IPL 2025 Lucknow Super Giants vs Royal Challengers Bengaluru Head To Head Records : આઈપીએલ 2025ની 70મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મુકાબલો થશે. આ મેચ 27 મે ના રોજ લખનઉના એકાના સ્ટેડિયમમાં રમાશે. આઈપીએલ 2025માં અત્યાર સુધીમાં લખનઉ 13 મેચ રમ્યું છે. જેમાં 6 મેચમાં વિજય મેળવ્યો છે અને 7 મેચમાં પરાજય થયો છે. જ્યારે બેંગ્લોરનો 13 મેચમાંથી 8 મેચમાં વિજય થયો છે અને 4 મેચમાં પરાજય થયો છે. એક મેચ રદ થઇ છે.
લખનઉ સુપર જાયન્ટ્સ વિ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર હેડ ટુ હેડ
આઈપીએલમાં બન્ને વચ્ચે અત્યાર સુધીની હેડ ટુ હેડ મેચની વાત કરીએ તો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું પલડું ભારે છે. આઈપીએલમાં લખનઉ અને બેંગ્લોર વચ્ચે અત્યાર સુધીમાં 5 મુકાબલા થયા છે. જેમાંથી 2 મેચમાં લખનઉનો વિજય થયો છે જ્યારે 3 મેચમાં બેંગ્લોરનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં લખનઉનો હાઈએસ્ટ સ્કોર 213 અને લોએસ્ટ સ્કોર 108 રન છે. જ્યારે બેંગ્લોરનો હાઇએસ્ટ સ્કોર 212અને લોએસ્ટ સ્કોર 153 રન છે.
આ પણ વાંચો – શુભમન ગિલ બન્યો ટેસ્ટ ટીમનો કેપ્ટન, બુમરાહ, કેએલ રાહુલ અને પંતને કેમ ન મળી જવાબદારી? આ રહ્યા કારણો
છેલ્લા 3 મુકાબલાનો રેકોર્ડ
આઈપીએલમાં બન્ને વચ્ચેના છેલ્લા 3 મેચના રેકોર્ડ પર નજર કરવામાં આવે તો લખનઉ સુપર જાયન્ટ્સનું પલડું ભારે છે. છેલ્લી 3 મેચમાંથી 2 મેચમાં લખનઉનો વિજય થયો છે. જ્યારે 1 મેચમાં બેંગ્લોરનો વિજય થયો છે. 2025ની સિઝનમાં બન્ને પ્રથમ વખત ટકરાશે.
બન્ને સંભવિત ટીમો આ પ્રમાણે છે
લખનઉ સુપર જાયન્ટ્સ : એડન માર્કરામ, મિચેલ માર્શ, નિકોલસ પૂરન, ઋષભ પંત (કેપ્ટન), અબ્દુલ સમદ, આયુષ બદોની, આકાશ દીપ, રવિ બિશ્નોઇ, દિગ્વેશ રાઠી, અવેશ ખાન, વિલ ઓરુક.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર : વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, જેકબ બેથલ, રજત પાટીદાર (કેપ્ટન), જીતેશ શર્મા, ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, યશ દયાલ, સુયશ શર્મા.