઈન્ડિયન્સ વિ ચેન્નઈ સુપર કિંગ્સ જસપ્રીત બુમરાહ (એમઆઈ) 14 રનમાં 2 વિકેટ 2020 મુંબઈ ઈન્ડિયન્સ વિ દિલ્હી કેપિટલ્સ ટ્રેન્ટ બોલ્ટ (MI) 30 રનમાં 3 વિકેટ 2021 ચેન્નાઈ સુપર કિંગ્સ વિ કોલકાતા નાઇટ રાઇડર્સ ફાફ ડુ પ્લેસિસ (સીએસકે) 59 બોલમાં 86 રન 2022 ગુજરાત ટાઇટન્સ વિ રાજસ્થાન રોયલ્સ હાર્દિક પંડ્યા (જી.ટી.) 30 બોલમાં 34 રન17 રનમાં 3 વિકેટ 2023 ચેન્નઈ સુપર કિંગ્સ વિ ગુજરાત ટાઇટન્સ ડેવોન કોનવે (સીએસકે) 25 બોલમાં 47 રન 2024 કોલકાતા નાઇટ રાઇડર્સ વિ સનરાઇઝર્સ હૈદરાબાદ મિશેલ સ્ટાર્ક (કેકેઆર) 14 રનમાં 2 વિકેટ 2025 રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિ પંજાબ કિંગ્સ કૃણાલ પંડ્યા (આરસીબી) 04 રન17 રનમાં 2 વિકેટ