ભારતે ઓવલમાં વિજયી ધ્વજ લહેરાવ્યો, ટીમ ઇન્ડિયાના ટેસ્ટ ઇતિહાસમાં આવી ઘટના પ્રથમ વખત બની

Ind vs Eng 5th Test : ઇંગ્લેન્ડ સામે પાંચમી ટેસ્ટમાં 6 રને વિજય મેળવી ભારતે પોતાના ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં રનની દ્રષ્ટીએ સૌથી સ્મોલેસ્ટ વિજય મેળવ્યો છે. આ પહેલા ભારતનો સૌથી સ્મોલેસ્ટ વિજય 13 રનનો હતો

Written by Ashish Goyal
Updated : August 04, 2025 17:30 IST
ભારતે ઓવલમાં વિજયી ધ્વજ લહેરાવ્યો, ટીમ ઇન્ડિયાના ટેસ્ટ ઇતિહાસમાં આવી ઘટના પ્રથમ વખત બની
ભારતે ઇંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાં 6 રને રોમાંચક વિજય મેળવ્યો (તસવીર - સોશિયલ મીડિયા)

Ind vs Eng 5th Test : યશસ્વી જયસ્વાલની સદી પછી મોહમ્મદ સિરાજ (5 વિકેટ) અને પ્રસિદ્ધ ક્રિષ્નાની (4 વિકેટ) શાનદાર બોલિંગની મદદથી ભારતે ઇંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાં 6 રને રોમાંચક વિજય મેળવ્યો છે. ભારતે જીતવા માટે આપેલા 374 રનના પડકાર સામે ઇંગ્લેન્ડ 85.1 ઓવરમાં 367 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. આ જીત સાથે ભારતે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી 2-2થી ડ્રો કરી છે.

6 રને વિજય મેળવી ભારતે પોતાના ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં રનની દ્રષ્ટીએ સૌથી સ્મોલેસ્ટ વિજય મેળવ્યો છે. આ પહેલા ભારતનો સૌથી સ્મોલેસ્ટ વિજય 13 રનનો હતો. જે ઓસ્ટ્રેલિયા સામે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં 2004માં મેળવ્યો હતો. ભારતે ટેસ્ટમાં પ્રથમ વખત સિંગલ ડિજિટમાં રનથી વિજય મેળવ્યો છે.

ટેસ્ટમાં ભારતના સૌથી ઓછા રનથી વિજય

  • 6 રન – વિ ઇંગ્લેન્ડ, ઓવલ, 2025
  • 13 રન – વિ ઓસ્ટ્રેલિયા, વાનખેડે, 2004
  • 28 રન – વિ ઇંગ્લેન્ડ, કોલકાતા, 1972
  • 31 રન – વિ ઓસ્ટ્રેલિયા, એડિલેડ, 1978
  • 37 રન – વેસ્ટ ઇન્ડીઝ, પોર્ટ ઓફ સ્પેન, 2002

આ પણ વાંચો – ભારત વિ ઇંગ્લેન્ડ પાંચમી ટેસ્ટનો રોમાંચ લાઇવ અહીં જુઓ

ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઓછા રનથી વિજયનો રેકોર્ડ વેસ્ટ ઇન્ડીઝ અને ન્યૂઝીલેન્ડના નામે

ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં સૌથી ઓછા રનથી વિજયના રેકોર્ડની વાત કરવામાં આવે તો વેસ્ટ ઇન્ડીઝ અને ન્યૂઝીલેન્ડ પ્રથમ સ્થાને છે. બન્ને ટીમોએ માત્ર 1-1 રનથી વિજય મેળવેલો છે. વેસ્ટ ઇન્ડીઝે ઓસ્ટ્રેલિયા સામે 1993માં 1 રનથી વિજય મેળવ્યો હતો. જ્યારે ન્યૂઝીલેન્ડે ઇંગ્લેન્ડ સામે 2023માં 1 રનથી વિજય મેળવ્યો હતો.

પાંચમાં અને અંતિમ દિવસે ઇંગ્લેન્ડને જીતવા માટે 35 રનની જરુર હતી અને ભારતને 4 વિકેટની જરુર હતી. પાંચમાં દિવસે મોહમ્મદ સિરાજે 3 વિકેટ અને ક્રિષ્નાએ 1 વિકેટ ઝડપી ભારતને ઐતિહાસિક જીત અપાવી હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ