ind વિ. eng ટેસ્ટ શ્રેણીમાં ભારત ઇંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટ મેચ હાર્યું હતું. એજબેસ્ટન ખાતે આજથી શરુ થઇ રહેલી 2જી ટેસ્ટ મેચ જીતવાના લક્ષ્ય સાથે ટીમ ઇન્ડિયા મેદાનમાં ઉતરશે. બીજી ટેસ્ટ માટે ભારતીય ટીમમાં ફેરફાર કરાયો છો. ભારત સાઈ સુદર્શનને બદલે ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર સાથે રમશે. ભારતીય ટીમમાં શાર્દુલ ઠાકુરની જગ્યાએ નીતિશ રેડ્ડી અને જસપ્રીત બુમરાહની જગ્યાએ આકાશ દીપ રમી શકે છે.
વોશિંગ્ટન સુંદર અને નીતિશ રેડ્ડીનો સમાવેશ કરવાનો અર્થ એ છે કે, આ શ્રેણીમાં 0-1 થી પાછળ રહેલ ભારત આ મેચ જીતવા આતુર છે. રવિન્દ્ર જાડેજા સાથે ભારત ત્રણ ઓલરાઉન્ડર સાથે મેદાનમાં ઉતરશે. વધુમાં સાઈ બહાર થતાં કરુણ નાયર નંબર 3 ઉપર બેટીંગ કરવા આવી શકે છે. ભારત કોઇ પણ હિસાબે આ મેચ જીતવા ઇચ્છે છે.
હેડિંગ્લી ખાતે સાઈ સુધરસને પોતાની ટેસ્ટ કારકિર્દીની શરુઆત સારી કરી ન હતી. તે શૂન્ય રન પર આઉટ થયો હતો. બીજી ઇનિંગમાં તેણે 30 બોલમાં 48 રન બનાવ્યા હતા. જોકે તેને ખભાની ઇજા થઇ હોવાના પણ અહેવાલ છે. તેણે છેલ્લા બે દિવસ નેટ્સ પ્રેક્ટિશ કરી હતી પરંતુ તેની હાલત જોતાં તેને ટીમની બહાર બેસવું પડશે.
ભ
સાઈને ટીમને બહાર રાખવાનો નિર્ણય તેના પ્રદર્શન પર કોઇ અસરકર્તા નથી. તે ટીમનો ભાગ છે પરંતુ પ્રથમ મેચની હાર બાદ ટીમ ઇન્ડિયા બીજી ટેસ્ટ જીતવા માટે વધુ ઓલરાઉન્ડર સાથેની વ્યૂહ રચવા સાથે મેદાનમાં ઉતરવા ઇચ્છે છે.
એજબેસ્ટન ગ્રાઉન્ડ ભારત માટે પડકાર
બર્મિંગહામનું એજબેસ્ટન મેદાન ભારત માટે મોટો પડકાર છે. અહીં ભારત એક પણ વખત મેચ જીત્યું નથી. ભારત આ મેદાન પર જુલાઈ 1967થી જુલાઈ 2022 સુધી 8 ટેસ્ટ મેચ રમ્યું છે અને તેમાંથી 7માં પરાજય થયો છે. જુલાઈ 1986માં રમાયેલી ટેસ્ટ મેચ ડ્રો થઇ હતી. એજબેસ્ટનને ઇંગ્લેન્ડનો અભેદ કિલ્લો પણ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં ભારત માટે મુશ્કેલ સમય હશે.
ભારત સંભવિત પ્લેઇંગ 11
કે.એલ. રાહુલ, યશસ્વી જયસ્વાલ, કરુણ નાયર, શુભમન ગીલ, રિષભ પંત, નીતિશ રેડ્ડી, વોશિંગ્ટન સુંદર, રવિન્દ્ર જાડેજા, સિરાજ, જસપ્રીત બુમરાહ કે અર્શદિપ, પ્રસિદ્ધ ક્રિષ્ણા કે આકાશ દીપ
ઇંગ્લેન્ડ સંભવિત પ્લેઇંગ 11
સ્ટોક્સ, ક્રાવલી, પોપ, ડકેટ, રુટ, બ્રૂક, સ્મિથ, વોક્સ, ટંગ, કાર્સ અને બશીર