England vs India 4th Test: ભારતીય કેપ્ટન શુભમન ગિલ એ માન્ચેસ્ટર ખાતેની ચોથી ટેસ્ટ મેચ પૂર્વે પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું કે, ઋષભ પંત આ મેચમાં વિકેટકીપિંગ કરશે અને ફાસ્ટ બોલર આકાશદીપ બહાર રહેશ. વધુમાં તેણે કરૂણ નાયર આ મેચ પણ રમશે એવો ઇશારો આપ્યો હતો. અહીં નોંધનિય છે કે, ઋષભ પંત, આકાશદીપ અને ઓલરાઉન્ડર નીતિશ રેડ્ડી ઇજાને લીધે ટીમ પહેલેથી જ મુશ્કેલીમાં છે.
પ્રેક્ટિશ દરમિયાન થયેલી ઇજાને લીધે નીતિશ રેડ્ડી હવે શ્રેણીમાંથી બહાર થયો છે. જ્યારે આકાશદીપ અને અર્શદીપ પણ રમી શકશે કે કેમ એ સવાલ છે. લોર્ડ્સમાં ઇંગ્લેન્ડની પહેલી ઇનિંગ દરમિયાન પંતને આંગળીમાં ઈજા થઇ હતી જેના કારણે તે મેચમાં વિકેટકીપિંગ કરી શક્યો ન હતો. જોકે પંત હવે સ્વસ્થ છે અને તેણે મેચ પૂર્વેના પ્રેક્ટિશ સેશનમાં પણ ભાગ લીધો હતો.
કરૂણ નાયર ટીમમાં રમી શકે છે!
ઇંગ્લેન્ડ સામેની શ્રેણીમાં ભારતીય બેટ્સમેન કરૂણ નાયર મોટી ઇનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો છે. જોકે શુભમન ગિલ કરૂણ નાયર પ્રત્યે કુણી લાગણી ધરાવી રહ્યો હોય એવું લાગે છે. તેણે કહ્યું કે, અમને લાગે છે કે, તે સારી બેટીંગ કરી રહ્યો છે અને તેની બેટિંગમાં કોઇ સમસ્યા નથી. જોકે તેને શરુઆતની મેચમાં તેના મનપસંદ ક્રમાં બેટીંગ કરવાની તક મળી ન હતી.
Read More: હરમનપ્રીત કૌર એ બનાવ્યો નવો કિર્તીમાન
ઋષભ પંત કરશે વિકેટકીપિંગ
ભારતીય કેપ્ટન શુભમન ગિલે જણાવ્યું કે, પંત ઈજાને લીધે લોર્ડ્સ ટેસ્ટમાં માત્ર 35 ઓવર સુધી જ વિકેટકીપિંગ કરી શક્યો હતો. બાકીની ઓવરમાં ધ્રુવ જુરેલ વિકેટકિપર રહ્યો હતો. જોકે તેનું પ્રદર્શન એકંદર નિરાશાજનક રહ્યું હતું. તે યોગ્ય રીતે બોલ પકડી ન શકતાં વિકેટ પાછળ 25 બાયના રન આપ્યા હતા અને ઇંગ્લેન્ડ આ ટેસ્ટ મેચ 22 રનથી જ જીત્યું હતું.
કંબોજ ડેબ્યૂ કરી શકે છે?
અર્શદીપ અને આકાશદીપ ઈજાને લીધે ટીમમાંથી બહાર છે જેના કારણે યુવા ફાસ્ટ બોલર અંશુલ કંબોજ ટીમમાં આવી શકે છે. હરિયાણાના આ ખેલાડીની પ્રશંસા કરતાં ગિલે કહ્યું કે, અમે તેની બોલિંગ જોઇ છે, અમારુ માનવું છે કે, તે અમારા માટે જીતનો ઘોડો સાબિત થઇ શકે એમ છે. કંબોજ આજે ટેસ્ટ ડેબ્યૂ કરી શકે છે.