IPL 2025 Final Prize Money and Awards Winners: આરસીબી આઈપીએલ 2025માં ચેમ્પિયન બન્યું છે. વિરાટ કોહલીના 43 રન બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આઈપીએલ 2025ની ફાઇનલમાં પંજાબ કિંગ્સ સામે 6 રને વિજય મેળવ્યો છે. બેંગ્લોરે 20 ઓવરમાં 9 વિકેટે 190 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબ 20 ઓવરમાં 7 વિકેટે 184 રન બનાવી શક્યું હતું. આ જીત સાથે જ ચેમ્પિયન આરસીબી અને રનર્સ અપ પંજાબ કિંગ્સ પર પૈસાનો વરસાદ થશે.
આ સાથે કેટલાક અન્ય પુરસ્કારો પણ આપવામાં આવશે. જેમને પણ ઇનામી રકમ મળશે. ચાલો તમને જણાવીએ કે આ સિઝનના ચેમ્પિયન, રનર્સઅપ તેમજ ત્રીજા અને ચોથા સ્થાને રહેલી ટીમને ઇનામી રકમ તરીકે કેટલી રકમ મળશે. સાથે જ એ પણ જણાવી છીએ કે ઓરેન્જ કેપ અને પર્પલ કેપ જીતનાર ખેલાડીને કેટલા રૂપિયા મળશે.
રિપોર્ટ મુજબ આઈપીએલ 2025માં ચેમ્પિયન બનનાર ટીમ આરસીબીને 20 કરોડ રૂપિયા મળશે, જ્યારે ફાઇનલમાં હારનાર ટીમ પંજાબ કિંગ્સને 12.5 કરોડ રૂપિયા મળશે. જ્યારે ત્રીજા સ્થાને રહેલી ટીમ મુંબઈ ઇન્ડિયન્સને 7 કરોડ રૂપિયા અને ચોથા સ્થાને રહેલી ગુજરાત ટાઇટન્સને 6.5 કરોડ રૂપિયા મળશે.
ઓરેન્જ કેપ-પર્પલ કેપ વિજેતાને મળશે 10-10 લાખ
આઇપીએલમાં વિજેતા, રનર્સઅપ ટીમોને ઈનામી રકમ આપવામાં આવે છે, આ સિવાય બીજા પણ ઘણા એવોર્ડ આપવામાં આવે છે. આ એવોર્ડ્સમાં ઓરેન્જ કેપ, પર્પલ કેપનો પણ સમાવેશ થાય છે. ઓરેન્જ કેપ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનને આપવામાં આવે છે અને જે ખેલાડી જીતે છે તેને 10 લાખ રૂપિયા મળે છે. એટલે આ વખતે આ રકમ સાંઇ સુદર્શનને મળશે. કારણ કે તેણે ઓરેન્જ કેપ જીતી છે. જ્યારે સૌથી વધુ વિકેટ લેનાર બોલરને પર્પલ કેપ આપવામાં આવે છે અને આ ટાઇટલ જીતનાર બોલરને ઈનામ તરીકે 10 લાખ રૂપિયા આપવામાં આવશે.
આ પણ વાંચો – આરસીબીની જીત માટે પ્રશંસકોની અલગ રીત, ક્યાંક હવન કર્યો તો ક્યાંક કારને લીંબુથી ઢાંકી
IPL 2025 ની ઈનામી રકમ
- ચેમ્પિયન ટીમ – 20 કરોડ રૂપિયા
- રનર્સ-અપ – 12.5 કરોડ રૂપિયા
- ત્રીજા ક્રમાંકે રહેનાર ટીમ – 7 કરોડ રૂપિયા
- ચોથી ક્રમાંકિત ટીમ – 6.5 કરોડ રૂપિયા
- સિઝનમાં સૌથી વધુ વિકેટ (પર્પલ કેપ) – 10 લાખ રૂપિયા
- સિઝનમાં સૌથી વધુ રન (ઓરેન્જ કેપ) – 10 લાખ રૂપિયા
- ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સિઝન – 10 લાખ રૂપિયા
- મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સિઝન- 10 લાખ રૂપિયા
- સિઝનમાં સૌથી વધુ સિક્સર – 10 લાખ રૂપિયા
- સિઝનમાં સૌથી વધુ ફોર: 10 લાખ રૂપિયા
- સિઝનનો શ્રેષ્ઠ કેચ – 10 લાખ રૂપિયા
- પિચ અને ગ્રાઉન્ડ એવોર્ડ: 50 લાખ રૂપિયા