એશિયા કપ 2025 : શુભમન ગિલ-યશસ્વીને આ કારણે ટીમમાં નહીં મળે સ્થાન, જાણો ભારતની સંભવિત ટીમ

India Asia Cup 2025 Squad Announcement : એશિયા કપ 2025 માટે ભારતીય ટીમની જાહેરાત મંગળવારે કરવામાં આવશે. આ ટૂર્નામેન્ટ યુએઈમાં 9 સપ્ટેમ્બરથી શરૂ થશે

Written by Ashish Goyal
Updated : August 18, 2025 16:13 IST
એશિયા કપ 2025 : શુભમન ગિલ-યશસ્વીને આ કારણે ટીમમાં નહીં મળે સ્થાન, જાણો ભારતની સંભવિત ટીમ
શુભમન ગિલ અને યશસ્વી જયસ્વાલ (તસવીર - સોશિયલ મીડિયા)

India Asia Cup 2025 Squad Announcement : એશિયા કપ 2025 માટે ભારતીય ટીમની જાહેરાત મંગળવારે કરવામાં આવશે. આ ટૂર્નામેન્ટ યુએઈમાં 9 સપ્ટેમ્બરથી શરૂ થશે. ભારતીય ટીમમાં શ્રેયસ ઐયર અને જીતેશ શર્માની વાપસીની આશા છે. જુલાઈ 2024માં ગૌતમ ગંભીરે મુખ્ય કોચ તરીકેની જવાબદારી સંભાળી ત્યારથી શ્રેયસ ઐયર કે જિતેશ શર્મા બંનેમાંથી કોઈ પણ ભારત માટે કોઈ ટી 20 મેચ રમ્યા નથી.

શ્રેયસ ઐયરની ટીમમાં પસંદગી થવાનું લગભગ નક્કી

શ્રેયસ છેલ્લે ડિસેમ્બર 2023માં ભારત માટે ટી-20 મેચ રમ્યો હતો જ્યારે વિકેટકિપર બેટ્સમેન જીતેશ શર્મા ભારત માટે તેની આખરી મેચ જાન્યુઆરી 2024માં રમ્યો હતો. સ્પોર્ટસ્ટારના મતે ભારતીય પસંદગીકારો અને ટીમ મેનેજમેન્ટે યુએઈની પરિસ્થિતિ અને ધીમી પીચોને ધ્યાનમાં રાખીને કોઈ અનુભવી બેટ્સમેનને મિડલ ઓર્ડરમાં સામેલ કરવા માટે સંમતિ દર્શાવી છે.

જો શ્રેયસની પસંદગી કરવામાં આવે તો શિવમ દુબે કે રિંકુ સિંહમાંથી કોઈ એકની પસંદગી કરવી મુશ્કેલ બની શકે છે. આ બંને જાન્યુઆરીમાં ઇંગ્લેન્ડ સામેની ભારતની છેલ્લી ટી 20નો ભાગ હતા. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને પોતાનું પ્રથમ ટાઇટલ જીતાડવામાં મદદ કરનાર જીતેશ શર્માને ટીમમાં ધ્રુવ જુરેલના સ્થાને લેવામાં આવે તેવી શક્યતા છે. ઈંગ્લેન્ડ સામેની ટી-20 શ્રેણી દરમિયાન સંજુ-સેમસન બાદ જીતેશ શર્મા ટીમનો રિઝર્વ વિકેટકિપર-બેટ્સમેન હતો.

શુભમન ગિલ-યશસ્વીની પસંદગી ના થાય તેવી શક્યતા

એશિયા કપની ટીમમાં મોહમ્મદ શમીની ગેરહાજરીમાં ફાસ્ટ બોલરનો વિકલ્પ ખુલ્લો છે અને આવી સ્થિતિમાં જસપ્રીત બુમરાહ અને પ્રસિદ્ધ ક્રિષ્નામાંથી કોઈ એકને તક આપી શકાય છે. સ્પોર્ટ્સ હર્નિયામાંથી સાજા થયેલા ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ સિલેક્શન મિટિંગમાં હાજરી આપશે. 2026માં ભારતમાં યોજાનારા ટી-20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને પસંદગીકારોના આયોજનમાં તેનું યોગદાન મહત્વનું રહેશે.

આ પણ વાંચો – ધોનીને લાગતું હતું કે હું દરેક મેદાનમાંથી એક ગર્લફ્રેન્ડ શોધી લઇશ’, શ્રીસંતે સંભળાવ્યો મજેદાર કિસ્સો

ગિલ અને યશસ્વીની ટી-20 ટીમમાં વાપસીની અટકળો ચાલી રહી છે પરંતુ ટીમ મેનેજમેન્ટ ગંભીરની આગેવાનીમાં શાનદાર પ્રદર્શન કરનાર કોર ગ્રુપ સાથે રહેવા માંગે છે. જેમાં તે કોચ બન્યા બાદ 15 ટી-20 મેચમાંથી 13 મેચ જીત્યા છે. આ ઉપરાંત એશિયા કપની ફાઈનલ 28 સપ્ટેમ્બરે છે અને ભારતને 2 ઓક્ટોબરથી અમદાવાદમાં વેસ્ટ ઇન્ડીઝ સામે પ્રથમ ટેસ્ટ રમવાની છે, જેના કારણે પસંદગીકારો ટેસ્ટ શ્રેણી માટે ગિલ અને યશસ્વીને ફ્રેશ રાખવા માગે છે.

એશિયા કપ માટે ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન

અભિષેક શર્મા, સંજુ સેમસન, તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અક્ષર પટેલ (વાઈસ-કેપ્ટન), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, વોશિંગ્ટન સુંદર/શ્રેયસ ઐયર, કુલદીપ યાદવ, રિંકુ સિંહ, અર્શદીપ સિંહ, જસપ્રીત બુમરાહ, જીતેશ શર્મા, વરુણ ચક્રવર્તી, હર્ષિત રાણા.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ