જો ઋષભ પંત રમવા નહીં ઉતરે તો તેના સ્થાને કોણ બેટિંગ કરશે, જાણો શું છે આઈસીસીનો નિયમ

Rishabh Pant Finger injury : ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર ઋષભ પંતને લોર્ડ્સ ટેસ્ટ મેચના પ્રથમ દાવના પ્રથમ દિવસે ડાબા હાથની આંગળીમાં ઈજા થઈ હતી. હવે સવાલ એ છે કે જો તે બેટિંગ કરવા નહીં ઉતરે તો તેના સ્થાને કોણ બેટિંગ કરશે

Written by Ashish Goyal
July 11, 2025 18:54 IST
જો ઋષભ પંત રમવા નહીં ઉતરે તો તેના સ્થાને કોણ બેટિંગ કરશે, જાણો શું છે આઈસીસીનો નિયમ
Rishabh Pant Finger injury : ઋષભ પંત ઇજાગ્રસ્ત થયો છે (તસવીર - બીસીસીઆઈ ટ્વિટર)

IND vs ENG, Rishabh Pant Finger injury : ભારતીય ક્રિકેટ ટીમના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને લોર્ડ્સ ટેસ્ટ મેચના પ્રથમ દાવના પ્રથમ દિવસે ડાબા હાથની આંગળીમાં ઈજા થઈ હતી અને તે મેદાનની બહાર જતો રહ્યો હતો. તે રમતના પહેલા દિવસે મેદાન પર ઉતર્યો ન હતો અને ત્યાર બાદ બીજા દિવસે પણ આવી જ પરિસ્થિતિ સર્જાઈ હતી. પંત ઈજાના કારણે મેદાન પર ગેરહાજર રહ્યો હતો અને ધ્રુવ જુરેલે વિકેટકિપિંગની જવાબદારી સંભાળી હતી.

ત્રીજી ટેસ્ટ મેચના બીજા દિવસે બીસીસીઆઈએ કહ્યું કે પંત હજુ આંગળીની ઈજામાંથી બહાર આવી રહ્યો છે અને મેડિકલ ટીમ સતત તેની પ્રગતિ પર નજર રાખી રહી છે, પરંતુ આ બધી બાબતોની વચ્ચે જો પંત સ્વસ્થ ન થઈ શકે અને જો તે બેટિંગ કરવાની સ્થિતિમાં ન હોય તો તેના સ્થાને કોણ બેટિંગ કરશે.

પંતની જગ્યાએ અન્ય કોઈ ખેલાડી બેટિંગ નહીં કરી શકે

તમને જણાવી દઈએ કે જો પંત બેટિંગ માટે મેદાન પર નહીં ઉતરે તો ભારતે માત્ર 10 બેટ્સમેનને જ મેદાનમાં ઉતારવા પડશે. જો પંત બેટિંગ નહીં કરી શકે તો તેના સ્થાને ધ્રુવ જુરેલ બેટિંગ નહીં કરી શકે. આઇસીસીના નિયમ અનુસાર સબસ્ટિટ્યૂટ પ્લેયર બેટિંગ કે બોલિંગ કરી શકતો નથી, માત્ર અમ્પાયરની સંમતિથી વિકેટકિપરની ભૂમિકા ભજવી શકે છે. આવી સ્થિતિમાં જો પંત ઈજાના કારણે બેટીંગમાં ઉતરે તો તેના વગર ટીમે બેટીંગ કરવી પડશે.

આ પણ વાંચો – ભારત વિ ઇંગ્લેન્ડ ત્રીજી ટેસ્ટ લાઇવ સ્કોર અપડેટ

તમને જણાવી દઈએ કે આ મેચના પહેલા દિવસે પંતને પ્રથમ ઈનિંગમાં 34મી ઓવરના પહેલા બોલ પર ઈજા થઈ હતી. આ ઓવર બુમરાહે નાંખી હતી અને તેણે તેની ઓવરનો પ્રથમ બોલ લેગ સાઈડની બહાર નાખ્યો હતો, જેને ઓલી પોપે ફ્લિક કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ તે ચૂકી ગયો હતો. આ પછી પંતે બોલને અટકાવવાનો પ્રયત્ન કર્યો હતો પણ બોલ તેની આંગળી સાથે અથડાઈને પાછળની તરફ જતો રહ્યો હતો અને તે ઈજાગ્રસ્ત થયો હતો.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ