RCB vs PBKS IPL Final 2025 updates: આરસીબી આઈપીએલ 2025માં ચેમ્પિયન બન્યું છે. વિરાટ કોહલીનું આઈપીએલ ટ્રોફી જીતવાનું પુરું થયું છે. વિરાટ કોહલીના 43 રન બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આઈપીએલ 2025ની ફાઇનલમાં પંજાબ કિંગ્સ સામે 6 રને વિજય મેળવ્યો છે. બેંગ્લોરે 20 ઓવરમાં 9 વિકેટે 190 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબ 20 ઓવરમાં 7 વિકેટે 184 રન બનાવી શક્યું હતું. શશાંક સિંહના 30 બોલમાં 3 ફોર અને 6 સિક્સરની મદદથી અણનમ 61 રન બનાવ્યા હતા. પંજાબ કિંગ્સનું પ્રથમ વખત ચેમ્પિયન બનવાનું સપનું રોળાઇ ગયું છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર : વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, રજત પાટીદાર (કેપ્ટન), મયંક અગ્રવાલ, લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, યશ દયાલ, જોશ હેઝલવુડ.
પંજાબ કિંગ્સ : પ્રિયાંશ આર્યા, શ્રેયસ ઐયર (કેપ્ટન), જોશ ઈંગ્લિશ, શશાંક સિંહ, નેહલ વાઢેરા, માર્કસ સ્ટોઈનિસ, કાયલે જેમિસન, અઝમતુલ્લાહ ઓમરજાઇ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, વિજયકુમાર વૈશક.