રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમ: આઇપીએલ 2025 ની 65 મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઇઝર્સ હૈદરાબાદની સંભવિત પ્લેઇંગ 11 અને ડ્રીમ 11 ટીમો આ બની શકે છે. RCB વિ. SRH વચ્ચેની આ મેચ શુક્રવારે 23 મેના રોજ સાંજે 7:30 વાગ્યે રમાશે. આ મેચ લખનઉ સ્થિત ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે.
ભારે વરસાદને કારણે મેચનું સ્થળ બદલાયું છે. RCB પ્લેઓફમાં જગ્યા બનાવી ચૂક્યું છે. હવે તે પોઇન્ટ ટેબલ પર ટોચ પર સ્થાન બનાવવા માટે નજર રાખી રહ્યું છે. સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) પ્લેઓફની રેસમાંથી બહાર છે, પરંતુ તેઓ મજબૂત પ્રદર્શન કરવા માંગશે.
RCB vs SRH સંભવિત પ્લેઇંગ 11 ટીમ
આઈપીએલ 2025 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિરુદ્ધ સનરાઇઝર્સ હૈદરાબાદની આ મેચ ઘણ મહત્વની છે. આરસીબી ટોપ પર જવા અને હૈદરાબાદ પોતાનો દેખાવ સુધારવા માટે મરણીયો પ્રયાસ કરશે. આ બંને ટીમો માટે સંભવિત પ્લેઇંગ 11 અને ડ્રિમ 11 ટીમ અહીં આપવામાં આવી છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સંભવિત પ્લેઇંગ 11
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરઃ રજત પાટીદાર હાથમાં ઈજા થયા બાદ મેચ માટે ઉપલબ્ધ રહે તેવી શક્યતા છે. જો કે જોશ હેઝલવૂડે હજુ પુનરાગમન કરવાનું બાકી છે, પણ હાલની ટીમના તમામ સભ્યો ઉપલબ્ધ છે. દેવદત્ત પડિક્કલની ઈજા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગલોર (આરસીબી) એ પોતાની નંબર-3ની પોઝિશન નક્કી કરવી પડશે. સંકેત એ છે કે તે અનુભવી મયંક અગ્રવાલ હોઈ શકે છે.
જોશ હેઝલવૂડની ગેરહાજરીમાં ભુવનેશ્વર કુમારે આરસીબીના પ્રભાવશાળી બોલિંગ આક્રમણનું નેતૃત્વ કરવાની જવાબદારી ઉપાડવી પડશે. તે 11 વર્ષ, 2024 સુધી જે ટીમનું પ્રતિનિધિત્વ કરતો આવ્યો છે તેની સામે રમશે. ભુવનેશ્વર કુમારે ગત સિઝન કરતા એક વિકેટ (12) વધુ લીધી છે, જ્યારે તેણે 6 મેચ ઓછી રમી છે.
સનરાઇઝર્સ હૈદરાબાદ સંભવિત પ્લેઇંગ 11
સનરાઇઝર્સ હૈદરાબાદ: લખનઉ સુપર જાયન્ટ્સ (એલએસજી) સામેની મેચ પહેલા ટ્રેવિસ હેડનો કોવિડ -19 માટે પોઝિટીવ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) સામેની મેચ માટે તેની ઉપલબ્ધતા અંગે અનિશ્ચિતતા છે. જોકે તેને ફિટ જાહેર કરવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં તે 12મા સ્થાને આવે તેવી શક્યતા છે. જયદેવ ઉનડકટ પણ ટીમમાં સામેલ થયો છે. તે છેલ્લી મેચમાં રમ્યો ન હતો.
ઇશાન મલિંગા ભલે અત્યાર સુધીમાં માત્ર 5 જ મેચ રમ્યો હોય, પરંતુ તે હર્ષલ પટેલ (15) અને પેટ કમિન્સ (13) પછી સનરાઇઝર્સ હૈદરાબાદ (એસઆરએચ)નો ત્રીજો સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે અને તેના કરતા વધુ સારી સ્ટ્રાઇક-રેટનો દાવો માત્ર જયદેવ ઉનડકટ જ કરી શકે છે. બોલરની નવમાંથી પાંચ વિકેટ ફુલ લેન્થ ડિલિવરી પર આવી છે.
RCB વિ. SRH સંભવિત પ્લેઇંગ ઇલેવન આ પ્રમાણે છે:
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની સંભવિત બારમા (ઇમ્પેક્ટ પ્લેયર ઓપ્શન સહિત) વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, જેકબ બેથલ, રજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા (વિકેટકીપર), ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, રસિખ દર સલામ, યશ દયાલ, સુયશ શર્મા.
સનરાઇઝર્સ હૈદરાબાદની સંભવિત XII (ઇમ્પેક્ટ પ્લેયર ઓપ્શન સહિત) : ટ્રેવિસ હેડ/અથર્વ તાડે, અભિષેક શર્મા, ઇશાન કિશન (વિકેટકીપર), હેનરિચ ક્લાસેન, કામિન્દુ મેન્ડિસ, અનિકેત વર્મા, નીતિશ રેડ્ડી, પેટ કમિન્સ, હર્ષલ પટેલ, હર્ષલ દુબે, ઝીશાન અંસારી, ઇશાન મલિંગા.
RCB વિ. SRH સંભવિત ડ્રિમ ઇલેવન આ હોઇ શકે
- કેપ્ટનઃ રજત પાટીદાર
- વાઇસ કેપ્ટનઃ વિરાટ કોહલી
- વિકેટકીપર: હેનરિચ ક્લાસેન
- બેટ્સમેનો: વિરાટ કોહલી, ટ્રેવિસ હેડ, રજત પાટીદાર
- ઓલરાઉન્ડર્સ : અભિષેક શર્મા, કૃણાલ પંડયા, કામિન્દુ મેન્ડિસ
- બોલર્સ : હર્ષલ પટેલ, જોશ હેઝલવૂડ, પેટ કમિન્સ, ભુવનેશ્વર કુમાર.
RCB વિ. SRH સંભવિત ડ્રિમ ઇલેવન બીજો વિકલ્પ આ હોઇ શકે
- કેપ્ટનઃ અભિષેક શર્મા
- વાઇસ કેપ્ટન : હેનરિચ ક્લાસેન
- વિકેટકીપર્સ: હેનરિચ ક્લાસેન, ઇશાન કિશન
- બેટ્સમેનો: વિરાટ કોહલી, રજત પાટીદાર, ટિમ ડેવિડ
- ઓલરાઉન્ડર્સ : અભિષેક શર્મા, કામિન્દુ મેન્ડિસ
- બોલર્સ : પેટ કમિન્સ, ભુવનેશ્વર કુમાર, સુયશ શર્મા, ઝીશાન અન્સારી
બેંગલુરુ અને હૈદરાબાદ વચ્ચેની આજની મેચ બેંગલુરુ માટે ઘણી મહત્વની છે. જો તેઓ આ મેચ જીતી જાય છે તો IPL 2025 પોઇન્ટ ટેબલ પર તેઓ વધુ મજબૂત થઇ શકે છે.