IPL 2025 MI,DC,LSG Playoffs Qualification Scenarios : આઇપીએલ 2025માં ગુજરાત ટાઇટન્સે રવિવારે દિલ્હી કેપિટલ્સને પરાજય આપ્યો હતો અને 3 ટીમો પ્લેઓફમાં પહોંચી ગઇ છે. ગુજરાત ટાઇટન્સ (18 પોઇન્ટ)રોયલ ચેલેન્જર્સ બેંગલોર (17 પોઇન્ટ) અને પંજાબ કિંગ્સ (17 પોઇન્ટ) પ્લેઓફમાં પહોંચી ગયા છે. હવે 1 સ્થાન માટે 3 ટીમો મુંબઈ ઈન્ડિયન્સ, દિલ્હી કેપિટલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ રેસમાં છે. આવો જાણીએ કેવી રીતે મુંબઈ, દિલ્હી અને લખનઉ પ્લેઓફમાં પહોંચી શકે છે.
મુંબઈ ઈન્ડિયન્સ – રમાયેલી મેચો: 12, પોઇન્ટ: 14, રન-રેટ: 1.156 | બાકીની મેચો: દિલ્હી કેપિટલ્સ, પંજાબ કિંગ્સ
દિલ્હી કેપિટલ્સ સામેની જીતથી મુંબઈ ઈન્ડિયન્સને પ્લેઓફ માટે ક્વોલિફાય કરવામાં મદદ મળશે. આ મેચમાં જીત મેળવશે તો અક્ષર પટેલની ટીમ દિલ્હી રેસમાંથી બહાર થઈ જશે. લખનઉ સુપર જાયન્ટ્સ (એલએસજી) તેની બાકીની ત્રણ મેચ જીતીને 16 ના સ્કોર સુધી પહોંચી શકે છે, પરંતુ રન રેટ (-0.469) એટલો ખરાબ છે કે એમઆઇને પાછળ છોડવું લગભગ અશક્ય છે. આ સિવાય મુંબઈ ઈન્ડિયન્સને પંજાબ કિંગ્સનો સામનો કરવાનો છે. આવી સ્થિતિમાં હાર્દિક પંડ્યાની ટીમ 18 પોઇન્ટ સુધી પહોંચી શકે છે.
જો મુંબઈ 21 મે ના રોજ હારે છે, તો તેઓ પ્લેઓફમાં ક્વોલિફિકેશન માટે અન્ય ટીમો પર નિર્ભર રહેશે, કારણ કે દિલ્હી આ પછી પંજાબને હરાવીને 17 પોઇન્ટ સુધી પહોંચી શકે છે અને ચોથા સ્થાને રહી શકે છે. જો દિલ્હી પંજાબ સામે હારે તો પછી મુંબઈ પંજાબને હરાવીને 16 પોઈન્ટ સાથે ક્વોલિફાય થઈ શકે છે. જો મુંબઈ બંને મેચ હારશે તો તેઓ બહાર થઈ જશે.
આ પણ વાંચો – 80 કરોડનો બંગલો, 10 કરોડની ઘડિયાળો, લક્ઝરી કારનો કાફલો, વિરાટ કોહલીનો છે રાજાઓ જેવો ઠાઠ
દિલ્હી કેપિટલ્સ – રમાયેલી મેચો: 12, પોઇન્ટ: 13, રન-રેટ: 0.260 | બાકી મેચ: મુંબઈ ઈન્ડિયન્સ, પંજાબ કિંગ્સ
દિલ્હી કેપિટલ્સને રેસમાં રહેવા માટે મુંબઈને હરાવવું પડશે. પહેલા મુંબઈને હરાવે અને પછી પંજાબ કિંગ્સ સામે જીતશે તો નિશ્ચિત ક્વોલિફાય થશે. જો તેઓ મુંબઈને હરાવે પણ પંજાબ સામે હારે તો તેમણે આશા રાખવી પડે કે મુંબઈ પણ પંજાબ સામે હારી જાય અને 14 પોઇન્ટ જ રહે. આ ઉપરાંત એવી આશા રાખવી પડશે કે લખનઉ સુપર જાયન્ટ્સ તેની બાકીની 3 મેચમાંથી ત્રણેય મેચ ન જીતે. એવામાં દિલ્હી માટે ક્વોલિફાઇ થવા માટે હજુ 15 પોઇન્ટ પૂરતા હશે.
લખનઉ સુપર જાયન્ટ્સ – રમાયેલી મેચો: 11, પોઇન્ટ્સ: 10, રન-રેટ: -0.469 | બાકીની મેચો: સનરાઇઝર્સ હૈદરાબાદ, ગુજરાત ટાઇટન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
લખનઉ સુપર જાયન્ટ્સનો રનરેટ એટલો નબળો છે કે તેમને તેમની બાકીની ત્રણ મેચ તો જીતવી જ પડશે જ પણ સાથે સાથે આશા પણ રાખવી પડશે કે મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ બંનેની ટીમો 16 પોઇન્ટથી નીચે રહે.