ICC Test Ranking : આઈસીસીના લેટેસ્ટ ટેસ્ટ બોલિંગ રેન્કિંગમાં ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને ઘણો ફાયદો થયો છે. સિરાજ ઇંગ્લેન્ડ સામેની 5 મેચની ટેસ્ટ સિરીઝમાં સૌથી વધુ 23 વિકેટ ઝડપી હતી. જ્યારે ભારતીય ટીમના ઓપનર બેટ્સમેન યશસ્વી જયસ્વાલે બેટ્સમેનોના રેન્કિંગમાં ટોપ 5માં પ્રવેશ કર્યો છે.
મોહમ્મદ સિરાજે શ્રેષ્ઠ ટેસ્ટ રેન્કિંગ મેળવ્યું
ઈંગ્લેન્ડ સામેની આખરી ટેસ્ટ મેચમાં 9 વિકેટ અને શ્રેણીમાં 23 વિકેટ ઝડપનારા સિરાજ આઇસીસી રેન્કિંગમાં કારકિર્દીના સર્વશ્રેષ્ઠ 15મા સ્થાને પહોંચી ગયો છે. આ પહેલા સિરાજ 27માં સ્થાને હતો અને તેને 12 સ્થાનનો ફાયદો થયો છે. આ પહેલા સિરાજ જાન્યુઆરી 2024માં 16માં સ્થાને પહોંચી ગયો હતો. આ ઉપરાંત પ્રસિદ્ધ ક્રિષ્નાએ પોતાની ટેસ્ટ કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ 59મું રેન્કિંગ મેળવ્યું છે. બુમરાહ રેન્કિંગમાં નંબર-1 પર છે જ્યારે જાડેજા હવે 17મા સ્થાને છે.
યશસ્વી જયસ્વાલ 5માં સ્થાને પહોંચ્યો
ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં જો રૂટે સતત ત્રણ સદી સાથે પોતાનું પ્રથમ સ્થાન મજબૂત કર્યું છે. જ્યારે હેરી બ્રૂક ભારત બીજા સ્થાને આવી ગયો છે. તેણે ભારત સામેની પાંચમી ટેસ્ટમાં સદી ફટકારી હતી. ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલ ઓવલમાં બીજી ઈનિંગમાં 118 રનની ઈનિંગ રમ્યા બાદ 5માં ક્રમે પહોંચી ગયો છે.
ટેસ્ટ બેટ્સમેનોના રેન્કિંગમાં ઋષભ પંત 8માં ક્રમે છે, જ્યારે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં સૌથી વધુ રન ફટકારનારો ભારતીય ટેસ્ટ કેપ્ટન શુભમન ગિલ 13મા સ્થાને છે. બેટીંગ રેન્કિંગમાં હાલ ટોપ-10માં ભારતના યશસ્વી જયસ્વાલ અને ઋષભ પંત છે, જ્યારે બુમરાહ હાલમાં બોલિંગ રેન્કિંગમાં ટોપ-10માં સ્થાન ધરાવે છે. શુભમન ગિલને તાજેતરના રેન્કિંગમાં ચાર સ્થાનનું નુકસાન થયું છે. જ્યારે પંતને એક સ્થાનનું નુકસાન થયું છે.
આ પણ વાંચો – ભારત વિ ઇંગ્લેન્ડ શ્રેણીમાં બન્યા 7187 રન, 14 વખત 300નો આંકડો વટાવ્યો, જુઓ ખાસ ફેક્ટ્સ
ટેસ્ટમાં ટોપ 5 બેટિંગ રેન્કિંગ
- જો રુટ (ઇંગ્લેન્ડ) – 908 રેટિંગ
- હેરી બ્રુક (ઇંગ્લેન્ડ) – 868 રેટિંગ
- કેન વિલિયમ્સન (ન્યૂઝીલેન્ડ) – 858 રેટિંગ
- સ્ટિવ સ્મિથ (ઓસ્ટ્રેલિયા) – 816 રેટિંગ
- યશસ્વી જયસ્વાલ (ભારત) – 792 રેટિંગ
ટેસ્ટમાં ટોપ 5 બોલિંગ રેન્કિંગ
- જસપ્રીત બુમરાહ (ભારત) – 889 રેટિંગ
- કાગિસો રબાડા (દક્ષિણ આફ્રિકા) – 851 રેટિંગ
- પેટ કમિન્સ (ઓસ્ટ્રેલિયા)- 838 રેટિંગ
- મેટ હેનરી (ન્યૂઝીલેન્ડ) – 817 રેટિંગ
- જોશ હેઝલવુડ (ઓસ્ટ્રેલિયા)- 815 રેટિંગ