ICC World Test Championship 2025-2027 Schedule, India Matches : આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (આઈસીસી) એ 2025-27 ના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ચક્રના કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. બે વર્ષમાં નવ ટીમો વચ્ચે 71 મેચ રમાશે. નવી સિઝન 17 જૂનથી શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે ગાલે ટેસ્ટથી શરુ થશે. ભારત કુલ 18 ટેસ્ટ મેચ રમશે.
ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ 2025ના અંતમાં ઓસ્ટ્રેલિયામાં રમાનારી એશિઝ શ્રેણીમાં ટકરાશે. ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-27ના ચક્રમાં 18 ટેસ્ટ મેચ રમશે. જેમાં ઘરઆંગણે 9 ટેસ્ટ અને 9 ટેસ્ટ મેચ વિદેશની ધરતી પર રમશે. ડબલ્યુટીસી 2025-27ના ચક્રમાં ભારત બાંગ્લાદેશ અને પાકિસ્તાન સાથે એક પણ ટેસ્ટ મેચ રમશે નહીં.
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ભારત કુલ 18 ટેસ્ટ રમશે
ભારતીય ટીમ 20 જૂનથી ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ રમી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની શરૂઆત કરશે. ઇંગ્લેન્ડ સામે ભારત 5 ટેસ્ટ મેચ રમશે. ભારત 18 ટેસ્ટ રમશે. તેમાં વિદેશમાં ઇંગ્લેન્ડ સામે 5, શ્રીલંકા સામે 2 અને ન્યૂઝીલેન્ડ સામે 2 ટેસ્ટ મેચ રમશે. જ્યારે ઘરઆંગણે વેસ્ટ ઇન્ડીઝ સામે 2, દક્ષિણ આફ્રિકા સામે 2 અને ઓસ્ટ્રેલિયા સામે 5 ટેસ્ટ મેચ રમશે.
દક્ષિણ આફ્રિકા હવે પછી ઘરઆંગણે ટેસ્ટ ક્યારે રમશે?
સતત નવ ટેસ્ટમાં ટેમ્બા બાવુમાની કેપ્ટન્સી હેઠળ ઓગસ્ટ 2024થી અજેય રહેલી નવી વર્લ્ડ ચેમ્પિયન દક્ષિણ આફ્રિકા ઓક્ટોબર 2025માં પાકિસ્તાનમાં નવી સિઝનની પ્રથમ શ્રેણી રમશે.
આ પણ વાંચો – વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ : દક્ષિણ આફ્રિકાએ ચોકર્સનું ટેગ હટાવ્યું, 27 વર્ષ પછી આઈસીસી ટ્રોફી જીતી
WTC 2025-27માં કઈ ટીમ સૌથી વધુ મેચ રમશે?
આગામી ડબ્લ્યુટીસી ચક્રમાં ઓસ્ટ્રેલિયા સૌથી વધુ ટેસ્ટ મેચ (22) રમશે. આ પછી ઇંગ્લેન્ડ 21 મેચો રમશે. આ ટીમો 2025ના અંતમાં ઓસ્ટ્રેલિયાની યજમાનીમાં રમાનારી એશિઝમાં ટકરાશે.
આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2025-2027 નો કાર્યક્રમ
ટીમ મેચનો કાર્યક્રમ કુલ મેચ હોમ મેચ વિદેશ મેચ ઓસ્ટ્રેલિયા 22 ઇંગ્લેન્ડ (5)ન્યૂઝીલેન્ડ (4)બાંગ્લાદેશ (2) વેસ્ટ ઇન્ડીઝ (3)દક્ષિણ આફ્રિકા (3)ભારત (5) બાંગ્લાદેશ 12 પાકિસ્તાન (2)વેસ્ટ ઇન્ડીઝ (2)ઇંગ્લેન્ડ (2) શ્રીલંકા (2)દક્ષિણ આફ્રિકા (2)ઓસ્ટ્રેલિયા (2) ઇંગ્લેન્ડ 21 ભારત (5)ન્યૂઝીલેન્ડ (3)પાકિસ્તાન (3) ઓસ્ટ્રેલિયા (5)દક્ષિણ આફ્રિકા (3)બાંગ્લાદેશ (2) ભારત 18 વેસ્ટ ઇન્ડીઝ (2)દક્ષિણ આફ્રિકા (2)ઓસ્ટ્રેલિયા (5) ઇંગ્લેન્ડ (5)શ્રીલંકા (2)ન્યૂઝીલેન્ડ (2) ન્યૂઝીલેન્ડ 16 વેસ્ટ ઇન્ડીઝ (3)ભારત (2)શ્રીલંકા (2) ઇંગ્લેન્ડ (3)ઓસ્ટ્રેલિયા (4)પાકિસ્તાન (2) પાકિસ્તાન 13 દક્ષિણ આફ્રિકા (2)શ્રીલંકા (2)ન્યૂઝીલેન્ડ (2) બાંગ્લાદેશ (2)વેસ્ટ ઇન્ડીઝ (2)ઇંગ્લેન્ડ (3) દક્ષિણ આફ્રિકા 14 ઓસ્ટ્રેલિયા (3)બાંગ્લાદેશ (2)ઇંગ્લેન્ડ (3) પાકિસ્તાન (2)ભારત (2)શ્રીલંકા (2) શ્રીલંકા 12 બાંગ્લાદેશ (2)ભારત (2)દક્ષિણ આફ્રિકા (2) વેસ્ટ ઇન્ડીઝ (2)પાકિસ્તાન (2)ન્યૂઝીલેન્ડ (2) વેસ્ટ ઇન્ડીઝ 14 ઓસ્ટ્રેલિયા (3)શ્રીલંકા (2)પાકિસ્તાન (2) ભારત (2)ન્યૂઝીલેન્ડ (3)બાંગ્લાદેશ (2)





