IPL Final 2025 : રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે મંગળવારની રાત ઐતિહાસિક રહી હતી. 18 વર્ષના લાંબા ઇંતેજાર બાદ આરસીબીએ પંજાબ કિંગ્સને 6 રનથી હરાવીને પોતાનું પ્રથમ આઈપીએલ ટાઇટલ જીતી લીધું છે. આ જીતના હીરો અને આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીએ આ ખાસ પળને પોતાના પૂર્વ સાથી ખેલાડીઓ એબી ડિવિલિયર્સ અને ક્રિસ ગેલને સમર્પિત કરી હતી. તેની આંખોમાં આંસુ હતા અને તેના હૃદયમાં એક એવી લાગણી હતી જે આરસીબીના દરેક ચાહકના હૃદયને સ્પર્શી ગઈ હતી.
વિરાટે ભાવુક બનીને કહ્યું કે અમારી ટીમમાં ઘણી બધી પ્રતિભા, ખૂબ આક્રમકતા હતી, પરંતુ અમે ક્યારેય તે છેલ્લી લાઇનને પાર કરી શક્યા નહીં. અમારા બધાના હૃદયમાં પીડા હતી કારણ કે અમે આ ફ્રેન્ચાઇઝીને અમારા જીવનના શ્રેષ્ઠ વર્ષો આપ્યા છે. હું, એબી અને ક્રિસ, અમે આરસીબી માટે પોતાનું દિલ અને આત્મા લગાવી દીધા હતા. આજે આ જીત 10 ગણી વધારે ખાસ છે કારણ કે તેઓ આજે અહીં અમારી સાથે છે.
આ ટ્રોફી જેટલી મારી છે તેટલી જ તેમની પણ છે – વિરાટ કોહલી
વિરાટ કોહલીએ કહ્યું કે હવે જ્યારે આપણે આજે જીતી ગયા છીએ અને તે બંને અહીં છે, તો તે 10 ગણો ખાસ પ્રસંગ બની ગયો છે. ઇમાનદારી તો કહું તો આ ટ્રોફી જેટલી મારી છે તેટલી જ તેમની પણ છે. કારણ કે જ્યારે આ બંને બેંગ્લોર આવે છે, ત્યારે ફક્ત હું જ તેમની સાથે જોડાતો નથી. તમે જોઈ શકો છો કે લોકો તેમને કેટલો પ્રેમ કરે છે. અને તેમને અહીં જોઈને સંપૂર્ણપણે ક્રેઝી થઈ જાય છે કારણ કે તેઓ જાણે છે અને પ્રશંસા કરે છે કે આ બંને જ્યાં સુધી અહીં રમ્યા પુરા દિલથી રમ્યા. તેથી તેઓ પણ મારા જેટલા જ તેના હકદાર છે.
બેંગલુરુમાં દરેક જગ્યાએ આરસીબી! આરસીબી!
વિરાટ કોહલીએ કહ્યું કે આવતીકાલે જ્યારે અમે બેંગલુરુ પહોંચીશું, ત્યારે અમે ખરા વિજયની ઉજવણી શહેર સાથે કરીશું. વિરાટ કોહલીએ કહ્યું કે તેના અવાજમાં ગૌરવ અને ઉત્સાહની ઝગમગાટ જોવા મળી રહી હતી. લેજન્ડરી બેટ્સમેન એબી ડી વિલિયર્સ સાથે જ્યારે કિંગ કોહલી ડ્રેસિંગરુમમાં પ્રવેશ્યો ત્યારે માહોલમાં કંઈક અલગ જ રોમાંચ જોવા મળ્યો.
વિરાટે આરસીબીના કેપ્ટન રજત પાટીદારની પ્રશંસા કરી
વિરાટે આરસીબીના કેપ્ટન રજત પાટીદારની પણ પ્રશંસા કરતા કહ્યું હતું કે તેના શાનદાર નેતૃત્વના ગુણોએ ટીમને એકજુટ બનાવી હતી. રજતે માત્ર રણનીતિ જ નથી બનાવી, પરંતુ મેદાન પરના દરેક ખેલાડીને આ ઐતિહાસિક પ્રથમ ટ્રોફી સુધી પહોંચવા માટે પ્રેરિત પણ કર્યા હતા. કોહલીના ચહેરા પર ગર્વની લહેર હતી.
આ પણ વાંચો – 2008 થી 2025 સુધી આઈપીએલની ફાઇનલમાં કોણ બન્યું મેન ઓફ ધ મેચ, જુઓ દરેક સિઝનની યાદી
ડ્રેસિંગરુમમાં હસી-મજાક અને તાળીઓ વચ્ચે કોહલીએ જીતેશ શર્માની ચતુરાઈના પણ ભારોભાર વખાણ કર્યા હતા. કોહલીએ સ્મિત સાથે કહ્યું કે જિતેશે જે રીતે દબાણમાં સ્માર્ટ બેટિંગ કરી તે પ્રશંસનીય છે. આખી ટીમે એક પરિવારની જેમ એકબીજાને ટેકો આપ્યો હતો પછી ભલે તે બોલરોની ધાર હોય કે ફિલ્ડરોની ચપળતા. આ જીત માત્ર મેદાનની જીત જ નહીં પરંતુ દિલોની જીત હતી, જ્યાં દરેક ખેલાડીએ પોતાના જુસ્સા અને મહેનતથી બેંગલુરુ માટે ઈતિહાસ રચી દીધો હતો. હવે જ્યારે ટીમ બેંગલુરુમાં પગ રાખું ત્યારે શહેરના રસ્તાથી લઇને સ્ટેડિયમ સુધી દરેક ખુણામાં આરસીબી-આરસીબીની ગુંજ સાથે આ જીતની ઉજવણી કરવામાં આવશે.