ભારત વિ ઇંગ્લેન્ડ ત્રીજી ટી 20 : રાજકોટમાં ભારતની શ્રેણી જીતવા પર નજર, વાંચો વેધર રિપોર્ટ, પિચ, પ્લેઇંગ ઇલેવન

India (IND) Vs England (ENG) 3rd T20 : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 28 જાન્યુઆરીના રોજ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં ત્રીજી ટી 20 મેચ રમાશે. પાંચ મેચની શ્રેણીમાં ભારતે 2-0થી લીડ મેળવી લીધી છે

Written by Ashish Goyal
January 27, 2025 15:10 IST
ભારત વિ ઇંગ્લેન્ડ ત્રીજી ટી 20 : રાજકોટમાં ભારતની શ્રેણી જીતવા પર નજર, વાંચો વેધર રિપોર્ટ, પિચ, પ્લેઇંગ ઇલેવન
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 28 જાન્યુઆરીના રોજ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં ત્રીજી ટી 20 મેચ રમાશે

India (IND) Vs England (ENG) 3rd T20 Match Date, LIVE Streaming, Timing, Match Venue Details : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 28 જાન્યુઆરીના રોજ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં ત્રીજી ટી 20 મેચ રમાશે. આત્મવિશ્વાસથી ભરપૂર ભારત મંગળવારે રાજકોટમાં મેચ જીતીને ઇંગ્લેન્ડ સામેની પાંચ મેચની શ્રેણી જીતવાનો પ્રયાસ કરશે. 22 જાન્યુઆરી 2025ના રોજ ઈડન ગાર્ડન ખાતે રમાયેલી પ્રથમ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું હતું. 25 જાન્યુઆરીએ ચેન્નાઇમાં રમાયેલી ટી-20 મેચમાં પણ ભારતનો વિજય થયો હતો.

વિરોધી ટીમની વાત કરીએ તો જોસ બટલરની આગેવાનીમાં ઇંગ્લેન્ડ વાપસી કરીને 28 જાન્યુઆરીએ રાજકોટમાં શ્રેણીને જીવંત રાખવા માંગશે. રાજકોટમાં રમાનારી ભારત વિ ઈંગ્લેન્ડની ત્રીજી ટી-20 પહેલા હવામાનની આગાહી, પિચ રિપોર્ટ, હેડ ટુ હેડ, રેકોર્ડ, લાઈવ સ્ટ્રીમિંગની વિગતો જાણીએ

ભારત વિ ઇંગ્લેન્ડ હેડ-ટુ-હેડ રેકોર્ડ્સ ટી 20

અત્યાર સુધી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 26 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઇ ચૂકી છે. જેમાંથી ભારતનો 15માં વિજય થયો છે, જ્યારે ઇંગ્લેન્ડે 11 મેચમાં વિજય મેળવ્યો છે. ભારત સામે ઈંગ્લેન્ડનો છેલ્લો વિજય 10 નવેમ્બર 2022ના રોજ એડીલેડમાં થયો હતો. ઘરેલુ મેદાનની વાત કરીએ તો ભારતીય ટીમ 16 માર્ચ 2021ના રોજ ઈંગ્લેન્ડ સામે છેલ્લી વખત હાર્યું હતું. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી તે મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 8 વિકેટે હરાવ્યું હતું.

આ ખેલાડીઓ પર રહેશે નજર

ભારતના ત્રીજા નંબરના ખેલાડી તિલક વર્મા શાનદાર ફોર્મમાં છે. શનિવારે તેણે 55 બોલમાં અણનમ 72 રન ફટકાર્યા હતા અને ભારતને પડકારજનક પરિસ્થિતિમાંથી જીત અપાવી હતી. તિલક વર્માની આ ઈનિંગની ખાસ વાત એ છે કે ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર પર પ્રહાર કરવાનો હતો. તિલક વર્માએ જોફ્રા આર્ચર સામે 9 બોલમાં 30 રન બનાવ્યા હતા.

ઇંગ્લેન્ડની વાત કરીએ તો ફરી નજર કેપ્ટન જોસ બટલર પર રહેશે. 34 વર્ષીય જોસ બટલરે બંને ઇનિંગ્સમાં નંબર 3 પર બેટિંગ કરી હતી અને ઇંગ્લેન્ડ માટે સૌથી વધુ રન બનાવ્યા હતા. જોસ બટલરે બંને મેચમાં અનુક્રમે 68 અને 45 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડના કેપ્ટન તેના શાનદાર ફોર્મને જારી રાખવા માટે ઉત્સુક રહેશે, એવી આશા સાથે કે ટીમના અન્ય બેટ્સમેનો પણ તેને સાથ આપશે.

આ પણ વાંચો – મોહમ્મદ સિરાજ શું આશા ભોંસલેની પૌત્રી જનાઇને ડેટ કરી રહ્યો છે? બન્ને વચ્ચે છે 7 વર્ષનું અંતર

નિરંજન શાહ સ્ટેડિયમ પિચ રિપોર્ટ

રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમની પિચ તેની બેટીંગ ફ્રેન્ડલી માટે પ્રખ્યાત છે. કોઈ પણ આશા રાખી શકે છે ટ્રેક સારો હશે અને તે એક ઉચ્ચ-સ્કોરિંગ મેચ થવાની આશા છે. આ મેદાન પર રમાયેલી મેચોનો ઇતિહાસ જોઇએ તો પ્રથમ બેટિંગ કરનારી ટીમો ફાયદામાં રહી છે. લક્ષ્યનો પીછો કરી રહેલી ટીમોને વધુ મેચો ગુમાવવી પડી છે. આથી રાજકોટમાં ટોસ મહત્વનું પરિબળ બની ગયું છે.

રાજકોટ હવામાનની આગાહી

28 મી જાન્યુઆરીએ ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ ત્રીજી ટી -20 મેચ દરમિયાન, રાજકોટમાં 2 થી 4 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. en.climate-data.org મુજબ વરસાદની કોઈ શક્યતા જ નથી. જોકે ભેજનું પ્રમાણ 48 ટકા સુધી જઈ શકે છે. 28 જાન્યુઆરીએ રાજકોટમાં દિવસનું તાપમાન 20 ડિગ્રી આસપાસ રહી શકે છે. જોકે લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે અને મહત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ સુધી જઈ શકે છે.

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટી-20 તારીખ 28મી જાન્યુઆરી, 2025ને મંગળવારના રોજ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય સમય પ્રમાણે સાંજે 7 વાગ્યાથી મેચનો પ્રારંભ થશે. ટોસનો સમય સાંજે 6:30 વાગ્યાનો છે. ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડની ત્રીજી ટી 20 મેચનું ભારતમાં સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર જીવંત પ્રસારણ કરવામાં આવશે. મેચનું લાઇવ સ્ટ્રીમિંગ ભારતમાં ડિઝની + હોટસ્ટાર એપ્લિકેશન અને વેબસાઇટ પર ઉપલબ્ધ થશે.

ભારત અને ઇંગ્લેન્ડની સંભવિત ટીમ

ભારત : સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), સંજુ સેમસન, અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડયા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રમનદીપ સિંહ, અર્શદીપ સિંહ, રવિ બિશ્નોઈ, વરુણ ચક્રવર્તી.

ઈંગ્લેન્ડ : બેન ડકેટ, ફિલ સોલ્ટ, જોસ બટલર (કેપ્ટન), હેરી બ્રુક, લિયામ લિવિંગસ્ટોન, જેમી સ્મિથ, જેમી ઓવરટન, બ્રાયડન કાર્સ, જોફ્રા આર્ચર, આદિલ રાશિદ, માર્ક વૂડ.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ