RCB vs PBKS IPL 2025 Final: બેંગલુરુ કે પંજાબ કોણ બનશે ચેમ્પિયન? જાણો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પીચ વિશે

IPL 2025 Final RCB વિ. PBKS: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ વચ્ચે ઇતિહાસ રચાશે. બેંગલુરુ કે પંજાબ કોઇ એક ટીમ પહેલી વખત ચેમ્પિયન બનશે. વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમની પીચ કેવી છે? પહેલી કે બીજી ઇનિંગની ટીમને કેવી મદદ કરે છે એ સહિતની રસપ્રદ વિગતો અહીં જાણીએ.

Written by Haresh Suthar
AhmedabadUpdated : June 03, 2025 12:23 IST
RCB vs PBKS IPL 2025 Final: બેંગલુરુ કે પંજાબ કોણ બનશે ચેમ્પિયન? જાણો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પીચ વિશે
IPL 2025 Final RCB v PBKS: બેંગલુરુ અને પંજાબ વચ્ચે અમદાવાદ ખાતે આઇપીએલ 2025 ફાઇનલ મેચ (ફોટો સોશિયલ)

IPL 2025 અંતિમ તબક્કામાં આવી પહોંચી છે. ક્રિકેટ શોખિનો માટે આજનો દિવસ ખાસ છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને પંજાબ કિંગ્સ (PBKS) પહેલી વખત ફાઈનલ મેચમાં આમનેસામને આવી છે. આઈપીએલના 18 વર્ષના ઇતિહાસમાં આ વખતે નવી ટીમ ચેમ્પિયન બનશે. આરસીબી અને પંજાબ બંને ટીમો ઉત્કૃષ્ઠ પ્રદર્શન કરીને અહીં સુધી પહોંચી છે.

RCB અને PBKS બંને ટીમો ચેમ્પિયન બનવા માટે એડી ચોટીનું જોર લગાવવા તૈયાર છે. પરંતુ અમદાવાદમાં રમાનારી આ ફાઇનલ મેચ માટે અમદાવાદનું હવામાન અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પીચ કેવી છે એ જાણવું ખાસ જરુરી છે. વિશ્વના સૌથી મોટા મેદાન પર પહેલા બેટીંગ લેવી કે ફિલ્ડીંગ? કોણ બને છે જીતનો બાજીગર? આવો જાણીએ મેદાનના રસપ્રદ આંકડા વિશે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અમદાવાદ પિચ રિપોર્ટ

આરસીબી વિ.પંજાબ વચ્ચેની ફાઇનલ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેદાનમાં પીચની બંને બાજુ સમાન બાઉન્ડ્રી લેન્થ છે. સામાન્ય રીતે આ પીચ બેટ્સમેનો માટે અનૂકૂળ છે. આ સિઝનમાં આ સ્થળે 15 મેચ રમાઇ હતી. જેમાંથી 10 મેચમાં 200 રન કરતાં વધુ સ્કોર થયો છે. જે જોતાં આજનો મુકાબલો પણ હાઇ સ્કોરિંગ બની શકે છે.

IPL 2025 Final RCB vs PBKS | આઈપીએલ 2025 ફાઇનલ બેંગલુરુ વિ પંજાબ
IPL 2025 ફાઇનલ મેચમાં ઈતિહાસ રચાશે, RCB કે PBKS પ્રથમ વખત ચેમ્પિયન બનશે (ફોટો ક્રેડિટ આઈપીએલ સોશિયલ)

અમદાવાદ હવામાન રિપોર્ટ

અમદાવાદના આજના હવામાનની વાત કરીએ તો આજે અહીં વાદળછાયું વાતાવરણ છે. જો વરસાદ થાય તો આઉટફિલ્ડ ધીમું કરી શકે છે. દિવસ દરમિયાન તાપમાન 31થી 33 ડિગ્રી સેલ્સિયશ સુધી રહેવાની સંભાવના છે. ભેજનું પ્રમાણ 52% થી 63% વચ્ચે રહી શકે છે. સાંજે કદાચ બીજી ઇનિંગમાં ઝાકળ મોટી ભૂમિકા ભજવી શકે છે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ – IPL મેચ આંકડા

  • આ મેદાનમાં કુલ 43 મેચ રમાઇ છે.
  • પ્રથમ બેટીંગ કરનારી ટીમ 21 મેચ જીતી છે
  • બીજી બેટીંગ કરનારી ટીમ 22 મેચ જીતી છે
  • 243 રન આ મેદાન પરનો હાઇએસ્ટ સ્કોર છે
  • 177 રન પ્રથમ ઇનિંગનો સરેરાશ સ્કોર છે
  • આ મેદાન પર 204 રન ચેઝ થયા છે
  • 89 રન આ મેદાન પરનો સૌથી ઓછો સ્કોર છે
  • શુભમન ગિલે આ મેદાન પર સૌથી વધુ 129 રન બનાવેલા છે
  • મોહિત શર્માએ સૌથી વધુ 5 વિકેટ લીધી છે

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ – રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કુલ 6 મેચ રમ્યું છે. જેમાંથી 3 મેચ જીત્યું છે અને 3 મેચ હાર્યું છે. અહીં આરસીબીએ સૌથી વધુ 206 રનનો સ્કોર બનાવેલો છે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ – પંજાબ કિંગ્સ (PBKS)

પંજાબ કિંગ્સ ટીમે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સારો દેખાવ કર્યો છે. આ મેદાન પર પંજાબ 7 મેચ રમ્યું છે. જેમાંથી 4 મેચ જીત્યું છે. જ્યારે 2 મેચ હાર્યું છે અને એક મેચ ટાઇ રહી છે. પંજાબે આ મેદાન પર 243 રનનો મજબૂત સ્કોર બનાવેલો છે.

RCB vs PBKS સંભવિત પ્લેઇંગ 11

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ

રજત પાટીદાર (કેપ્ટન), વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, મયંક અગ્રવાલ, લિયામ લિવિંગસ્ટોન, રોમારીયો શેફર્ડ, જીતેશ શર્મા, કૃણાલ પંડ્યા, યશ દયાલ, સુયેશ શર્મા અને જોશ હેઝલવુડ

IPL Champions: જાણો અત્યારસુધી કોણ રહ્યું આઈપીએલ ચેમ્પિયન

પંજાબ કિંગ્સ

શ્રેયસ ઐયર (કેપ્ટન), પ્રભસિમરન સિંઘ, પ્રિયાંશ આર્ય, જોશ ઇંગ્લિસ, નેહલ વાઢેરા, શશાંક સિંઘ, માર્કસ સ્ટોઇનિસ, અઝમતુલ્લા ઓમરઝાઈ, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ, વિજયકુમાર વ્યાસ

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ