IPL 2025 Playoffs Qualification Scenario: ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ પછી આઈપીએલ 2025 17 મે થી ફરી એકવાર રમવાની તૈયારીમાં છે. આઇપીએલ 2025ના પ્લેઓફની રેસમાં સાત ટીમો છે. ગુજરાત ટાઇટન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર હાલમાં 16 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલમાં ટોપ-2 છે. ટોચના ચારમાં સ્થાન મેળવવા માટે બંને ટીમોને વધુ એક જીતની જરુર છે.
પંજાબ કિંગ્સ 11 મેચમાં 15 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને છે અને તેને પ્લે ઓફમાં પ્રવેશવા માટે વધુ એક જીતની જરુર છે. મુંબઈ ઈન્ડિયન્સ (12 મેચમાં 14 પોઈન્ટ) અને દિલ્હી કેપિટલ્સ (11 મેચમાંથી 13 પોઈન્ટ) ચોથા સ્થાન માટે જોરદાર રેસમાં છે. ખાસ વાત એ છે કે બંને ટીમો એક મેચમાં આમને-સામને હશે, આ મેચ પ્લેઓફની રેસને ઘણી હદ સુધી પ્રભાવિત કરી શકે છે. મુંબઈની બે મેચ બાકી છે, જ્યારે દિલ્હી પાસે ત્રણ મેચ બાકી છે.
લખનઉ સુપર જાયન્ટ્સના 11 મેચમાં 10 અને કોલકાતા નાઇટ રાઇડર્સ 12 મેચમાંથી 11 પોઇન્ટ સાથે રેસમાં છે, પરંતુ તેમને દરેક મેચ જીતવી જરૂરી છે. બંને ટીમોએ તેમની બાકીની તમામ મેચો જીતવી પડશે અને આશા રાખવી પડશે કે બીજું પરિણામ તેમની તરફેણમાં આવશે. આઈપીએલ 2025 17 મેથી શરૂ થતા જ ડિફેન્ડિંગ ચેમ્પિયન આરસીબી સામે હારીને પ્લેઓફની રેસમાંથી બહાર થઈ શકે છે.
ગુજરાત ટાઇટન્સ -મેચ: 11, પોઇન્ટ: 16, રન-રેટ: 0.793 | બાકીની મેચો : દિલ્હી કેપિટલ્સ, લખનઉ સુપર જાયન્ટ્સ, ચેન્નઈ સુપર કિંગ્સ
ગુજરાત ટાઇટન્સ પ્લેઓફમાં સ્થાન મેળવવાથી માત્ર એક જીત દૂર છે. 18 પોઇન્ટ એક ટીમને ટોચના ચારમાં સ્થાન આપવાની બાંયધરી આપશે. જોકે શુભમન ગિલની ટીમ તેમની બાકીની ત્રણ મેચ હારી જાય તો તેઓ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ શકે છે કારણ કે ચાર ટીમો હજુ પણ 17 કે તેથી વધુ પોઈન્ટ મેળવી શકે છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર- મેચ : 11, પોઈન્ટ: 16, રન-રેટ : 0.482. બાકીની મેચો: કોલકાતા નાઇટ રાઇડર્સ, સનરાઇઝર્સ હૈદરાબાદ, લખનઉ સુપર જાયન્ટ્સ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) પણ પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરવાથી એક જીત દૂર છે. જો અન્ય પરિણામો તેમની તરફેણમાં આવે છે, તો આરસીબી પણ 16 પોઇન્ટ સાથે ટોચના ચારમાં સ્થાન મેળવી શકે છે. જોકે હાલના સંજોગોમાં બે જીતથી ટોપ-2માં સ્થાન નિશ્ચિત બની શકે તેમ નથી. અન્ય બે ટીમો ગુજરાત અને પંજાબ કિંગ્સ હજી પણ 20 કે તેથી વધુ પોઇન્ટ મેળવી શકે છે. જીટીની હાલ નેટ રનરેટ સારી છે. પીબીકેએસ ત્રણેય મેચ જીતીને 21 પોઇન્ટ મેળવી શકે છે.
પંજાબ કિંગ્સ – મેચ: 11, પોઇન્ટ: 15, રન-રેટ: 0.376 | બાકીની મેચો: રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ, મુંબઇ ઇન્ડિયન્સ
પંજાબ કિંગ્સને ક્વોલિફિકેશન સુનિશ્ચિત કરવા માટે બે જીતની જરૂર છે. અત્યારે 17 પોઈન્ટની ક્વોલિફિકેશનની ગેરંટી આપવામાં આવશે નહીં કારણ કે પાંચ ટીમોને 17 પોઈન્ટ કે તેથી વધુ પોઈન્ટ્સ મળી શકે છે. જો તેઓ રાજસ્થાન રોયલ્સ ને હરાવે પણ દિલ્હી કેપિટલ્સ અને મુંબઈ સામે હારી જાય અને જો દિલ્હી ગુજરાતને હરાવે અને મુંબઈ સામે હારે તો આરસીબી, ગુજરાત, મુંબઈ, દિલ્હી અને પંજાબ આ તમામને 17 કે તેથી વધુ પોઈન્ટ મળી શકે છે. જોકે દિલ્હીને પંજાબે હરાવ્યું હતુ અને તેની અન્ય બે મેચ હારી જાય તો તે 17 પોઈન્ટ સાથે ક્વોલિફાય થઈ શકે છે.
આ પણ વાંચો – આઈપીએલ 2025 નો નવો કાર્યક્રમ જાહેર, 17 મે થી શરુ થશે, 3 જૂનના રોજ ફાઇનલ રમાશે
15 પોઇન્ટ સાથે પણ પ્લે ઓફમાં પહોંચવું શક્ય
આ સ્થિતિમાં મુંબઈ કે દિલ્હીની એક જ ટીમ 17 કે તેથી વધુ પોઈન્ટ સુધી પહોંચી શકશે કારણ કે બંનેને આમને-સામને થવાનું છે. પંજાબ પણ ત્રણેય મેચ હાર્યા બાદ 15 પોઇન્ટ સાથે પ્લેઓફમાં પહોંચી શકે છે. પરંતુ તે ત્યારે જ શક્ય બનશે જ્યારે દિલ્હી અન્ય બે મેચ હારે અને લખનઉ ત્રણમાંથી બે મેચમાંથી વધુ મેચ ન જીતે. ત્યારે પંજાબ અને દિલ્હી વચ્ચે એક સ્થાન માટે જંગ જામશે અને બે જીતની સ્થિતિમાં કોલકતા નાઇટ રાઇડર્સ રન રેટ પર ટકરાશે.
મુંબઈ ઈન્ડિયન્સ – મેચ: 12, પોઇન્ટ: 14, રન-રેટ: 1.156 | બાકીની મેચો: દિલ્હી કેપિટલ્સ, પંજાબ કિંગ્સ.
ગુજરાત ટાઇટન્સ સામેની હાર છતાં મુંબઇ ઇન્ડિયન્સનો મજબૂત દાવો છે કારણ કે બે મેચમાં જીત પ્લેઓફમાં સ્થાન નિશ્ચિત કરશે. જોકે ટીમને 16 પોઈન્ટ સાથે આગેકૂચ કરવા માટે અન્ય પરીણામોની મદદની જરુર પડશે, જ્યારે બાકીની બે મેચમાં હાર તેમને બહાર ફેંકી દેશે. એમઆઇનો નેટ રન રેટ પણ 1.156 છે, જે ક્વોલિફિકેશનની દ્રષ્ટિએ નિર્ણાયક બની શકે છે.
દિલ્હી કેપિટલ્સ – મેચ: 11, પોઇન્ટ: 13, રન-રેટ: 0.362 | બાકીની મેચો : ગુજરાત ટાઇટન્સ, મુંબઇ ઇન્ડિયન્સ, પંજાબ કિંગ્સ.
સનરાઇઝર્સ સામે વરસાદને કારણે 1 પોઇન્ટ ક્વોલિફિકેશન તરફ દિલ્હી કેપિટલ્સ માટે મૂલ્યવાન સાબિત થઈ શકે છે. 15 પોઇન્ટ સાથે તે ટોપ 4 માં ત્યારે જ પહોંચશે જ્યારે કેટલાક પરિણામો તેની તરફેણમાં આવશે. 17 પોઇન્ટ અન્ય મેચના પરિણામો પર પણ આધારિત હોઈ શકે છે. હજુ પણ પાંચ ટીમો માટે 17 કે તેથી વધુ પોઈન્ટ્સ મેળવવા શક્ય છે. બાકીની ત્રણ મેચોમાં જીત લાયકાતની ખાતરી કરશે.
કોલકાતા નાઇટ રાઇડર્સ – મેચ: 12, પોઇન્ટ: 11, રન-રેટ: 0.193 | બાકીની મેચો: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, સનરાઇઝર્સ હૈદરાબાદ.
કોલકાતા નાઈટ રાઈડર્સ એલિમિનેશનના આરે પહોંચી ગયું છે કારણ કે તેઓ મહત્તમ 15 પોઈન્ટ્સ જ મેળવી શકે તેમ છે. પહેલેથી જ બે ટીમોના 15 થી વધુ પોઇન્ટ છે, જ્યારે પંજાબ કિંગ્સના 15 પોઇન્ટ છે અને ત્રણ મેચ બાકી છે. જો આ ત્રણ ટીમો આગેકૂચ કરે તો એવી આશા રાખવી પડે કે મુંબઈ ઈન્ડિયન્સ તેની બાકીની બંને મેચો હારીને 14 પોઈન્ટ પર યથાવત્ રહે. દિલ્હી 15 પોઇન્ટ સાથે રેસમાં રહેશે. આ સ્થિતિમાં કોલકાતા અને દિલ્હી વચ્ચે વધુ સારો રન-રેટ ધરાવતી ટીમ આગળ વધશે. બીજી તરફ પંજાબ પોતાની બાકીની ત્રણ મેચ હારી જાય તો મુંબઇ ઇન્ડિયન્સ 15 પોઇન્ટ સાથે આગળ વધી જશે, જ્યારે દિલ્હી કેપિટલ્સ, પંજાબ કિંગ્સ અને કોલકાતા 15 પોઇન્ટ સાથે ચોથા સ્થાન માટે લડી શકે છે.
લખનઉ સુપર જાયન્ટ્સ – મેચ: 11, પોઇન્ટ: 10, રન-રેટ: -0.469 | બાકીની મેચો: સનરાઇઝર્સ હૈદરાબાદ, ગુજરાત ટાઇટન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર.
લખનઉ સુપર જાયન્ટ્સ સતત ત્રણ મેચ હાર્યા બાદ લય મેળવવા માટે સંઘર્ષ કરી રહી છે. તે છેલ્લી પાંચમાંથી ચાર મેચ હાર્યા છે. હવે તે તેની બાકીની ત્રણ મેચ જીતીને 16 પોઇન્ટ મેળવી શકે છે. ઈન ફોર્મ ટીમોનો દેખાવ કંગાળ રહે તેવી અપેક્ષા રાખવી પડે છે. જો લખનઉ બીજી મેચ હારશે તો પ્લેઓફની રેસમાંથી બહાર થઈ જશે.