India vs Japan Hockey Match Updates : ભારતીય હોકી ટીમે 11 ઓગસ્ટ 2023ની રાત્રે ચેન્નઈના મેયર રાધાકૃષ્ણન હોકી સ્ટેડિયમમાં રમાયેલી એશિયન ચેમ્પિયન ટ્રાફીની બીજી સેમી ફાઇનલમાં જાપાનને 5-0થી હરાવ્યું હતું. હવે છેલ્લી ટક્કર 12 ઓગસ્ટ 2023ના રોજ આ જ મેદાન પર મલેશિયા સાથે થશે. મલેશિયાએ જોરદાર રમત રમીને ગત ચૈમ્પિયન દક્ષિણ કોરિયાને 6-2થી હરાવીને ટૂર્નામેન્ટમાં ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.
ત્રીજા અને થોથા ક્વાર્ટરમાં ભારતે કર્યા 1-1 ગોલ
ભારતીય ગોલકીપર પીઆર શ્રીજેશ માટે આ જીત વધારે ખાસ રહી છે કારણ કે આ તેમની 300મી મેચ હતી. ભારત તરફથી આકાશદીપ સિંહ, કેપ્ટન હરમનપ્રીત સિંહ, મનદીપ સિંહ, સુમિત અને કાર્તિ સેલ્વમે ગોલ કર્યો હતો. ભારતના પહેલા ક્વાર્ટરને છોડીને દરેક ક્વાર્ટરમાં ગોલ કર્યો હતો. ચોથા ક્વાર્ટરના 51મી મિનિટે સ્થાનિક ખેલાડી કાર્તિ સેલ્વમે ગોલ કર્યો હતો. ત્રીજા ક્વાર્ટરમાં પણ ભારત તફથી વધુ એક ગોલ આવ્યો હતો. મેચમાં 39મી મિનિટમાં સુમિતે ભારત માટે ચોથો ગોલ કર્યો હતો.
બીજા ક્વાર્ટરમાં ભારતે લગાવી ગોલની હેટ્રીક
આ પહેલા બીજા ક્વાર્ટરમાં ભારતે 3 ગોલ કર્યા હતા. બીજા ક્વાર્ટરમાં પહેલા આકાશદીપે 19મી મિનિટમાં મેદાની ગોલ કર્યો હતો. ત્યારબાદ 23મી મિનિટે પેનલ્ટી કોર્નર પર કેપ્ટન હરમનપ્રીત સિંહ ગોલ કરી ભારતને 2-0થી આગળ કરી દીધું હતું. ત્યારબાદ 30 મી મિનિટમાં મનપ્રીત સિંહે ડિફ્લેક્શન પર મેદાની ગોલ કરતા ભારતનો સ્કોલ 3-0 કર્યો હતો. આ પહેલાના ક્વાર્ટરમાં ભારત અને જાપાન બંનેમાં કોઈપણ ટીમે ખાતું ખોલાવ્યું ન્હોતું.
મલેશિયા માટે ફૈઝલ સારી, શેલો સિલ્વરિયસ, અબૂ કમાલ અઝરાઈ અને નઝમી જાજલાને ગોલ કર્યો
પહેલી સેમીફાઇનલની વાત કરીએ તો મલેશિયા તરફથી ફેઝલ સારી, શેલો સિલ્વરિયસ, અબૂ કમાલ અઝરાઈ અને નઝમી જાજલાન જ્યારે સાઉથ કોરિયા માટે વૂ ચેઓન જી અને કેપ્ટન જોંગહ્યુન જાંગે ગોલ કર્યો હતો. બંને ટીમોએ પહેલા ક્વાર્ટરમાં સકારાત્મક શરુઆત કરી હતી. કોરિયાએ ત્રીજી મિનિટમાં જ ચેઓનજીના ગોલથી બઢત બનાવી હતી. પરંતુ અજરાઈએ આગલી મિનિટમાં ગોલ કરીને મલેશિયાને બરાબરીમાં લાવી દીધું હતું.
ત્યારબાદ પણ બંને ટીમોએ આક્રામક વલણ ચાલું રાખ્યું. મલેશિયાએ નવમી મિનિટમાં જાજલાનના ગોલથી બઢત હાંસલ કરી પરંતુ કોરિયાની 14મી મિનિટમાં પેનલ્ટી કોર્નર મળી જેને જાંગને ગોલમાં ફેરવવા માટે કોઈ ભૂલ કરી નહીં. મલેશિયાને બીજા ક્વાર્ટરની ચોથી મિનિટમાં પેનલ્ટી કોર્નર મળી જેણે સારીએ ગોલમાં ફેરવ્યો. તેની બે મિનિટ બાદ જાજલાને પેનલ્ટી કોર્નર પર ગોલ કરીને મલેશિયાને 402થી આગળ કરી દીધા..
ત્રીજા ક્વાર્ટરમાં બંને ટીમો વચ્ચે કડક મુકાબલો જોવા મળી રહ્યો હતો. આ ક્વાર્ટરમાં દક્ષિણ કોરિયાની પેનલ્ટી સ્ટ્રોક પણ મળ્યો હતો. પરંતુ જિહુન યાંગનો શોટ ગોલકીપર હાફિજુદીન ઓથમાને રોકી દીધો હતો. મલેશિયા ચોથા ક્વાર્ટરની શરુઆથી જ હાવી રહ્યું હતું. સિલ્વરિયસે 47 અને 48 મિનિટમાં ગોલ કરીને મલેશિયાની બઢત મજબૂત કરી હતી. ત્યારબાદ સાઉથ કોરિયાએ પરત આવવાના ખુબ જ પ્રયાસ કર્યા. પરંતુ મલેશિયાએ તેમને નાકામ કરવા માટે કોઈ કસર છોડી નહીં.