India vs England 5th Test Cricket Match પિચ રિપોર્ટ, વેધર ફોરકાસ્ટ: ભારત vs ઇંગ્લેન્ડ પાંચમી ટેસ્ટ ગુરુવાર 31 જુલાઇ 2025થી લંડનના કેનિંગ્ટન ઓવલ ખાતે રમાવાની છે. ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ પાંચ ટેસ્ટની શ્રેણીમાં ઇંગ્લેન્ડ 2-1થી આગળ છે. આવી સ્થિતિમાં અંતિમ ટેસ્ટ મેચ ભારતીય ટીમના કેપ્ટન શુભમન ગિલ એન્ડ કંપની માટે ઈંગ્લેન્ડ સામે બદલો લેવાની અને શ્રેણી બરોબરી કરવાની આખરી તક છે.
માન્ચેસ્ટર ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલ અને સાઈ સુદર્શન શૂન્ય રને આઉટ થયા બાદ ચાર જ દિવસમાં ઈંગ્લેન્ડ જીતી જશે તેમ લાગતું હતુ. જો કે, એ પછી જે કંઈ બન્યું તે વિદેશી મેદાનો પર ભારતના મજબૂત બૅટિંગ પ્રયાસોમાંનું એક સાબિત થયું. હવે સૌની નજર આજની આખરી ટેસ્ટ પર છે. ભારત માન્ચેસ્ટરમાં તેના શાનદાર દેખાવને લઇને આશાવાદ છે. ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટ જીતીને શ્રેણીને 2-2થી બરોબરી પર લાવવા ઈચ્છે છે.
IND vs ENG 5મી ટેસ્ટ ઓવલ પિચ રિપોર્ટ
ઓવલની પીચ પરંપરાગત રીતે બેટ્સમેન ફ્રેન્ડલી રહી છે, અને તાજેતરમાં આ મેદાન પર રમાયેલી કાઉન્ટી મેચમાં બંને ઈનિંગમાં આશરે 1500 રન નોંધાયા હતા. ઐતિહાસિક રીતે આ મેદાન ખાસ કરીને સૂકી પીચની સ્થિતિમાં હાઈસ્કોર સ્કોર કરવા માટે જાણીતું છે. ધ ઓવલ ખાતે પ્રથમ ઇનિંગ્સનો સરેરાશ સ્કોર ૩૪૩ રન છે. જોકે હવામાનની સ્થિતિ મેચ દરમિયાન પીચના વર્તનને અસર કરી શકે છે.
IND vs ENG 5મી ટેસ્ટ લંડન વેધર ફોરકાસ્ટ
પાંચમી ટેસ્ટના પ્રથમ દિવસે વરસાદની સંભાવના છે. જો હવામાન વિભાગની આગાહી સાચી સાબિત થશે તો પાંચમી ટેસ્ટના પ્રથમ દિવસે વરસાદ પડી શકે છે, કારણ કે આખો દિવસ વરસાદની પ્રબળ સંભાવના છે. બ્રિટિશ મેટ ઓફિસના જણાવ્યા અનુસાર ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડની પાંચમી ટેસ્ટના પ્રથમ દિવસે વાવાઝોડા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રમત શરૂ થવાના એક કલાક પહેલા અને રમતની શરૂઆતમાં વરસાદ પડવાની 80 ટકા સંભાવના છે. આનો અર્થ એ છે કે રમત મોડી પણ શરૂ થઈ શકે છે. આગાહી મુજબ દિવસનો મોટાભાગનો સમય 70-80 ટકા વરસાદ પડશે. રમતના અંતે જ હવામાનમાં સુધારો થશે.
ભારત વિ. ઇંગ્લેન્ડ 5મી ટેસ્ટ પૂર્વે ગૌતમ ગંભીરને ક્યૂરેટર પર ગુસ્સો કેમ આવ્યો?
આગાહીમાં કહેવામાં આવ્યું છે કે, વાદળછાયું આકાશ, હળવા ઝાપટા અથવા લાંબા સમય સુધી વરસાદ પડી શકે છે, ખાસ કરીને બપોરે ભારે અને ગાજવીજ સાથે પણ વરસાદ પડી શકે છે. બપોરે ખૂબ જ ગરમ અને ભેજવાળું રહેશે. મહત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ રહેશે.
કુલદીપ યાદવને સ્થાને ઓલરાઉન્ડરને કેમ મળી રહી છે તક!
એવું નથી કે મેચના પહેલા દિવસે વરસાદની સંભાવના છે. weather.com મુજબ આગામી કેટલાક દિવસો સુધી પણ આકાશ વાદળછાયું રહેવાની સંભાવના છે. સપ્તાહના અંતમાં વધુ વરસાદની સંભાવના છે. તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસ અને 24 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની ધારણા છે. પવનની ગતિ 13 કિમી/કલાકની રહેશે અને ભેજનું પ્રમાણ 88 ટકાની આસપાસ રહેશે.