RR vs MI Head To Head : આઈપીએલ 2025, રાજસ્થાન રોયલ્સ વિ મુંબઈ ઇન્ડિયન્સ હેડ ટુ હેડ રેકોર્ડ

RR vs MI Head To Head : આઈપીએલમાં રાજસ્થાન અને મુંબઈ વચ્ચે અત્યાર સુધીમાં 30 મુકાબલા થયા છે. જેમાંથી 15 મેચમાં મુંબઈનો વિજય થયો છે જ્યારે 14 મેચમાં રાજસ્થાનનો વિજય થયો છે. એક મેચ રદ થઇ હતી

Written by Ashish Goyal
May 01, 2025 14:32 IST
RR vs MI Head To Head : આઈપીએલ 2025, રાજસ્થાન રોયલ્સ વિ મુંબઈ ઇન્ડિયન્સ હેડ ટુ હેડ રેકોર્ડ
RR vs MI Head To Head : આઈપીએલ 2025, રાજસ્થાન રોયલ્સ વિ મુંબઈ ઇન્ડિયન્સ હેડ ટુ હેડ રેકોર્ડ (તસવીર - સોશિયલ મીડિયા)

IPL 2025 Rajasthan Royals vs Mumbai Indians Head To Head Records : આઈપીએલ 2025ની 50મી મેચમાં રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 1 મે ના રોજ જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં રમાશે. આઈપીએલ 2025માં અત્યાર સુધીમાં રાજસ્થાન 10 મેચ રમ્યું છે. જેમાં 3 મેચમાં વિજય મેળવ્યો છે અને 7 મેચમાં પરાજય થયો છે. જ્યારે મુંબઈનો 10 મેચમાંથી 6 મેચમાં વિજય થયો છે અને 4 મેચમાં પરાજય થયો છે.

રાજસ્થાન રોયલ્સ વિ મુંબઈ ઇન્ડિયન્સ હેડ ટુ હેડ

આઈપીએલમાં રાજસ્થાન અને મુંબઈ વચ્ચે હેડ ટુ હેડ મેચની વાત કરીએ તો મુંબઈનું પલડું ભારે છે. આઈપીએલમાં રાજસ્થાન અને મુંબઈ વચ્ચે અત્યાર સુધીમાં 30 મુકાબલા થયા છે. જેમાંથી 15 મેચમાં મુંબઈનો વિજય થયો છે જ્યારે 14 મેચમાં રાજસ્થાનનો વિજય થયો છે. એક મેચ રદ થઇ હતી. બન્ને વચ્ચેના મુકાબલામાં રાજસ્થાનનો હાઈએસ્ટ સ્કોર 212 અને લોએસ્ટ સ્કોર 90 રન છે. જ્યારે મુંબઈનો હાઇએસ્ટ સ્કોર 214 અને લોએસ્ટ સ્કોર 92 રન છે.

છેલ્લા 3 મુકાબલાનો રેકોર્ડ

આઈપીએલમાં બન્ને વચ્ચેના છેલ્લા 3 મેચના રેકોર્ડ પર નજર કરવામાં આવે તો રાજસ્થાન રોયલ્સનું પલડું ભારે છે. છેલ્લી 3 મેચમાંથી 2 મેચમાં રાજસ્થાનનો વિજય થયો છે. જ્યારે 1 મેચમાં મુંબઈનો વિજય થયો છે. 2024ની સિઝનમાં બન્ને વચ્ચે બે મુકાબલા થયા હતા અને બન્નેમાં રાજસ્થાન રોયલ્સનો વિજય થયો હતો.

આ પણ વાંચો – ‘ખબર નથી કે હું આગામી મેચ રમીશ કે નહીં’, શું ધોનીએ નિવૃત્તિ લેવાનું મન બનાવી લીધું છે?

બન્ને સંભવિત ટીમો આ પ્રમાણે છે

રાજસ્થાન રોયલ્સ : યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, નીતિશ રાણા, રિયાન પરાગ (કેપ્ટન), ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, વાનિન્દુ હસરંગા, જોફ્રા આર્ચર, મહેશ તિક્ષાના, યુદ્ધવીર સિંહ, સંદીપ શર્મા.

મુંબઈ ઇન્ડિયન્સ: રેયાન રિકલ્ટન, વિલ જેક્સ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, મિશેલ સેન્ટનર, દીપક ચહર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ, વિગ્નેશ પુથુર.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ