IPL 2025 Mumbai Indians vs Delhi Capitals Head To Head Records : આઈપીએલ 2025ની 62મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 21 મે ના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આઈપીએલ 2025માં અત્યાર સુધીમાં મુંબઈ 12 મેચ રમ્યું છે. જેમાં 7 મેચમાં વિજય મેળવ્યો છે અને 5 મેચમાં પરાજય થયો છે. જ્યારે દિલ્હીનો 12 મેચમાંથી 6 મેચમાં વિજય થયો છે અને 5 મેચમાં પરાજય થયો છે. એક મેચ રદ થઇ છે.
મુંબઈ ઇન્ડિયન્સ વિ દિલ્હી કેપિટલ્સ હેડ ટુ હેડ
આઈપીએલમાં બન્ને વચ્ચે અત્યાર સુધીની હેડ ટુ હેડ મેચની વાત કરીએ તો મુંબઈ ઇન્ડિયન્સનું પલડું ભારે છે. આઈપીએલમાં મુંબઈ અને દિલ્હી વચ્ચે અત્યાર સુધીમાં 36 મુકાબલા થયા છે. જેમાં 20 મેચમાં મુંબઈ ઇન્ડિયન્સનો વિજય થયો છે. જ્યારે 16 મેચમાં દિલ્હી કેપિટલ્સનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં મુંબઈનો હાઈએસ્ટ સ્કોર 247 અને લોએસ્ટ સ્કોર 92 રન છે. જ્યારે દિલ્હીનો હાઇએસ્ટ સ્કોર 257 છે અને લોએસ્ટ સ્કોર 66 રન છે.
છેલ્લા 3 મુકાબલાનો રેકોર્ડ
આઈપીએલમાં બન્ને વચ્ચેના છેલ્લા 3 મેચના રેકોર્ડ પર નજર કરવામાં આવે તો મુંબઈ ઇન્ડિયન્સનું પલડું ભારે છે. છેલ્લી 3 મેચમાંથી મુંબઈનો 2 મેચમાં વિજય થયો છે. જ્યારે 1 મેચમાં દિલ્હીનો વિજય થયો છે. 2025ની સિઝનમાં આ પહેલા બન્ને ટકરાયા ત્યારે મુંબઈનો વિજય થયો હતો.
આ પણ વાંચો – આઇપીએલ 2025ની ફાઇનલ અને ક્વોલિફાયર-2 મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે
બન્ને સંભવિત ટીમો આ પ્રમાણે છે
મુંબઈ ઈન્ડિયન્સ : રેયાન રિકેલ્ટન, રોહિત શર્મા, વિલ જેક્સ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડયા (કેપ્ટન), નમન ધીર, કોર્બીન બોશ, દીપક ચાહર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ.
દિલ્હી કેપિટલ્સ : ફાફ ડુ પ્લેસિસ/સેદિકુલ્લાહ અટલ, કેએલ રાહુલ, અભિષેક પોરેલ, સમીર રિઝવી, અક્ષર પટેલ (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, આશુતોષ શર્મા, વિપ્રજ નિગમ, કુલદીપ યાદવ, ટી નટરાજન, મુસ્તફિઝુર રહમાન.