Ind vs Eng 3rd Test, India vs England Updates : રવિન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજે લડાયક બેટિંગ કરી હોવા છતા ત્રીજી ટેસ્ટમાં ભારતનો 22 રને પરાજય થયો છે. ઇંગ્લેન્ડે જીતવા માટે આપેલા 193 રનના પડકાર સામે ભારતીય ટીમ 74.5 ઓવરમાં 170 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. આ જીત સાથે ઇંગ્લેન્ડે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીમાં 2-1થી લીડ મેળવી લીધી છે. શ્રેણીની ચોથી ટેસ્ટ 23 જુલાઇથી શરુ થશે.
એકસમયે ભારતે 82 રને 7 અને 112 રને 8 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી જાડેજાએ શાનદાર બેટિંગ કરી જીતની આશા ઉભી કરી હતી. બુમરાહ અને સિરાજ તેને સારો સાથ આપ્યો હતો. જોકે સહેજ માટે ટીમ જીતીથી વંચિત રહી હતી.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ભારત : કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, કરુણ નાયર, શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત (વિકેટ કીપર), નીતિશ કુમાર રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, આકાશદીપ, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ.
ઇંગ્લેન્ડ : ઝેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક, બેન સ્ટોક્સ (કેપ્ટન), જેમી સ્મિથ (વિકેટકીપર), જોફ્રા આર્ચર, ક્રિસ વોક્સ, બ્રાયડન કાર્સ, શોએબ બશીર.